ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઉટીનું બીજું નામ 'ઉદગમંડલમ' પણ છે. દક્ષિણ ભારતના સૌથી પ્રખ્યાત સ્થળ પર રજાઓ વિતાવવા માટે અમે એક યોજના બનાવી છે.
કેવી રીતે પહોંચવું ઉટી?
હવાઈ માર્ગ: કોઇમ્બતુર એરપોર્ટ - અંતર 77 કિમી
રેલમાર્ગ: મેટ્ટુપાલાયમ સ્ટેશન - અંતર 80 કિમી
વાહનમાર્ગ: ઘણી જ બસ અને ટેક્ષી સેવા ઉપલબ્ધ છે.
ઉટીના ફરવાલાયક સ્થળો
દિવસ 1 - દોડાબેટ્ટા
સમુદ્રતટથી 8650 ફૂટ ઉંચાઈ પર આવેલું ઉટીથી 9 કિમી દૂરનું દોડાબેટ્ટા દિવસની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે.
પ્રવેશ - 6 રૂપિયા પ્રતિ વ્યક્તિ
સમય - સવારે નવથી છ
ટીપ- અહીંયા તડકો વધુ પડતો હોવાથી સનસ્ક્રીન સાથે રાખવું
ભવાની
દોડાબેટ્ટાથી ભવાની સરોવર અને રસ્તામાં એવલેન્ચ લેક, એમેરલેન્ડ લેક અને ભવાની મંદિર એ ઉટીની દરેક પ્રકારની સુંદરતા જોવા માટે બેસ્ટ જગ્યા છે.
બોટાનીકલ ગાર્ડન, ઉટી
3000 વર્ષોથી પણ જુના વૃક્ષો ધરાવનાર આ બોટાનીકલ ગાર્ડનમાં વૃક્ષો, છોડ, ઓર્કિડ, કેક્ટસ અને અન્ય ઘણી જ પ્રજાતિના વૃક્ષો છે. મે મહિનામાં અહીંયા અદભુત ફૂલોનું પ્રદર્શન પણ થાય છે.
પ્રવેશ - 30 રૂપિયા પ્રતિ વ્યક્તિ
સમય - સવારે નવથી છ
ટીપ - કેમેરા માટે અહીંયા વધારાના 50 રૂપિયા ફી આપવી પડે છે.
ક્યાં ખાવું?
કરી એન્ડ રાઈસ રેસ્ટોરન્ટ
1399 થી 1950 માં મૈસુર પર રાજ કરનાર વાડિયાર ફેમિલીમાંથી પુરા ઉટીમાં ફેમસ એવા આ રેસ્ટોરન્ટમાં શાહી પકવાન માણો.
નહાર ચંદન વેજિટેરિયન રેસ્ટોરન્ટ
ઈડલી સંભાર અને ગરમ ગરમ કૉફીટ તથા અન્ય સાઉથ ઇન્ડિયન ભોજન માટે અહીંયા જરૂર જાઓ.
અલ્સ સિક્રેટ
ઇટાલિયન ખાણીપીણીના શોખીનો માટે કિંગ્સ ક્લિફ હોટેલમાં બનેલી આ હોટેલ શ્રેષ્ઠ છે. 100 વર્ષથી પણ જૂની અંગ્રેજ સમયની આ ઇમારત ખુબ જ સુંદર છે.
કોકોપોડ્સ ચોકલેટ
ચોકલેટ પ્રેમીઓ માટે અહીંયા ડાર્ક, પ્લેન, અને અન્ય ચોકલેટ આઈસક્રીમ ઘણી જ ફેમસ છે.
ક્યાં રહેવું?
5 સ્ટાર હોટેલ - ताज सेवॉय होटल, अकॉर्ड हाइलैंड ऊटी, स्टर्लिंग ऊटी फर्नहिल
4 સ્ટાર હોટેલ - विंका वेस्ट डाउन्स हेरिटेज रिसोर्ट, लेपर्ड रॉक विल्डरनेस रिसोर्ट, डेस्टिनी फार्म स्टे
બજેટ હોટેલ - शरलॉक, व्योमिंग हेरिटेज, होटल लाइटहाउस
હોસ્ટેલ અને હોમસ્ટે - ज़ॉस्टल ऊटी, रिफ्लेक्शंस गेस्टहाउस, बिलबेरी कॉटेज एट स्टंपफील्ड्स
ઉટીની આજુબાજુ શું જોવું?
કુન્નુર અને કોડાઇકેનાલ
કૂનૂર ઉટીથી 20 કિમી દૂર છે અને અહીંયા ઘણા બધા હેરિટેજ ગેસ્ટ હાઉસ અને હોટેલ્સ છે. અહીંથી નીલગીરીના સુંદર દ્રશ્યો પણ જોઈ શકાય છે.
કોડાઇકેનાલ ઉટીથી 250 કિમી અને કુનુરથી 230 કિમી દૂર છે. તામિલનાડુની આ જગ્યા દક્ષિણભારતની રાજકુમારી તરીકે પણ ઓળખાય છે. સ્ટાર આકારનું એક તળાવ અહીંયા છે જ્યાં ઘણા કપલ અને હનીમૂન કપલ્સ આવે છે. ઉપરાંત અહીંયા ધોધ અને કુદરતી દ્રશ્યો પણ જોઈ શકાય છે.
.