મણિમહેશ ટ્રાવેલ ગાઇડઃ હિમાચલનું વધુ એક કુદરતી રત્ન, કંઇક આ રીતે કરો એક્સપ્લોર

Tripoto
Photo of મણિમહેશ ટ્રાવેલ ગાઇડઃ હિમાચલનું વધુ એક કુદરતી રત્ન, કંઇક આ રીતે કરો એક્સપ્લોર 1/4 by Paurav Joshi

કહેવાય છે કે જીવન ઘણું નાનુ છે તો તેને ફરતા ફરતા કેમ ન જીવી શકાય? પોતાના જીવનને દિશા આપવી હોય તો ફરવાનુ શરુ કરી દો. હિમાચલમાં કુદરતી સુંદરતા ધરાવતી ઘણી જગ્યાઓ છે અને આવી જ એક જગ્યા છે મણિમહેશ.

Photo of મણિમહેશ ટ્રાવેલ ગાઇડઃ હિમાચલનું વધુ એક કુદરતી રત્ન, કંઇક આ રીતે કરો એક્સપ્લોર 2/4 by Paurav Joshi

મણિમહેશ કૈલાસ પર્વત એવો પર્વત છે જેને આજ સુધી કોઇ ચઢી શક્યું નથી. માઉન્ટ એવરેસ્ટને જીતનારા લોકો પણ આ પર્વતને આંબી શકતા નથી. આ મણિમહેશ કૈલાસ પર્વત પર ઘણી સુંદર જગ્યાઓ છે જે જોવાલાયક છે. તેમાંની જ એક છે મણિ મહેશ લેક જે આ જગ્યાની સુંદરતાને સ્વર્ગ બનાવે છે.

મણિમહેશ

Photo of મણિમહેશ ટ્રાવેલ ગાઇડઃ હિમાચલનું વધુ એક કુદરતી રત્ન, કંઇક આ રીતે કરો એક્સપ્લોર 3/4 by Paurav Joshi

મણિમહેશ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવે છે અને ભરમોરથી થોડાક જ કિલોમીટર દૂર છે. સમુદ્રની સપાટીએથી 4,080 મીટરની ઉંચાઇ પર સ્થિત મણિમહેશ પીર પંજાલના પર્વતોથી ઘેરાયેલું છે. અહીં તળાવ છે ડલ સરોવરના નામથી પણ ઓળખાય છે. કહેવાય છે કે ભગવાની શિવે દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા પછી આ સરોવર બનાવ્યું હતું. સરોવર સાથે આવી ઘણી કથાઓ સંકળાયેલી છે. આ જગ્યાને ભગવાન શિવનું ઘર પણ કહેવાય છે. વર્ષમાં એક વાર અહીં મેળો ભરાય છે. આસપાસના લોકો આ મેળામા ભાગ લેવા આવે છે.

શું જોવા જેવું છે?

1. મણિ મહેશ યાત્રા

મણિમહેશની યાત્રાને બીજી કૈલાસ માનસરોવરની યાત્રાના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં સુધી પહોંચવા માટે ચંબાથી ભરમૌર પહોચવાનું રહેશે. ચંબાથી ભરમૌર સુધી આરામથી બસ મળી જશે. ભરમૌરથી મણિમહેશ યાત્રા શરુ થાય છે. આના માટે તમારે 13 કિ.મી. લાંબો ટ્રેક કરવો પડશે. મણિ મહેશ ટ્રેક હિમાચલના સૌથી સુંદર ટ્રેકમાંનો એક છે.

ભરમૌરથી હડસરનું અંતર 20 કિ.મી. દૂર છે. અહીં સુધી ટેક્સીથી પહોંચી શકાય છે. હડસરથી આ ટ્રેક શરુ થશે. શરુઆતી એક કિ.મી. સુધી તો આ ટ્રેક સરળ રહેશે. ત્યાર બાદ તમારા મગજ પર ચઢાણ હાવી થઇ જશે. ત્યારબાદ તમે ધન્ચો પહોંચશો. સમુદ્રની સપાટીએથી 2,280 મીટરની ઊંચાઇ પર સ્થિત આ જગ્યાથી ખીણની સુંદરતા જોઇને તમે અભિભૂત થઇ જશો.

ત્યાર બાદ તમારા રસ્તામાં કમલ કુંડ મળશે અને પછી ગૌરી કુંડ આવશે. ગૌરી કુંડથી લગભગ 1 કિ.મી. દૂર મણિમહેશ સરોવર છે. અહીં સુધી પહોંચવા માટે તમે થાકી જશો પરંતુ અહીંના દ્રશ્યો આગળ વધવાની હિંમત આપશે. સરોવર પર પહોંચ્યાના કેટલાક કલાકો પછી તમે અહીં રોકાઇ શકો છો. ત્યાર બાદ તમે પાછા ફરી શકો છો. આવા દ્રશ્યો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે.

2. મણિમહેશ લેક

મણિમહેશ યાત્રાનું સૌથી મુખ્ય આકર્ષણ અહીંનું સરોવર છે. આ સરોવર બે ભાગમાં વહેંચાયેલુ છે. એક ભાગને શિવ કટોરી અને બીજો ભાગ ગૌરી કુંડ કહેવાય છે. શિવ કટોરી ભગવાન શિવના સ્નાન કરવાની જગ્યા છે અને ગૌરી કુંડ દેવી પાર્વતીના સ્નાન કરવાની જગ્યા છે. ચારેબાજુ પહાડોથી ઘેરાયેલી આ ઘણી જ સુંદર જગ્યા છે.

3. હડસર વોટરફૉલ

Photo of મણિમહેશ ટ્રાવેલ ગાઇડઃ હિમાચલનું વધુ એક કુદરતી રત્ન, કંઇક આ રીતે કરો એક્સપ્લોર 4/4 by Paurav Joshi

મણિમહેશની યાત્રા જ્યાંથી શરુ થાય છે ત્યાં એક વૉટરફૉલ છે, હડસર ફૉલ્સ. પહાડોની વચ્ચે વોટરફૉલને જોવાનું પોતાનામાં એક અલગ જ લ્હાવો છે. તમારુ મન કરશે કે થોડાક સમય રોકાઇને આ જગ્યાને મનભરીને જોઇ લેવામાં આવે.

કેવી રીતે પહોંચશો?

ફ્લાઇટથી

ફ્લાઇટથી: જો તમે ફ્લાઇટથી મણિમહેશ જવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા નજીકનું ગગ્ગલ કાંગડા એરપોર્ટ છે. ગગ્ગલથી ભરમૌર લગભગ 175 કિ.મી.દૂર છે. ભરમૌર સુધી તમે બસ કે ટેક્સી દ્ધારા આરામથી પહોંચી શકો છો.

ટ્રેનથીઃ મણિમહેશથી સૌથી નજીકનું પઠાણકોટ રેલવે સ્ટેશન છે. પઠાણકોટથી ભરમૌરનું અંતર લગભગ 160 કિ.મી. છે. તમે બસ કે ટેક્સી દ્ધારા ભરમૌર પહોંચી શકો છો. ત્યાર બાદ તમે મણિમહેશ આરામથી પહોંચી શકો છો.

વાયા રોડઃ રોડ દ્ધારા મણિમહેશ આરામથી પહોંચી શકાશે. પઠાણકોટ, ધર્મશાળા, ડેલહાઉસીથી ભરમૌર માટે બસો ચાલતી રહે છે. આ ઉપરાંત, પોતાની ગાડીથી પણ ભરમૌર પહોંચી શકાય છે. ત્યાર બાદ મણિમહેશ સુધી પહોંચવા માટે 13 કિ.મી.નો ટ્રેક કરવો પડશે.

વાયા હેલીકોપ્ટરઃ જો તમે મણિમહેશનો લાંબો ટ્રેક નથી કરવા માંગતા તો પછી તમે હેલીકોપ્ટરથી જઇ શકો છો. હેલીકોપ્ટરથી તમે ભરમૌરથી ગૌરી કુંડ સુધી પહોંચી જશો. ત્યાર બાદ તમારે ફક્ત 1 કિ.મી.નો ટ્રેક કરવો પડશે. આનું રિઝર્વેશન ભરમૌર અને ચંબામાં થાય છે. હેલીકોપ્ટરનું ભાડું 8 હજાર રુપિયાથી શરુ થાય છે.

ક્યારે જશો?

મણિ મહેશ આવવા માટે જૂનથી ઓક્ટોબર સુધીનો સમય સારો રહેશે. ત્યાર બાદ અહીં બરફ સિવાય કશુ નહીં મળે. ટ્રેક દરમિયાન તમે કેમ્પમાં રહેશો.

ધ્યાનમાં રાખવા જેવી બાબત

1. પોતાની સાથે ગરમ કપડા, ખાવાનું અને પાણી લઇને જાઓ. સરોવર પાસે તમને કંઇ નહીં મળે.

2. ટ્રેક દરમિયાન લઇ જનારી બધી જરુરી ચીજો સાથે રાખો કારણ કે ક્યારે શું થાય તે નક્કી નહીં.

3. ટ્રેક દરમિયાન પોતાના સાથીઓથી દૂર ન જાઓ.

4. કેમેરાને ફુલ ચાર્જ કરીને રાખો કારણ કે આવી જગ્યાઓ પર ફોટો કમાલનો આવે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads