જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવીએ ત્યારે સૌથી પહેલા આપણા દિમાગમા ત્યાની ખુબસુરતીનો અને હોટેલ બુક કરવાનો વિચાર આવે. આવુ મારી સાથે તો દર વખતે થાય છે, કદાચ તમારી સાથે પણ થતુ હોય. પણ ઘણી વાર આપણે વધારે ખર્ચો થાશે એવુ વિચારીને આપણા મન મારી ફરવા નથી જતા. પણ હું તમને એમ કહુ કે આ વીકેંડ તમારે લક્ઝરી હોટેલમા ખર્ચો કરવાની જરુર નહિ પડે તો? કેમ કે તમારુ કામ 500 થી 1000 મા આસાનીથી થઈ જશે, જેમા તમને એક સારા મા સારા રૂમની સાથે દેશી રીતે કરવા જેવી ઘણી એક્ટિવીટીઝ મળશે જે તમને તમારા ગામડાની યાદ અપાવશે. તમને થતુ હશે કે એવી જગ્યાઓ આખરે છે ક્યાં? તો તમને જણાવી દઉ કે આવી જગ્યાઓ દિલ્હીની આજુબાજુ જ છે. કદાચ તમને જાણીને આશ્ચર્ય પણ થયુ હોય. તો ચાલો આજે અમે તમને એ ફાર્મ હાઉસ પર લઈ જઈયે જ્યા ઓછા પૈસામા ખુબ બધી મસ્તી કરી શકો છો. એમાથી અમુક નામો તો તમે સામ્ભળ્યા જ હશે.
1. પ્રતાપગઢ ફાર્મ:
દિલ્હીથી માત્ર 55 કિમી દુર આ ફાર્મ હરિયાણાના ઈજ્જરમા બનેલુ છે. આ ફાર્મમા તમને લીલાછમ બગીચાઓ પ્રાકૃતિક નજારાઓને ભંડાર જોવા મળશે. આ એક એવી જગ્યા છે જ્યા આવીને તમે કેટલાય પ્રકારની એક્ટિવિટિઝ કરી શકો છો અને અહિ રોકાઈને સુંદર સમય પસાર કરી શકો છો. અહિ તમને વિવિધ પ્રકારની સવારીથી લઈ એથનિક ગેમ્સ, આઉટડોર અને ઈનડોર એક્ટિવિટિઝ એમ બધુ જ મળી રહેશે. ખરેખર કહુ તો અહિ તમને એ બધુ જ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય. આ ફાર્મ હાઉસ ખાસ તો બાળકો માટે ફેમસ છે. તો રાહ શેની જુઓ છો? તમારા પરિવાર કે મિત્રો સાથે આ સ્થળનો પ્લાન બનાવી જ લો.
અડ્રેસ: પટૌડી રોડ, જિલ્લા ઈજ્જર, ઈજ્જર.
2. ચોખી ઢાણી:
મિત્રો, તમે પણ ફરવા માટે કે મનોરંજન માટે કોઈ ફાર્મ હાઉસ કે રિસોર્ટની શોધમા છો તો ચોકી ઢાણી તમારી માટે બેસ્ટ ઓપ્શન છે જેનો કોઈ જવાબ નથી. તમે અહિ તમારી અનુકુળતા મુજબ બુકિંગ કરી બીજી ઘણી સુવિધાનો આનંદ લઈ શકો છો. આ જગ્યા તમને ગામડાની યાદ અપાવશે. અહિની વિલેજ થીમ તમને ખુબ શાંતીપુર્ણ માહોલ આપશે. તમારી જાણ ખાતર કહી દવ કે ચોકી ઢાણી ફાર્મ હાઉસ તેના ઓથેંટિક રજસ્થાની ભોજન માટે ઓળખાય છે. તેની અલગ અલગ શહેરોમા ઘણી બ્રાંચ છે. જ્યા ભોજનની સાથે સાથે તમે રાજસ્થાની સંસ્કૃતિનો પણ અનુભવ લઈ શકો છો.
અડ્રેસ: 64મો મિલનો પત્થર, NH-1, ગનૌર, હરિયાણા.
3. ઓમેરા ધ ફાર્મ સ્ટે:
દિલ્હીની આસપાસ ફરવા અને રહેવા માટે આ એક સુંદર ફાર્મ હાઉસમાનુ એક છે. અહિની માટીની બનેલી ઝુંપડીઓ એકદમ ગામડા જેવો લુક આપે છે. આ સિવાય આ ફાર્મ હાઉસ જિમ, સ્વિમિંગ પુલ અને ચારેય બાજુ હરિયાળીથી ઘેરાયેલુ છે. ગાર્ડન એરિયામા બેસી તમે આરામથી બ્રેકફાસ્ટ એંજોય કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમે તમારા પાલતુ જાનવર પણ અહિ લાવી શકો છો. ગુરુગ્રામ પાસે આવેલી આ જગ્યા ઓર્ગેનિક ફાર્મમા રહેવા માટેની એક બેસ્ટ જગ્યા છે. તમે પણ દિલ્હી એનસીઆરની ગરમીથી ત્રાસી ચુક્યા હો તો જલ્દીથી આ વિકેંડ ઓમેરા ફાર્મ હાઉસ પર જવાનો પ્લાન બનાવો.
અડ્રેસ: સેક્ટર 111 બજઘેરા, ગુરુગ્રામ.
4. કસ્બા રિસોર્ટ:
સોનિપતમા સ્થિત કસ્બા રિસોર્ટ, ફેમિલિ વિકેંડ માટેની બેસ્ટ જગ્યાઓમાનુ એક છે. તમે અહિ કમ્ફર્ટેબલ ટેંટમા રહી શકો છો જે કેટલીય સુવિધાઓથી સજ્જ છે. આ સાથે તમે અહિ અનેક પ્રકારના ભોજન સર્વ કરવાવાળા રેસ્ટોરંટનો આનંદ પણ લઈ શકો છો. આ ફાર્મ હાઉસનુ બુકિંગ કરાવતા પહેલા અન્ય સુવિધાની પણ જાણકારી અચુક મેળવી લેજો. અહિ તમે તમારી ચોઈસ મુજબ રહેવાની જગ્યા નક્કી કરી શકો છો. જાત જાતના પક્ષીઓ, અલગ-અલગ પ્રકારના સ્પોર્ટ્સ જેવી કેટલીય એક્ટિવિટિઝ અહિ અવેલેબલ છે જે તમને એક મિનિટ માટે પણ બોર નહી થવા દે.
અડ્રેસ: 64મો માઈલસ્ટોન, નેશનલ હાઈવે-1, તહસીલ-ગનૌર, સોનીપત.
5. ગોલ્ડન ટર્ટલ ફાર્મ:
આમોદના નામે પણ ઓળખાતી આ સુંદર પ્રોપર્ટી માનેસરમા સ્થિત છે. આ ફાર્મમા તમને અલગ અલગ કેટલીય પ્રવૃત્તિઓ મળી રહેશે જે તમને બોર નહિ થવા દે. જેમ કે તમે સ્વિમિંગ પુલમા મજા કરી શકો છો, ગોલ્ફ, ક્રિકેટ, ફુટબોલ, ફૉસબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, અને કેરમની પણ મજા માણી શકો છો. એટલુ જ નહિ સ્પા અને મસાજની સુવિધા પણ અહિ ઉપ્લબ્ધ છે. આ ફાર્મ હાઉસમા મોટાથી લઈ બાળકો સુધીના દરેક માટે મનોરંજનની તમામ વસ્તુઓ અવેલેબલ છે. તો હવે રાહ કઈ વાતની છે, ફટાફટથી વિક્ન્ડમા નિકળી પડો.
અડ્રેસ: બી 14, બિલાસપુર ચોક, માનેસર.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.