ભારત એ રહસ્યોની ધરતી છે. અને એમાં પણ જો પેરાનોર્મલ અનુભવોની વાત આવે તો ઘણા લોકોના કાં સરવા થઇ જાય છે. ઘણા લોકો ભાનગઢની આવી જ વાતો વિષે જાણતા હશે અને ક્યારેક એનો પ્રત્યક્ષ અનુભવ પણ કરવા માંગતા હશે. ભાનગઢની જેમ જ ભારતમાં અન્ય ઘણા હોન્ટેડ સ્થળો છે જે મોટાભાગના હિલ સ્ટેશન અથવા જંગલો સાથે જ સંકળાયેલા સાંભળવા મળે છે.

આવું જ એક સ્થળ છે કોંકણમાં. મહારાષ્ટ્રથી ગોવા સુધી ફેલાયેલો કોંકણ વિસ્તાર એ એના પશ્ચિમી ઘાટની ઓફ રોડ રાત્રી ટ્રાવેલિંગના રહસ્યમય અનુભવો માટે જાણીતો છે. ઘણા ટ્રેકિંગ ગ્રુપ્સ અથવા ડ્રાઈવરને અહીંયા વિચિત્ર અનુભવો થયા છે.

આ અનુભવોને સ્થાનિકો ચકવા કહે છે. ચકવા એ કોંકણ સંસ્કૃતિની એક સ્પિરિટ માનવામાં આવે છે જે આમ તો હાનિકારક નથી પરંતુ એકલા મુસાફરોને હેરાન કરીને એમાંથી આનંદ લે છે. જોકે સવારે સૂર્યના કિરણો પડતા જ એની અસર જતી રહે છે અને મુસાફરોને પોતાનો રસ્તો મળી રહે છે. એવું પણ બની શકે કે મુસાફરો રાત્રે એકલા સફર ન કરે એ માટે આ વાર્તા ઘડી કાઢવામાં આવી હોય, પણ કોને ખબર?
ઘણા મુસાફરોની જેમ જ મારા 2 મિત્રો આ કોંકણ વિસ્તારના પ્રસિદ્ધ બીચ અને ઘાટ જોવા માટે નીકળ્યા હતા પરંતુ એમને જંગલો સુધી પહોંચતા એમને રાતના 10 જેવો સમય થઇ ચુક્યો હતો.

એ બંને જયારે સ્થાનિક ગામડું પસાર કરીને અંધારા રસ્તા પર આગળ વધ્યા ત્યારે તેમને એ રોડ સાઈડ પર એક ટ્રક પાર્ક કરેલો જોયો, એમને થયું કે આ અંધારા રસ્તામાં ટ્રક શું કરે છે! પરાતનું તેઓ આગળ નીકળી ગયા. તેમના આષ્ચર્ય સાથે આગળ રસ્તા પર એમને એ જ રજીસ્ટ્રેશન નંબર સાથેનો એ જ ટ્રક ફરીથી દેખાયો!

એમના આશ્ચર્ય સાથે આગળ વધતા તેમને એજ ફૂલોની સુગંધ સાથેના વૃક્ષો અને ફરીથી એ જ ટ્રક દેખાયો! અત્યાર સુધી વાર્તાઓમાં સાંભળેલી વાતો એમની સાથે હકીકતમાં બની રહી હતી! ડર લાગતો હતો પરંતુ ગાડી ઉભી રાખવાનો તો સવાલ જ ન હતો! એમને ડ્રાઇવિંગ શરુ રાખ્યું અને આગળ વધતા એમને થોડા ખાલી પડેલા ઘરો દેખાયા.

પછી એક મિત્ર જે આગલા મહિને જ અહીંથી પસાર થયો હતો એને કોલ કરીને મદદ લઈને એ લોકો માંડ સાચા રસ્તે પહોંચ્યા! બીજા દિવસે ગામડાના લોકો પાસેથી એમને "ચકવા" વિષે જાણ્યું. ઘડીભર એમને પણ વિશ્વાસ ન થયો પરંતુ, સ્વીકારવા સિવાય કોઈ રસ્તો ન હતો!
તમને પણ આવા વિચિત્ર અનુભવો થયા હોય તો જણાવો અમને!
.