વિજયાદશમી એટલે દશેરા પર હિંદુઓ માટે મોટી ખુશખબરી આવી. દુબઇમાં પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન થઇ ગયું. આ મંદિરને સામાન્ય જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. એટલે કે હવે આ મંદિરમાં જઇને કોઇપણ વ્યક્તિ પૂજા-પાઠ કરી શકશે. આની પહેલા મુસ્લિમ રાષ્ટ્ર દુબઇમાં કોઇ મંદિર હતુ નહીં. જેના કારણે અહીં રહેતા હિંદુઓને તહેવારો પર પોતાના ઘરમાં જ પૂજાપાઠ કરવા પડતા હતા.
સફેદ માર્બલથી બન્યું છે મંદિર
આ હિંદુ મંદિર જેબેલ અલીમાં અમીરાતના કોરિડોર ઓફ ટોલરેન્સમાં આવેલું છે. મંદિર 70,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ મંદિરને બનાવવા માટે સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની છત પર ઘંટ લગાવવામાં આવ્યા છે અને આને સંપૂર્ણ રીતે હિંદુ જ્યામિતીય ડિઝાઇનથી બનાવાયું છે. ભારતના ટોચના પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં આ ભવ્યા મંદિરના કપાટ આધિરારિક રીતે ખોલી નાંખવામાં આવ્યા.
મંદિરની બાજુમાં ચર્ચ-ગુરુદ્વારા
આ મંદિરની ખાસ વાત એ પણ છે કે તેના પરિસરમાં ચર્ચ, ગુરુદ્વારા સહિત ઘણાં ધાર્મિક સ્થળ છે. આ મંદિર જાબેલ અલી વિસ્તારમાં છે. આ વિસ્તારને વર્શિપ વિલેજ કે પૂજા ગામ પણ કહેવામાં આવે છે. જેના કારણે અહીં 6 ચર્ચ અને શિખ શ્રદ્ધાળુ માટે ઘણું જ સુંદર ગુરુ નાનક દરબાર ગુરુદ્ધારા પણ છે. મંદિરમાં બધા દેશો અને ધર્મના લોકો આવી શકે છે. અહીં શિખોનો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ પણ રાખવામાં આવ્યો છે.
મંદિરમાં ડિજિટલ લાયબ્રેરી
મંદિરમાં ડિજિટલ લાયબ્રેરી પણ બનાવવામાં આવી છે. વૈદિક ભાષા સાથે જોડાયેલી માટે ફિઝિકલ અને ઓનલાઇન ક્લાસિસ પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. આ હોલમાં એક મોટું 3ડી પ્રિન્ટેડ ગુલાબી કમળ છે. જે આખા ગુંબજ પર નજરે પડે છે અને તેને સુંદર બનાવી દે છે. જરૂરિયાત મંદ લોકોની મદદ માટે મેડિકલ અને એજ્યુકેશનલ ફેસિલિટીઝ પણ હશે. અહીં હિંદી અને અરબીમાં નિર્દેશ લખવામાં આવ્યા છે. કિચનમાં એકસાથે હજારો લોકોનું ભોજન તૈયાર થશે. મંદિરના નિર્માણ પર અંદાજીત 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંદિરમાં ક્યૂઆર કોડથી મળશે પ્રવેશ
હિંદુ મંદિર મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓના પ્રવેશ માટે પોતાની વેબસાઇટના માધ્યમથી ક્યૂઆર કોડ એપોઇન્ટમેન્ટ બુકિંગ પ્રણાલીને પણ સક્રિય કરી છે. ક્યૂઆર કોડ દ્વારા ભક્તોને ભીડ અને અન્ય પરેશાનીઓમાંથી પસાર નહીં થવું પડે. તેનાથી મંદિરમાં વ્યવસ્થા અને સામાજીક અંતર સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે.
મંદિર ખુલવા અને બંધ થવાનો સમય
મંદિરની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર અહીં સવારે 6:30 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી પ્રવેશ ખુલ્લો રહેશે. પ્રવેશ ફક્ત એવા શ્રદ્ધાળુઓને મળશે, જેમણે 5 ઓક્ટોબર માટે મંદિરની ઓફિશિયલ વેબસાઇટથી બુકિંગ કરાવ્યું હશે. હિંદુ મંદિરમાં દરરોજ લગભગ 1000 થી 1200 શ્રદ્ધાળુ દર્શન કરી શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો