જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા

Tripoto
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 1/26 by Paurav Joshi

હિમાચલ પ્રદેશમાં આમ તો ઘણાં ફેમસ ટૂરિસ્ટ સ્પૉટ છે, જો તમે શહેરની ભાગદોડભરી ઝીંદગીથી દૂર કોઇ શાંત જગ્યા પર પરિવારની સાથે સારો સમય પસાર કરવા માંગો છો તો તમારા માટે હિમાચલ પ્રદેશ (Himanchal Pradesh)ના કુલુની બજાર ખીણમાં જીભી ગામ (jibhi village) આદર્શ પર્યટન સ્થળ (tourist destination) સાબિત થશે. બંજાર ખીણ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અને આ ખીણમાં સ્થિત જીભી ગામ વિદેશી અને બહારના રાજ્યોના પર્યટકોને ઘણું આકર્ષિત કરે છે. જંગલ અને ખેતરોની વચ્ચે વસેલા જીભી ગામમાં શાંતિને અંદરથી અનુભવ કરી શકે છે. અહીં તમે પક્ષીઓના કલબલાટના અવાજને સ્પષ્ટ રીતે સાંભળી શકો છો.

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 2/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 3/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 4/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 5/26 by Paurav Joshi

કુદરતી સુંદરતા -

જીભી ગામનું સોંદર્ય કોઇને પણ આ જગ્યાના દિવાના બનાવી શકે છે. પહાડી પક્ષીઓના મધુર ગીત, આકાશને આંબતા દેવદારના ઉંચા-ઉંચા વૃક્ષ, ઝાડના પાંદડાનો સરસર કરતો અવાજ, મીઠો તડકો અને મહેકતા રંગીન જંગલી ફૂલ આ જગ્યાને એટલા સુંદર બનાવી દે છે કે જે અહીં એકવાર આવે છે તે તેને ક્યારેય નથી ભૂલી શકતા. પ્રકૃતિ પ્રેમીઓ જ નહીં, પક્ષી પ્રેમીઓ માટે પણ આ જગ્યા ઘણી ખાસ છે. અહીં પહાડી પક્ષીઓની અંદાજે 181 પ્રજાતિઓ જોવા મળે છે. સ્થાનિક લોકો અનુસાર જુના જમાનામા જીભી ગામમાં બ્રિટિશ રુટ કેવળ માટી અને પથ્થરથી બનેલું હતું.

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 6/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 7/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 8/26 by Paurav Joshi

જીભીમાં જઇને તમે શું-શું કરી શકો છો-

જાલોરી પાસ-

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 9/26 by Paurav Joshi

3000 મીટરની ઊંચાઇ પર સ્થિત આ પાસથી જીભીનો શાનદાર નજારો જોઇ શકાય છે. દેવદારના વનોથી ઘેરાયેલા આ પાસ પર પહોંચીને તમે જાતને ઘણાં શાંત અનુભવશો.

સેરોલસર સરોવર-

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 10/26 by Paurav Joshi

જાલોરી પાસે 6 કિલોમીટરનું ચઢાણ કર્યા પછી તમને આ સુંદર સરોવરના દર્શન થશે. અહીં તમે કેમ્પિંગનો આનંદ ઉઠાવી શકો છો.

ઝરણા -

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 11/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 12/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 13/26 by Paurav Joshi

જીભીના જંગલોમાં તમને અનેક ઝરણાં જોવા અને તેના પાણીમાં ન્હાવાની તક મળશે. ઝરણાની પાસે ઘણાં પુલ બનાવ્યા છે. અહીં તમે સોશિયલ મીડિયા માટે ફોટોઝ ખેંચી શકો છો.

ચૈની કિલ્લો -

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 14/26 by Paurav Joshi

1500 વર્ષ જુનો આ કિલ્લો પહાડી વાસ્તુકળાનો અદ્ભુત નમુનો રજુ કરે છે. અહીં 40 મીટર ઊંચો એક લાકડીનો ટાવર છે જ્યાંથી હિમાચલ પ્રદેશના શાનદાર વ્યૂ જોવા મળે છે.

શ્રૃંગ ઋષિ મંદિર -

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 15/26 by Paurav Joshi

ચૈની કિલ્લાની પાસે બનેલા આ મંદિરના દર્શન કરવા દૂર-દૂરથી લોકો આવે છે. આની આસપાસ ખીલેલા ફૂલ અને ગાઢ ઝાડ આની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે.

ટ્રેકિંગ -

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 16/26 by Paurav Joshi

ટ્રેકિંગના શોખીનો માટે પણ જીભી ગામ એક આદર્શ પર્યટન સ્થળ છે. અહીં તમે હિમાલયન નેશનલ પાર્ક સુધી ટ્રેકિંગ કરીને અને અહીંના ઇકો-ઝોનમાં સ્થિત ગામમાં રહેવાની અનુમતિ લઇને પોતાનો શોખ પૂરો કરી શકે છે. જીભી ગામાં ગથર ટૉપ, રોલા જળધોધ અને શિલ્પ હટ ટ્રેક જેવા શાનદાર ટ્રેક છે. જીભીની આસપાસ રહેલા ગુશેની, સેંજ અને પેરખી જેવા ગામોમાંથી તમને ટ્રેકિંગ માટે ગાઇડ પણ મળી જશે. આ ઉપરાંત ફળોના બગીચા અને જંગલની વચ્ચેથી જીભી જળધોધ સુધી પહોંચવાનો રોમાંચક અનુભવ થાય છે. આ જળધોધના વહેતા પાણીમાંથી બનતા બે ઇન્દ્રધનુષ જોઇને પર્યટક રોમાંચિત થઇ જાય છે. જીભી ગામ ફરવાનો સૌથી સારો સમય માર્ચથી મે સુધીનો હોય છે. કારણ કે જે સમયે દેશના અન્ય ભાગમાં ગરમી હોય છે, ત્યારે જીભીના માહોલમાં ઠંડક હોય છે.

ક્યાં ખાશો -

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 17/26 by Paurav Joshi

જીભીમાં ઘણાં ઢાબા અને ટી-સ્ટોલ આવેલા છે. અહીં તમે સ્વાદિષ્ટ પહાડી ભોજન અને ચાનો આનંદ ઉઠાવી શકો છો. આ ઉપરાંત, Jibhi Delight Cafe, Mother's Cafe, Hari Om Cafe જેવી રેસ્ટોરન્ટ્સમાં પણ જઇ શકાય છે જ્યાં સર્વ કરવામાં આવતા ખાવાના દરેક જણ વખાણ કરે છે.

કેવી રીતે પહોંચશો -

જીભી ગામ મનાલી અને દિલ્હીની વચ્ચે આવેલું છે. તમે શિમલા, ચંદીગઢ અને પંજાબ રાજ્યના મોટા શહેરોથી સરળતાથી અહીં પહોંચી શકો છો. જીભીથી નજીકનું એરપોર્ટ લગભગ 51 કિલોમીટર દૂર કુલુનું ભુંતર એરપોર્ટ છે. જીભીથી નજીકનું રેલવે સ્ટેશન બૈજનાથ રેલવે સ્ટેશન છે. આ લાઇન મીટર ગેજ છે. અહીં આવવા માટે પઠાણકોટથી ટ્રેન મળે છે. જીભી પહોંચવા માટે કુલુથી સીધી બસ સેવા ઉપલબ્ધ છે. કુલુ હિમાચલ પ્રદેશ રાજ્ય પરિવહન નિગમની બસ સેવાના માધ્યમથી પ્રદેશ સહિત અન્ય મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. શિમલા, પઠાણકોટ, ચંદીગઢ અને નવી દિલ્હીથી કુલુ માટે બસ સેવા ઉપલબ્ધ છે.

Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 18/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 19/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 20/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 21/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 22/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 23/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 24/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 25/26 by Paurav Joshi
Photo of જીભી ગામમાં જોવા મળે છે હિમાચલની અદ્ભુત સુંદરતા 26/26 by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads