ફરતા ફરતા આપણે કેટલીક વાર એવી જગ્યાએ પહોંચી જઈએ છીએ જેના વિશે આપણે સપનામાં પણ ન વિચાર્યું હોય. એ નાની જગ્યા વિશે આપણને ખબર પણ નથી હોતી પણ ફરતા ફરતા આપણે ત્યાં પહોંચી જઈએ છીએ. દરેક ફરવાવાળા કાશીની સફર જરૂર કરવા માંગે છે. કાશીને જોયા વગર પ્રવાસ અધૂરો માનવામાં આવે છે. શું તમને ખબર છે તમિલનાડુની એક જગ્યાને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. તો આજે દક્ષિણનું કાશી કહેવાતા સુંદર તેનકાસી વિશે જાણીએ.
તેનકાસી તમિલનાડુનું એક મહત્વનું શહેર છે અને હાલમાં જ તેને રાજ્યનો ૩૪મો જિલ્લો બનાવવામાં આવેલ છે. તેની પહેલા તેનકાસી તિરુનેલવલી નો ભાગ હતું. પશ્ચિમી ઘાટ પર વસેલ તેનકાસી શહેરમાં વેરવિખેર નદી વહે છે. તેનકાસી તિરુવંતપુરમથી ૧૦૮ કી.મી. દૂર છે. પાંડ્યાન શાસક દ્વારા તેનકાસીની સ્થાપના થઇ હતી. તેનકાસીનો અર્થ થાય છે દક્ષિણનું કાશી. આ જગ્યા પર પ્રવાસીઓ માટે ઘણું બધું છે.
૧. કાશી વિશ્વનાથ મંદિર
બનારસની જેમ દક્ષિણના કાશી તેનકાસીમાં પણ એક કાશી વિશ્વનાથ મંદિર છે. ભગવાન શિવને સમર્પિત આ કાશી વિશ્વનાથ મંદિરને ઉલ્લગામ્મન મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. દ્રવિડ શૈલી માં બનેલ આ મંદિર પાંડ્યાન શાસક પરાક્રમા પાંડયાએ બનાવ્યું હતું. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ૧૫૦ ફૂટના ગોપુરા છે. તમિલનાડુમાં બીજું સૌથી મોટું ગોપુરા આ મંદિરમાં જ છે. ભગવાન શિવના સિવાય ઘણા દેવી-દેવતાઓની મૂર્તિ આ મંદિરમાં છે. મંદિરનું નકશીકામ જોવા લાયક છે.
૨. કોટરાલ્લમવોટરફોલ
ઉંચાઈ પરથી પડતું પાણીનું દ્રશ્ય સૌથી સુંદર નજારો છે. તેનકાસીમાં મંદિર સિવાય સુંદર ધોધ પણ છે. તેમાંથી જ એક છે , કોટરાલ્લમ ફોલ. છિત્તર નદી પર સ્થિત આ ધોધ કુત્રાલમ વોટરફોલના નામથી પણ ઓળખાય છે. ૯૮૫ ફૂટની ઉંચાઈથી પડતો આ ધોધ તેનકાસીની સૌથી લોકપ્રિય જગ્યા છે. અહી બેસીને કલાકો સુધી આ વોટરફોલને નિહારી શકાય છે. તેનકાસી જાઓ તો આ જગ્યા પર જરૂર જવું.
૩. સુંદરાપાંડિપુરમ
કેટલીક જગ્યા એટલી સુંદર હોય છે કે આપણે એ જ વિચારીએ છીએ કે આપણે પહેલા અહી કેમ ન આવ્યા? તેનકાસીમાં એક નાનું અને સુંદર ગામ છે, સુંદરાપાંડિપુરમ. આ જગ્યાના લીલાછમ નજારા જોઈને તમે અહીના ફેન થઇ જશો. ઘણી ફિલ્મનું શૂટિંગ આ ગામમાં થયેલ છે. મણિરત્નમ ની મૂવી રોજાનું શૂટિંગ પણ અહી થયું હતું. તમે આ સુંદર ગામની યાત્રા જરૂર કરવા માંગશો.
૪. થિરુમલાપુરમ મંદિર
તેનકાસીમાં કાશી વિશ્વનાથ મંદિર સિવાય પણ ઘણા મંદિર છે. તેમાંથી જ એક શાનદાર મંદિર છે , થિરુમલાપુરમ મંદિર. તેનકાસી શહેરથી ૨૪ કી.મી. દૂર પર આ મંદિર બનેલ છે. થિરુમલાપુરમ પર્વત પર બનેલ આ મંદિરને પહાડોને કાપીને બનવવામાં આવેલ હતું. તેની સિવાય તેનકાસીમાં કોટરાલ્લાનાથર મંદિર અને કુત્રાલાનાથરી મંદિર પણ છે. કહેવાય છે કે આ એ જ મંદિર છે જ્યાં ભગવાન શિવે અગસ્ત ઋષિને કૈંલાશ પર્વત પર તેમના અને દેવી પાર્વતીના વિવાહને જોવાની મંજૂરી આપી હતી.
૫. કલક્કડ મુંદનથુરાઈ ટાઇગર રિઝર્વ
તેનકાસીની યાત્રા પર જાઓ તો તેમાં કલક્કડ મુંદનથુરાઈ ટાઇગર રિઝર્વ ને જરૂર સામેલ કરવું. તેની વગર તમારી દક્ષિણ યાત્રા અધૂરી રહેશે. કલક્કડ મુંદનથુરાઈ ટાઇગર રિઝર્વ ૧૯૮૮માં સ્થાપિત થયું હતું. ૮૧૭ વર્ગ કી.મી. માં ફેલાયેલ અભ્યારણ્ય દક્ષિણ ભારતની સુંદર જગ્યાઓમાંથી એક છે. કલક્કડ મુંદનથુરાઈ ટાઇગર રિઝર્વ ઘણા જંગલી જાનવરો અને પક્ષીઓનું ઘર છે.
ક્યારે જવું?
મંદિરોના આ શહેરમાં આમ તો તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે જઈ શકો છો પણ જો તમે તેનકાસીની સુંદરતા જોવા ઈચ્છો છો તો તમારે જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે જવું જોઈએ. તેના સિવાય શિયાળામાં પણ જઈ શકો છો. તે સમય દરમિયાન આ જગ્યા પણ ઘણા ફેસ્ટિવલ પણ હોય છે જેમાં તમે ભાગ લઇ શકો છો. તેનકાસીમાં ઘણી હોટલો છે જેમાં તમે રોકાઈ શકો છો.
કેવી રીતે પહોંચવું?
તેનકાસીથી સૌથી નજીકનું એરપોર્ટ ૧૧૩ કી.મી.દૂર તિરુવંતપુરમમાં છે. તેનકાસીમાં રેલવે સ્ટેશન પણ છે જે દેશના મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે. તેનકાસી માટે તમિલનાડુમાં ઘણા શહેરોથી બસ પણ મળે છે. જો તમે પોતાની ગાડીથી આવો છો તો દક્ષિણના કાશીનું સફર વધારે શાનદાર થઇ જશે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ