ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે!

Tripoto
6th Jan 2022

છત્તીસગઢના કવર્ધા ગામથી 18 કિમી દૂર, મૈકાલ પહાડીઓની ગોદમાં એક આહલાદક હોમસ્ટે બનાવવામાં આવ્યો છે. ભોરમદેવ જંગલ રિટ્રીટ એ આદિવાસી ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરાવતો એક ખૂબ જ આકર્ષક હોમસ્ટે છે. આ હોમસ્ટેની ખાસ વાત એ છે કે તેને Outlook Responsible Tourism Awardની હોમસ્ટે કેટેગરીનો ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ભોરમદેવ જંગલ રિટ્રીટ: પરફેક્ટ રૂરલ ટુરિઝમ

Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 1/11 by Jhelum Kaushal

શું કામ તમારે ભોરમદેવ જંગલ રિટ્રીટની મુલાકાત લેવી જોઈએ?

આ હોમસ્ટે શરુ કરવા પાછળ મુખ્ય હેતુ મહેમાનોને ગામડાના લોકોનાં જીવનનો અનુભવ કરાવવો અને તેમની સંસ્કૃતિ પ્રત્યે સભાન બનાવવાનો છે. મહેમાનો પાસે શિષ્ટ રીતે રોકાણની અપેક્ષા રાખવામાં આવે છે.

આ વિશાળ પ્રાંગણમાં અનેક અવનવી વસ્તુઓ/પ્રવૃત્તિઓની વ્યવસ્થા રાખવામાં આવી છે એટલે આખી જગ્યા એક્સપ્લોર કરવાની ખૂબ મજા આવે છે. વળી, અહીં દિવસમાં ત્રણ ટેન્ક ઘરનું બનેલું પરંપરાગત સ્વાદિષ્ટ ભોજન પણ આપવામાં આવે છે.

Tripotoનું સૂચન: હોમસ્ટેની બાજુમાં જ વહેતી નદીકિનારે બ્રેકફાસ્ટ એ તમારો યાદગાર અનુભવ બની રહેશે.

Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 2/11 by Jhelum Kaushal

પ્રોપર્ટી ખાતે કરવાલાયક પ્રવૃત્તિઓ:

Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 3/11 by Jhelum Kaushal
Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 4/11 by Jhelum Kaushal
Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 5/11 by Jhelum Kaushal
Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 6/11 by Jhelum Kaushal
Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 7/11 by Jhelum Kaushal

નજીકની ટ્રાઈબલ માર્કેટમાંથી ખરીદી કરો.

હોમસ્ટેની ટીમ સાથે 100 કિમી દૂર આવેલા કાન્હા નેશનલ પાર્કની મુલાકાત લો.

મંદિરોમાં સાંજની પૂજાનો લાભ લો, ગામડાંની મુલાકાત લો.

‘છત્તીસગઢના ખજુરાહો’ તરીકે જાણીતા મંદિરોની મુલાકાત લો.

Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 8/11 by Jhelum Kaushal
Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 9/11 by Jhelum Kaushal
Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 10/11 by Jhelum Kaushal
Photo of ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવે છે ભારતનો આ એવોર્ડ વિનિંગ હોમસ્ટે! 11/11 by Jhelum Kaushal

ભોરમદેવ જંગલ રિટ્રીટ કોના માટે આદર્શ છે?

જે કોઈ પણ ભારતની મૂળ સંસ્કૃતિને નજીકથી જોવા માંગતા હોય, કોઈ ઓફબીટ પ્રવાસ કરવા માંગતા હોય, પરિવાર કે મિત્રો સાથે ક્વોલિટી સમય પસાર કરવા માંગતા હોય તેમના માટે ભોરમદેવ જંગલ રિટ્રીટ આદર્શ છે.

ભોરમદેવ જંગલ રિટ્રીટ કેવી રીતે પહોંચવું?

છત્તીસગઢની રાજધાની રાયપુરથી તે 3 કલાકના અંતરે આવેલું છે.

સૌથી નજીકનું રેલવે સ્ટેશન– બિલાસપુર (109 km), દુર્ગ (130 km), રાયપુર (133 km)

સૌથી નજીકનું એરપોર્ટ – રાયપુર (133 km), જબલપુર (265 km), નાગપુર (341 km)

મોટા શહેરોથી અંતર – રાયપુર (133 km), જબલપુર (265 km), નાગપુર (341 km)

ક્યારે જવું?

ઓકટોબરથી માર્ચ વાતાવરણ ખૂબ સારું હોય છે તેથી તે શ્રેષ્ઠ સમય છે.

કિંમત:

રોકાણ અને 3 ટંક ભોજન માટે પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5500 રૂ ખર્ચ થાય છે. અલબત્ત, આ એક ખૂબ જ યાદગાર અનુભવ બની રહેશે..

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads