આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો!

Tripoto

ચાલો દૂર શાંત જગ્યાઓ તરફ જઈએ?

જયારે હિમાલયના પહાડો અને ગોવાના તટોથી આપણું મન ભરાઈ ગયું હોય તો ભારતની દૂર શાંત જગ્યાઓ તરફ જવું જોઈએ. એવા ખૂણા જ્યાં આજે પણ ઓછા પ્રવાસીઓ પહોંચી શકે છે. ભારતના એવા પર્યટન સ્થળ જે સુંદર તો છે જ પણ બીજા સ્થળો કરતા અલગ પણ છે.

૧. પશ્ચિમ કામેંગ જિલ્લો , અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશ ખરેખર ઉગતા સૂર્યની ભૂમિ છે. આ જગ્યા આજે પણ ભાગદોડવાળી જિંદગીથી દૂર છે. કદાચ એટલા માટે જ અહી બહુ ઓછા પ્રવાસીઓ આવે છે. જીવનની બધી ચિંતાઓ ભૂલીને અહી પ્રકૃતિની ગોદમાં બેસીને દિરાંગ અને ટીપ્પી ઓર્કિડ સેન્ટર ના ગરમ પાણીના ઝરણાની મજા લઇ શકાય છે. હરિયાળીથી ભરેલ પહાડોના બોમડીલાં હોય કે ભાલુકપોંગ, અરુણાચલના આ જિલ્લા આદિવાસીઓ અને રંગબેરંગી સંસ્કૃતિઓ માટે જાણીતા છે.

પશ્ચિમ કામેંગની યાત્રા કરવા માટે માર્ચથી મધ્ય જૂન અને સપ્ટેમ્બરથી મધ્ય ડિસેમ્બર સૌથી સારો સમય છે.

Photo of આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો! by Jhelum Kaushal

૨. તવાંગ , અરુણાચલ પ્રદેશ

વર્ષોથી તવાંગ લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં છુપાયેલું જ રહ્યું. પરંતુ ઈન્ટરનેટના વધતા પ્રચાર સાથે આ આકર્ષિત જગ્યાની ચર્ચા હવે વિશ્વભરમાં થવા લાગી છે.

અહી પહોંચવાનો રસ્તો દુર્ગમ સેલાપાસથી પસાર થતો હોવાથી આપણે આ ખતરનાખ ખીણોનો આનંદ લેતા આ રસ્તા પરથી મુસાફરી કરવી પડે છે.

આખા વર્ષ દરમિયાન બરફથી ઢંકાયેલ જગ્યાની પાસે ભારતના સૌથી મોટા બૌદ્ધ મઠમાં જઈને આપણને અદ્વિતીય શાંતિનો અનુભવ થશે. નુરાનાંગ ઝરણાની જગ્યા તો એવી લાગે છે જાણે આપણે તે કોઈ બીજી દુનિયાનો ભાગ હોય. માધુરી તળાવની સુંદરતા પણ કંઈક આવી જ છે જેથી દુનિયાભરથી પ્રવાસીઓ અહી આવે છે.

તવાંગ જવા માટે સૌથી સારો સમય માર્ચથી ઓકટોબર સુધીનો છે.

Photo of આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો! by Jhelum Kaushal

૩. બેતલા નેશનલ પાર્ક , ઝારખંડ

ઝારખંડનું બેતલા નેશનલ પાર્ક વાઘોનું ઘર હોવાની સાથે રીંછ , જંગલી ડુક્કર અને ગૌરનું પણ ઘર છે.

કદાચ પ્રકૃતિનું વરદાન જ છે કે આ જગ્યા આટલી આકર્ષક હોવા છતાં મોટા ભાગના લોકોની નજરથી છુપાયેલી છે. અહીના અનેક વૃક્ષો અને છોડની પ્રજાતિઓ વચ્ચે જઈને કોઈનું પણ મન વારંવાર અહી આવવા ઈચ્છે છે.

બેતલા નેશનલ પાર્ક ઝારખંડના પલામુ જિલ્લામાં સ્થિત છે. ઘણી વખત આ જગ્યા શાંતિની તલાશમાં જાણીતા ફોટોગ્રાફર્સ અને પ્રકૃતિ પ્રેમીઓથી આબાદ રહે છે.

ઓક્ટોબરથી એપ્રિલના મધ્ય સુધી જયારે ઠંડી હોય છે ત્યારે આ જગ્યા જગ્યાની સુંદરતા નીખરીને સામે આવે છે.

Photo of આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો! by Jhelum Kaushal

૪. આઈજોલ , મિઝોરમ

આઈજોલ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમની રાજધાની છે. આ જગ્યાની સૌથી ખાસ વાત એ છે કે આજે પણ અહીના સીધા લોકોએ પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિને સાચવીને રાખી છે. હિમાલયની ગોદમાં વસેલ આ શહેરની ઉત્તર સીમા પર આપણને દૂર્તલાંગના પહાડો જોવા મળશે.

થોડી મુશ્કેલ ચઢાણ પછી આ પહાડ પરથી આઈજોલ શહેરને જોવાથી તમને સ્વર્ગ જેવો અનુભવ થશે. મિઝોરમ પ્રદેશની બનેલ વાંસની હસ્તકલા એટલી આકર્ષક છે કે તે આપણું ધ્યાન ત્યાં ખેંચે છે. અહીના લોકોને રંગોથી ખુબ જ લગાવ હોય છે જે અહી મળતા કપડામાં જોઈ શકાય છે.

આઈજોલ ફરવા માટેનો સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે.

Photo of આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો! by Jhelum Kaushal

૫. ઝૂકો વૈલી , નાગાલેન્ડ

હિમાલયની ગાઢ ખીણોમાં ઝુકો વૈલી ટ્રેક એક જાદુઈ ક્ષેત્ર છે. ઘણીવાર અહી અનુભવી ટ્રેકર પોતાની ક્ષમતા ચકાસવા અહી આવે છે.

આ જગ્યા એટલી એકાંત અને શાંત છે કે મોટાભાગે લોકો કોહીમાથી વિસવેમાં ગામ સુધી શેયર્ડ ટેકસીમાં આવે છે. આ ચઢાઈવાલી જગ્યામાં જરૂરતનો સામાન અને ખાવા પીવાની વસ્તુઓ પણ મુશ્કેલીથીથી મળે છે એટલે મોટાભાગના લોકો ખાવા પીવાનો સામાન સાથે લઈને જ યાત્રાનો શુભારંભ કરે છે.

ઝુકો વૈલી ટ્રેક ચઢવાનો સારો સમય ઓક્ટોબરથી મે સુધીનો હોય છે.

Photo of આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો! by Jhelum Kaushal

૬. ચોફેમાં ટુરિસ્ટ વિલેજ , નાગાલેન્ડ

ચોફેમાં ટુરિસ્ટ વિલેજ વીર અંગામી લોકોનું ઘર છે. આ લોકો કોહિમા શહેરની આસપાસની ખીણોમાં ઘણા વર્ષોથી રહે છે.દુનિયાથી અલગ રહેતા અંગામી લોકોએ હવે મહેમાનો માટે પોતાના ઘરના દરવાજા ખોલી દીધા છે. આપણે બધા સ્વાદિષ્ટ ખાવાના શોખીન છીએ , જો ત્યાં પહોંચતા આપણું સ્વાગત ભાતથી બનેલ શરાબ અને વાંસથી બનતા વ્યંજનોથી થાય તો કેવું રહે? આના સિવાય અસલી નાગા વ્યંજનો પણ અહી ચાખી શકાય છે. દુનિયાથી અલગ તેમના રીતિરિવાજ અને રહેવાની રીત કોઈ પણ યાત્રીને આશ્ચર્યચકિત કરી દેશે.

આમ તો ઓક્ટોબરથી મે સુધી ક્યારે પણ અહી જાય શકાય છે પણ ફેબ્રુઆરીમાં અહી અંગામી સેક્રેનયી ઉત્સવ દરમિયાન અહીની રોનક સૌથી સારી હોય છે. ત્યારે આસપાસના ઘણા બીજા જનજાતિના લોકો ઉત્સવ મનાવવા માટે ભેગા થાય છે.

Photo of આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો! by Jhelum Kaushal

૭. ઉનાકોટિ , ત્રિપુરા

ભારત અને બાંગ્લાદેશની સીમાની પાસે જ સ્થિત છે ત્રિપુરા રાજ્યનું ઉનાકોટિ પવિત્ર સ્થળ. ખડકો પર કોતરેલી આકૃતિઓ આ જગ્યાની સૌથી ખાસ વાત છે જે રાજ્યની રાજધાનીથી લગભગ ૧૭૮ કી.મી. દૂર છે. જો તમને પુરાતત્વિય સ્થળોમાં રસ છે તો તમારે અહી જરૂર આવવું જોઈએ. ભગવાન શિવમાં આસ્થા રાખતા લોકો માટે આ જગ્યા ધાર્મિક સ્થળથી ઓછી નથી. આ જગ્યા એવી લાગે છે જાણે કોઈ માઁના આંચલમાં છુપાયેલું બાળક જેના પર કોઈની નજર ઓછી જ પડે છે. તેની પાસે રેલવે સ્ટેશન ૨૦ કી.મી. દૂર છે.

ઉનાકોટિ ફરવા સૌથી સારો સમય ઓક્ટોબરથી મે સુધીનો છે જયારે ત્યાં થોડી થોડી ઠંડી પડે છે.

Photo of આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો! by Jhelum Kaushal

૮. ચિત્રકૂટ અને તીરથગઢ , છતીસગઢ

છતીસગઢ ભારતનું એવું રાજ્ય છે જેને આજે પણ ખુબ જ ઓછા લોકોએ જોયું છે. ચિત્રકૂટ ઝરણું છત્તિસગઢમાં એવી જગ્યા છે જ્યાં જઈને યાત્રી અવાક રહી જાય છે. પથરેલાં પહાડોની વચ્ચેથી જયારે ઇન્દ્રાવતી નદી ચિત્રકૂટ ઝરણાથી વહે છે ત્યારે તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. કેટલાક લોકો તો તેને બસ્તર જિલ્લાની શાન માને છે છે. છત્તિસગઢમાં એવું ઘણું બધું છે જે પ્રવાસીઓને અહી ખેંચી લાવે છે. ચિત્રકુટથી ૩૫ કી.મી. દૂર એક બીજું ઝરણું છે જે ચિત્રકૂટ જેટલું જ સુંદર છે. યાત્રીઓને ક્યારેય નિરાશ ન કરતુ તીરથગઢ ઝરણું સદીઓથી અવિરત વહેતુ આવ્યું છે.

આ જગ્યા ફરવા માટેનો સૌથી સારો સમય જુલાઈથી ઓક્ટોબર સુધીનો છે.

Photo of આ ૮ જગ્યા છે ભારતનો છુપાયેલો ખજાનો , આ સ્વર્ગથી સુંદર પ્રવાસને તમારા ટ્રાવેલ લીસ્ટનો ભાગ બનાવો! by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads