ભારતની માઉન્ટેન રેલવેની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાંની એક
કાલકા-શિમલા ટ્રેન તમને 500 રુપિયામાં 15 સ્ટેશનો પર વિશ્વના સૌથી સુંદર રૂટ પર લઈ જાય છે. જી હા, કાલકા-શિમલા ટ્રેનની સવારી પાછી આવી ગઈ છે. જે તમને વિશ્વના સૌથી સુંદર માર્ગ પર લઈ જાય છે. વિશ્વના હેરિટેજ રેલ્વેમાં સૂચિબદ્ધ, કાલકાથી શિમલા માર્ગ ભારતીય રેલવે નેટવર્ક પર એક નેરોગેજ રેલવે લાઇન છે જે ભારતના હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાને, રાજ્યના મુખ્ય શહેર કાલકા સાથે જોડે છે. હકીકતમાં કાલકાથી શિમલા ટ્રેન માર્ગને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) દ્વારા ભારતની માઉન્ટેન રેલવેની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે.
આ ટોય ટ્રેન 103 ટનલ અને 800 પુલ પરથી પસાર થાય છે.
વળી આ આકર્ષક માર્ગનો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક રેલવે માર્ગમાં માત્ર 96 કિમીના અંતરે ઊંચાઈમાં સૌથી ઝડપી વધારો કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાલકાથી શિમલા સુધીની ટોય ટ્રેનની સવારી એકદમ રોમાંચક અને સાહસિક છે કારણ કે તે મનોહર શિવાલિક પર્વતો તેમજ રસ્તામાં રહસ્યમય હિમાલયના મનોહર દૃશ્યો દેખાડે છે. રસ્તામાં ટોય ટ્રેન 103 ટનલ અને 800 પુલ પરથી પસાર થાય છે. કાલકા અને શિમલા વચ્ચે ટ્રેનનુ અંતર 96 કિલોમીટર છે અને ટોય ટ્રેનમાં મુસાફરીનો સમય 5 કલાકથી 7 કલાક લાગે છે. આ માર્ગ પરની પ્રથમ ટ્રેન હોપ-ઓન, હોપ-ઓફ કાલકા-શિમલા ટ્રેન સેવા, તમને 1903 માં બ્રિટિશરો દ્વારા બાંધવામાં આવેલા 96 કિલોમીટર નેરોગેજ રેલવે વિભાગની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પર લઈ જાય છે.
આ રેલવે વિભાગ કે જે 118 વર્ષથી વધુ જૂનો છે, તેને 'માઉન્ટેન રેલવે ઓફ ઇન્ડિયા' તરીકે પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. માત્ર ત્રણ વર્ષમાં 103 ટનલ અને 800 નાના પુલ સાથે તેને એન્જિનિયરિંગ ચમત્કાર તરીકે જોવામાં આવ્યું હતું. કાલકા-શિમલા હેરિટેજ ટ્રેન ફરી શરૂ થઈ છે તેના વિશે તમને ખબર તો હોવી જ જોઈએ ને. કાલકા-શિમલા હેરિટેજ ટ્રેન તમને હિમાચલમાં આનંદદાયક પ્રવાસ પર લઈ જાય છે.
ઉત્તર રેલવે ઝોનના અંબાલા વિભાગે એક જ ટિકિટ પર હોપ-ઓન, હોપ-ઓફ કાલકા-શિમલા ટ્રેન સેવા રજૂ કરી, જે સમગ્ર કેલેન્ડર વર્ષ માટે માન્ય છે. કોવિડની બીજી લહેરને કારણે આ માર્ચમાં ટોય ટ્રેનો બંધ કરવામાં આવી હતી, જેના કારણે ટ્રેનનો વ્યાપ શૂન્ય થઈ ગયો હતો. ટ્રેનની સવારી હંમેશા આનંદદાયક જ હોય છે. કાલકા-શિમલા ટ્રેન હવે 16 સ્ટેશનોમાંથી પસાર થાય છે અને અંતે શિમલા પહોંચે છે. એક જ ટિકિટ ખરીદો અને કાલકા-શિમલા રેલ વિભાગના તમામ આકર્ષણોની મુલાકાત લો. કાલકા-શિમલા હેરિટેજ ટ્રેનમાં પુખ્ત વયના લોકો અને બાળકો માટે ટિકિટની કિંમત; એક દિવસની પુખ્ત વયના લોકો માટે ₹ 500 અને 5 થી 12 વર્ષના બાળક માટે ₹ 250 છે. બે દિવસની પુખ્ત વયના લોકો અને બાળકો માટે ભાડું અનુક્રમે ₹ 800 અને 400 છે. ત્રણ દિવસની મુસાફરી માટે ટ્રેનનું ભાડું પુખ્ત વયના લોકો માટે ₹ 1000 અને બાળકો માટે ₹ 500 હશે.
યાત્રી, સીટોની ઉપલબ્ધતા અને ટ્રેનના સમયપત્રકના આધારે કોઈપણ સ્ટેશન પર ચડી અથવા ઉતરી શકે છે. 96 કિલોમીટરના ભવ્ય રેલ માર્ગ ઉપરાંત પ્રવાસીઓ તમામ પંદર સ્ટોપ પર ઇન્ટરનેટ સુવિધાનો પણ આનંદ માણી શકે છે.
જ્યારે તમે શિમલામાં હોવ ત્યારે, ધ મોલ અને રોક ગાર્ડનની મુલાકાત લેવા માટે સમય જરુર નીકાળો. શિમલાની બહાર મુસાફરી કરવી હોય તો રોક ગાર્ડનની મુલાકાત અવશ્ય લો.