
ભારતના કેટલાક શહેરોમાં હોળીનું એક અલગ જ રૂપ જોવા મળે છે. જાણો કયા અંદાજમાં મનાવાય છે આ શહેરોમાં હોળીનો તહેવાર.
હોળીનો તહેવાર હવે નજીકમાં જ છે. ભારતના દરેક ભાગમાં હોળીનો તહેવાર ઘણી ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને વહેલી સવારથી જ શુભકામના પાઠવતા નજરે પડે છે, બપોરે રંગ સાથે ઉજવણી થાય છે તો સાંજે એક-બીજાના ઘરે અલગ-અલગ પ્રકારના પકવાનની જ્યાફત ઉડાડવામાં આવે છે. આ ખુશીના પ્રસંગે ઘણાં લોકો અને શહેર એક અલગ અંદાજમાં હોળીનો તહેવાર મનાવે છે.
જી હાં, ભારતમાં કેટલીક એવી જગ્યાઓ પણ છે જ્યાં હોળીનું એક અલગ સ્વરૂપ અને અંદાજ પણ જોવા મળે છે. આ જગ્યાઓ પર ઘણાં દેશી અને વિદેશી મહેમાનો હોળીનો તહેવાર મનાવવા આવે છે. આજે આ લેખમાં અમે આપને કેટલીક એવી જગ્યાઓ અંગે બતાવીશું જ્યાં હોળીનો એક અલગ અંદાજ જોવા મળે છે. જ્યાં તમે પણ જઇને હોળીનો આનંદ ઉઠાવી શકો છો. તો ચાલો જાણીએ આ અંગે...
હમ્પી
કહેવાય છે કે દક્ષિણ-ભારતમાં હોળીનો તહેવાર ઘણાં ઉત્સાહ સાથે નથી ઉજવાતો. પરંતુ કર્ણાટકનું હમ્પી શહેર એક એવું સ્થાન છે જ્યાં હોળીનો બિલકુલ અલગ જ અંદાજ જોવા મળે છે. અહીં હોળીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવે છે. કહેવાય છે કે હોળીનો દિવસ રંગો સાથે શરૂ થાય છે અને બધા લોકો તુંગભદ્રા નદી અને તેમાંથી નીકળતી સહાયક નહેરોમાં સ્નાન કરે છે. સાથે જ ઢોલ-નગારાની સાથે ગલી-ગલીમાં ફરે છે અને એકબીજાને રંગ લગાવે છે. અહીં ઘણાં વિદેશી પ્રવાસી પણ હોળીના દિવસે આવે છે.

પંજાબ
ભારતના પંજાબમાં હોળીનો તહેવારનું એક અલગ નામ છે અને અંદાજ પણ અલગ જ છે. કહેવાય છે કે પંજાબમાં હોળીને હોલા મહોલ્લા નામથી ઓળખવામાં આવે છે. પંજાબમાં આનંદપુર સાહિબમાં હોલા મહોલ્લાનું આયોજન થાય છે. કહેવાય છે કે અહીં રંગોની સાથે તલવારબાજી, ઘોડે સવારીનું આયોજન થાય છે. આ દિવસે અલગ અલગ જગ્યાએ લંગરમાં હલવો, ગુજીયા અને માલપુવા પણ લોકોને પીરસવામાં આવે છે. કહેવાય છે કે અહીં 6 દિવસો સુધી હોળી મનાવવામાં આવે છે.

ગોવા
હોળીનો તહેવાર ગોવામાં પણ ઘણી ધૂમધામથી મનાવવામાં આવે છે. કહેવાય છે કે અહીં હોળીને શિમગો-ઉત્સવ નામથી ઓળખવામાં આવે છે. હોળીના દિવસે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. કહેવાય છે કે ગોવામાં હોળીના અંતિમ દિવસે બધા સમુદ્રોને રંગોથી સજાવવામાં આવે છે. જ્યાં દેશની સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ હોળી મનાવવા આવે છે. મહત્વનું છે કે વાસ્કો, મડગાંવ જેવી જગ્યાઓ પર એક અલગ જ રૂપ જોવા મળે છે.

મણિપુર
જે અંદાજમાં ઉત્તર-ભારત અને દક્ષિણ ભારતમાં હોળીનો તહેવાર મનાવવામાં આવે છે તે જોવાલાયક છે પરંતુ નોર્થ-ઇસ્ટમાં પણ હોળીનું એક અલગ જ સ્વરૂપ જોવા મળે છે. મણિપુરમાં યોસાંગ ઉત્સવના નામથી તે જાણીતું છે અને આ ઉત્સવ પાંચ દિવસો સુધી ચાલે છે. આ પાંચ દિવસોમાં ઘણાંબધા પ્રોગ્રામનું આયોજન થાય છે. જેમાં ખુબ ધામધૂમ થાય છે. હોળીના એક દિવસ પહેલા અહીંના સ્થાનિક લોકો અને બાળકો ઘરે-ઘરે જઇને પૈસા એકઠા કરે છે અને હોળીના દિવસે આ પૈસાથી બેન્ડ ખરીદીને હોળીના દિવસે વગાડવામાં આવે છે.

આ જ રીતે મથુરાના અલગ-અલગ શહેરોમાં પણ હોળીની ઉજવણીનો એક અલગ જ અંદાજ જોવા મળે છે. જો તમે હોળીની અસલ મજા ઉઠાવવા માંગો છો તો મથુરાની સાથે ભારતની આ જગ્યાઓ પર હોળીમાં જઇ શકો છો.
તમને આ આર્ટિકલ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો