રાજસ્થાનની હેરિટેજ રેલવે લાઇન મને લઇ આવી રાજસ્થાનના દાર્જીલિંગ: ગોરમ ઘાટ

Tripoto

રાજસ્થાનનું એવું હિલ સ્ટેશન જ્યાં પહોંચવા માટે અમારી પાસે રેલવે સિવાય બીજો કોઇ રસ્તો નથી.

આ છે ગોરમ ઘાટ. રાજસ્થાનની એકમાત્ર હેરિટેજ રેલવે લાઇન પર અરવલ્લીના પહાડીઓમાં બનેલું સ્ટેશન જ્યાં ટ્રેનમાં જતાં મને બંગાળના હિલ સ્ટેશન દાર્જીલિંગની યાદ આવી ગઇ.

વર્ષ 1932માં બ્રિટિશ રાજના અફસરોએ રાજસ્થાનના મેવાડ વિસ્તારમાં રેલવે લાઇન પાથરી. આ રેલવે લાઇન મારવાડથી મેવાડને જોડે છે. પરંતુ તેને બનાવવાનું કામ એટલું સરળ નહોતું. સારા સારા એન્જિનિયરોનો પરસેવો છુટી ગયો હતો. પહાડોમાં 2 સુરંગ ખોદવી અને 172 નાના મોટા પુલ બનાવવા કોઇ સરળ કામ નથી.

એક મીટર પહોળી આ રેલવે લાઇન ઉપરાંત રાજસ્થાનના દાર્જિલિંગ: ગોરમ ઘાટ જવાનું કોઇ સાધન નથી. રસ્તો પણ નથી.

અહીં છે ગોરમ ઘાટ

રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લાનું એક ઘણું જ નાનકડું રેલવે સ્ટેશન છે ગોરમ ઘાટ. આ અરવલ્લીના પહાડોમાં બનેલું એક નાનકડું રેલવે સ્ટેશન છે જ્યાંથી દિવસમાં ફક્ત બે જ ટ્રેન આવે અને જાય છે. 30 જૂન સુધી અહીં જવા માટે સ્પેશ્યલ ટ્રેન ચાલી રહી છે તો જો તમારામાંથી કોઇ જવા ઇચ્છે તો તમને સરળતા રહેશે. અહીં રોકવાની કોઇ જગ્યા નથી. એટલે જ્યારે મે અહીં ફરવા જવાનો પ્લાન બનાવ્યો તો મને આ અંગે જણાવાયું કે જો સવારની ટ્રેન પકડીને હું અહીં ફરવા જઉં તો સાંજે રિટર્ન ટ્રેનમાં જરૂર પાછો ફરું.

યાત્રા શરૂ થઇ

હું જોધપુરમાં હતો જ્યારે મને ગોરમ ઘાટ અંગે ખબર પડી. ઇન્સ્ટાગ્રામ પર અહીંના ફોટોઝ જોયા તો મને અહીં જવા માટે બેગ બાંધી લીધી. ઇ-રેલ પર સર્ચ કરવા પર જાણ્યું કે ગોરમ ઘાટ સુધી જોધપુરથી કોઇ સીધી ટ્રેન નથી. હાં, જો હું મારવાડ જંકશન રેલવે સ્ટેશન પહોંચી જાઉં તો ત્યાંથી મને ગોરમ ઘાટની ટ્રેન મળી શકે છે. મારવાડ જંકશન રેલવે સ્ટેશન અંગે જાણીતા લેખ રુડયાર્ડ કિપલિંગનું પુસ્તક ધ મેન હુ વુડ બી કિંગમાં લખ્યું છે.

જોધપુરમાં મારવાડ જંકશન, પછી ગોરમ ઘાટ

જોધપુરથી મારવાડ જંકશન ફક્ત 100 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવા માટે આમ તો જોધપુરથી ઘણી ટ્રેનો છે. પરંતુ મારવાડ જંકશનથી ગોરમ ઘાટ જતી ટ્રેન સવારે 6.10 વાગે ઉપડે છે. ટ્રેનને પકડવા માટે હું જોધપુર સ્ટેશનથી સવારે 3 વાગે ઉપડતી ટ્રેનમાં નીકળી પડ્યો. સવારે સૂરજ નીકળતા પહેલા સાડા પાંચ વાગે મારવાડ જંકશન પહોંચ્યો અને 6.10 વાગ્યાની ટ્રેન પકડી લીધી.

સવારે 07.50 પર ગોરમ પહોંચીને મેં આળસ મરડી અને મારી બેગ ઉપાડીને જ હું જોગમંડી ઝરણા તરફ નીકળી ગયો. આ ઝરણું ગોરમઘાટથી અડધા કિલોમીટર નજીક જ છે. સવારનું સ્નાન ઝરણામાં કર્યા બાદ મને ટ્રેકિંગ માટે નીકળવાનું હતું.

અહીં અમે ટ્રેકિંગ કરવા માટે ગોરખનાથ મંદિર જઇ શકો છો. ગોરમઘાટથી ફક્ત અઢી કિલોમીટર દૂર આ મંદિરનો રસ્તો ઘણો સાંકડો અને રોમાંચક છે. પરંતુ મારે આ ટ્રેક ન્હોતો કરવાનો.

એક વાગ્યા સુધી આસપાસ ફરીને હું પાછો ગોરમઘાટ સ્ટેશને આવ્યો. અહીંથી છેલ્લી ટ્રેન 12.50 પર નીકળી ગઇ હતી. હવે આ રૂટ પર બીજી ટ્રેન બપોરે ત્રણ વાગે ઉપડવાની હતી. વચ્ચેના 2 કલાક ટ્રેક બિલકુલ સુમસામ હતો. મારે અહીં જ ટ્રેક કરવાનો હતો. હું ટ્રેક પર પગપાળા જ ખામલી ઘાટ સ્ટેશન તરફ નીકળી ગયો. ગોરમ ઘાટથી ખામલી ઘાટ 14 કિલોમીટર દૂર છે. આરામથી જઇએ તો આ રસ્તો દોઢ કલાકમાં પૂરો કવર થઇ જાય છે.

ટ્રેક પર આંટાફેરા કરતા કરતાં ફોટોગ્રાફી અને આસપાસની હરિયાળી જોઇને હું ક્યારે ખામલી ઘાટ આવી ગયો તેની ખબર જ ન પડી.

પછી બપોરે 03.50ની ટ્રેનમાં બેસીને હું ફરી મારવાડ જંકશન તરફ ચાલી નીકળ્યો. માવલી જંક્શન-મારવાડ જંક્શનનું સૌથી સુંદર સ્ટ્રેચ ઘાટ-ગોરમ ઘાટ છે.

સાંજે 6 વાગે મારવાડ જંક્શન પહોંચીને જોધપુર બાજુ નીકળી ગયો.

ધ્યાન રાખોઃ ગોરમ ઘાટ પર કોઇ હોટલ કે ઢાબો નથી, તો હું આખા દિવસનું ખાવાનું પેક કરીને લઇ ગયો હતો. અહીં રોકાવાની કોઇ જગ્યા નથી તો સાંજની ટ્રેન જરૂર પકડવી પડશે.

રાજસ્થાનમાં ઘણી એવી જગ્યાઓ છે જેને જોઇને લાગે છે કે જાણે કે આ રાજસ્થાનનો હોઇ જ ન સકે. લોકો વિચારે છે કે રાજસ્થાનની સુકી ઉજ્જડ જમીન છે પરંતુ રાજસ્થાનમાં બધા પ્રકારના નજારા જોવા મળે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads