આજકાલ લગ્ન પહેલા કે લગ્ન દરમિયાન ફોટોશૂટ કરાવવું એક ચલણ બની ગયું છે. તમે સૌથી લોભામણી જગ્યાઓ પર ઘણાં બધા શૂટ જોયા હશે પરંતુ આ જોડીએ આને એક-બે પગલા ઉપર લઇ લીધુ. દુનિયાની સૌથી ખતરનાક ટ્રેનમાં પોતાના હનીમૂનની તસવીરો લેવા માટે બે ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર્સ વાયરલ થઇ ગયા છે. તેમણે પોતાના હનીમૂન માટે દુનિયાની સૌથી ખતરનાક ટ્રેનની ઉપર ફોટોશૂટ કરાવ્યું. હાં, તમે બરોબર વાંચ્યું છે.
ક્રોએશિયાઇ બે ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર્સ ક્રિસ્ટિજન ઇલિસિક અને એન્ડ્રિયા ટ્રગોવેસેવિક મૉરટાનિયા, ઉત્તર પશ્ચિમી આફ્રિકામાં પોતાના હનીમૂન માટે કંઇક અનોખુ કરવા માંગતા હતા.
ઉત્તર પશ્ચિમી આફ્રિકામાં આ કપલ પોતાના હનીમૂન પર કંઇક અપરંપરાગત અને અદ્વિતિય કરવા માંગતુ હતુ. એટલે, તેમણે દુનિયાની સૌથી ખતરનાક ટ્રેનમાં " ટ્રેન ડૂ ડેઝર્ટ "ની પસંદગી કરી. આના માટે આ કપલ કઠોર પરિસ્થિતિઓની વચ્ચે 20 કલાકની ગંદી યાત્રા માટે ભારે-ભરખમ, ઘણી લાંબી અને દુનિયાની સૌથી ખતરનાક માલગાડી, ટ્રેન ડૂ ડેઝર્ટ, પર ચઢ્યા અને ફોટોશૂટ કરાવ્યું. તેમણે કહ્યું, અમે ઇચ્છતા હતા કે અમારુ હનીમૂન અનોખુ અને ખાસ છે. કંઇક એવુ જે અમને આખી ઝિંદગી યાદ રહે. તો આ સફેદ રેતી, સમુદ્ર અને તાડના ઝાડોની વચ્ચે સંભવ નહોતું. હું દુનિયામાં 150થી વધુ દેશોમાં જઇ ચૂક્યો છું. અમે બન્ને દુનિયાની ઘણી સુંદર ચીજો જોઇ ચૂક્યા છીએ. એટલે અમે આ કરવાનો નિર્ણય કર્યો.
ટ્રેન ડૂ ડેઝર્ટ એક એટલાન્ટિક કિનારા પર નૌઆદિબૌમાં પોર્ટથી જોરાટમાં લોખંડની ખાણો સુધી એક દૈનિક સેવાનું સંચાલન કરે છે. ક્યારેક ક્યારેક પેસેન્જર કારોને પણ માલગાડીથી જોડી દેવામાં આવે છે. પરંતુ મોટાભાગે નહીં. મૉરિટાનિયાના લોકો ઓરથી ભરેલી માલવાહક કારોની ઉપર બેસીને મફતમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે આ જોખમી છે પરંતુ તે જોખમ તે ઉઠાવે છે. એટલે અહીં ટ્રેનમાંથી પડવાની ઘટનાઓ સામાન્ય છે. અને રણનું તાપમાન દિવસે 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે અને રાતે ઝીરો ડિગ્રી સેલ્સિયસ ઘટી જાય છે.
ક્રિસ્ટિજને આ તસવીરોને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ સાથે શેર કરી છે. ડેલીમેઇલ સાથે વાત કરતા ક્રિસ્ટિજને કહ્યું, અમે લગ્ન કર્યા અને લોકોની આશાથી બિલકુલ અલગ હનીમૂન પર જવાનનો નિર્ણય કર્યો.
INSTAGRAM ID: - kristijanilicic
વાંચવા બદલ ધન્યવાદ. તમારા સુંદર વિચારો અને રચનાત્મક પ્રતિક્રિયાને શેર કરો અને જો તમે આ આર્ટિકલ સારો લાગે તો લાઇક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો