હરિદ્વાર
આપણને બધાને યાત્રા કરવી પસંદ છે પરંતુ તેના માટે પૈસાની જરૂર પડે છે અને ત્યારે આપણે વિચારવું પડે છે અને કદાચ ક્યારેક તેને લીધે ઘણા બધા લોકો યાત્રા નથી કરી શકતા. આજે હું તમને કહીશ કે કેવી રીતે આપણે થોડી પ્લાંનિંગ અને માનસિક રૂપથી ખુદને તૈયાર કરીને ખુબ જ ઓછા બજેટમાં એક સુંદર યાત્રા કેવી રીતે કરી શકીએ.
જો તમે દિલ્લી NCR અથવા તેની આસપાસ રહો છો તો તમને આ આર્ટિકલ ઓછા બજેટમાં યાત્રા કેમ કરવી તેમાં મદદ કરે છે.
જો તમે શહેરની અશાંતિ અને અવાજથી દૂર અને ઑફિસની જોબથી કંટાળી ગયા છો અને શાંતિ ઈચ્છો છો તો રાહ શેની જુઓ છો તમારું બેગ પેક કરો અને નીકળી પડો યાત્રા પર. જો તમારી પાસે એક-બે દિવસની જ રજા છે અને ઓછા બજેટમાં યાત્રા કરવા ઈચ્છો છો તો તમારે કેટલાક પ્લાંનિંગ સાથે યાત્રા શરુ કરવી જોઈએ.
કેવી રીતે પ્લાંનિંગ કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું :-
જો તમે દિલ્લી NCR માં રહો છો તો તમે શનિવાર સવાર કરતા મોડી રાતે યાત્રા પર નીકળી જાવ તો તેનાથી એ ફાયદો થાય કે તમને સાંજે હોટલ અથવા હોસ્ટેલ બુક કરવાની જરૂર નહિ પડે અને તેના પૈસા બચી જશે. દિલ્લીથી હરિદ્વાર લગભગ ૨૪૦ કી.મી. છે અને ઋષિકેશ લગભગ ૨૬૦ કી.મી. છે. દિલ્લીથી હરિદ્વાર પહોંચવામાં તમારે લગભગ ૩:૩૦-૪:૦૦ અને ૪:૩૦-૫:૦૦ કલાકનો સમય લાગે છે અને તમે એકદમ સવારે હરિદ્વાર અથવા ઋષિકેશ પહોંચી જશો. હરિદ્વાર અને ઋષિકેશ બંને જગ્યા ગંગા ઘાટ છે તેથી તમે સીધા ગંગા ઘાટ પહોંચીને સ્નાન કરીને તમારી યાત્રાનો બાકીનો પડાવ શરુ કરી શકો છો.
દૈનિક ક્રિયા પૂરી કરવા માટે તમને અહી સુલભ કોમપ્લેક્સ મળી જશે જેનો તમે ઉપયોગ કરી શકો છો.
આ યાત્રા એવા લોકો માટે સારી પડશે જેમની પાસે એક જ દિવસની રજા છે. જો તમારી પાસે ૨ દિવસની રજા છે અને તમે યાત્રા કરવા ઈચ્છો છો તો તમે શુક્રવારે મોડી રાતે યાત્રા શરુ કરો અને સવારે તમે હરિદ્વાર પહોંચી જશો.
હરિદ્વાર પહોંચીને તમારે અહી ' હર કી પૌરી' પર સ્નાન કરી અને પછી આગળની યાત્રા શરુ કરવી. ગંગા સ્નાન કર્યા પછી તમે અહી પ્રથમ પૂજ્ય માઁ ગંગામા દીપ પ્રગટાવીને પછી અહી ઘાટ પર ઉપસ્થિત મંદિરમાં પૂજા કરી શકો છો.
મેં જે યાત્રા કરી હતી તે એક દિવસના હિસાબથી કરી હતી તો અમે દિલ્લીના કાશમીરી ગેટથી( હું અને મારો એક દોસ્ત સાકેત) અમે બંને એક જ ઓફિસમાં જોબ કરીએ છીએ રાતે લગભગ ૧૧:૦૦ વાગ્યે ઉત્તર પ્રદેશ પરિવહનની બસમા હરિદ્વાર માટે નીકળી ગયા. દિલ્લીથી હરિદ્વાર સુધીનું એક વ્યક્તિનું ભાડું લગભગ ૨૪૦ રૂપિયા હતું. અમે ૪:૦૦ વાગ્યે હરિદ્વાર બસ સ્ટેન્ડ પહોંચી ગયા. બસ સ્ટેન્ડથી હર કી પૌરી લગભગ ૧ કી.મી. દૂર છે જ્યાં તમે ચાલીને અથવા રિક્ષાથી જઈ શકો છો.
હરની પૌરી પર પહુચીને અમે સ્નાન કર્યું અને તે પછી માઁ ગંગાની આરાધના દીપ પ્રગટાવ્યું, તેના પછી ઘાટ પર ઉપસ્થિત મંદિર મા પૂજા કરી અમે પાસમાં જ પહાડી પર સ્થિત માઁ મનસા દેવી મંદિરના દર્શન કરવા નીકળી ગયા.
માઁ મનસા દેવીનું મંદિર હરની પૌરીની પાસે ઉપર પહાડી પર જ સ્થિત છે. ત્યાં સુધી જવા માટે તમારી પાસે ૨ વિકલ્પ છે- એક તો તમે સીડી ચડીને જઈ શકો છો અથવા રોપ વે દ્વારા પણ જઈ શકો છો. રોપ વે દ્વારા જવા માટે તમને ટિકિટ નીચેથી જ મળી જશે. અમારી પાસે પૂરતો સમય હતો અને સવારનો સમય હતો તેથી અમે સીડી ચડીને જવાનું પસંદ કર્યું કારણ કે ત્યારે ધીમો ધીમો વરસાદ પણ આવતો હતો તેથી વાતાવરણ સારું હતું. ચડવાનો રસ્તો વૃક્ષોથી ઘેરાયેલો છે અને પક્ષીઓ પણ કલરવ કરતા હતા જે મનમોહક હતું. મંદિરની ચઢાઈ ઉપર પહાડી પર છે અને સીડી પણ ઉભી છે તો તમે આરામથી ચાલો નહીંતર તમને થોડીવાર પછી ચાલવામાં મુશ્કેલી પડશે.
રસ્તામાં ઘણા બધા નાના મંદિર છે. ઘણી માતાઓ ગીત ગાતા ગાતા ચડતા હતા. રસ્તામાં વાંદરાથી સાવધાન રહેવું અને તેને ચીડવવા નહિ. લગભગ ૩૦-૪૦ મિનિટ ચાલીને અમે ઉપર મંદિરે પહોંચી ગયા. ઉપર પહોંચીને તમને ચપ્પલ રાખવાની અને હાથ ધોવાની સુવિધા છે. પછી અમે મંદિરમાં દર્શન કર્યા.
ઉપર પહાડી પર વધારે સુંદર નજારા જોવા મળશે જેથી તમે તમારી બધી થકાન ભૂલી જશો. આ મંદિરના ટોપ પરથી તમને આખા હરિદ્વાર શહેરના નજારા જોવા મળશે અને જો તમે ફોટોગ્રાફીના શોખીન છો તો તમે અહી સુંદર ફોટોસ ક્લિક કરી શકો છો. મંદિરમાં બધા ભગવાનના દર્શન કર્યા પછી અમે નીચે આવી ગયા.
મંદિરની સીડીઓ ચડી ઉતરીને અમને ખુબ જ ભૂખ લાગી હતી તેથી અમે એક કચોરીની દુકાન પર સુંદર કચોરીનો નાસ્તો કર્યો અને અમુક સાધુઓ અને જરૂરતમંદ લોકોને પણ નાશ્તો કરાવ્યો. તેના પછી અમે બસ સ્ટેન્ડ આવીને ઋષિકેશ માટે નીકળી ગયા. હરિદ્વારથી ઋષિકેશ લગભગ ૨૫ કી.મી. દૂર છે તેથી અમે ૪૦-૫૦ મિનિટમાં ઋષિકેશ બસ સ્ટેન્ડ પહોંચી ગયા.
ઋષિકેશ બસ સ્ટેન્ડથી ત્રિવેણી ઘાટ લગભગ ૧.૫ કી.મી. છે તો અમે રીક્ષા લઈ ત્રિવેણી ઘાટ પહોંચી ગયા. ત્રિવેણી ઘાટ પર થોડી વાર રહ્યા પછી અમે પાછા રામજુલા માટે નીકળી ગયા. રામજુલા પછી અમારે નીલકંઠ મહાદેવના દર્શન કરવા નીકળવાનું હતું.
મે અને મારા દોસ્તે નક્કી કર્યું હતું કે અમે ઋષિકેશથી નીલકંઠ સુધીની યાત્રા ચાલીને કરવી હતી કારણ કે ઋષિકેશથી નીલકંઠ તરફ આગળ વધીએ તેમ ત્યાંનું દ્રશ્ય અને નજારા ખુબ જ સુંદર લાગે છે પણ ત્યાં જ ખુબ જ વરસાદ આવ્યો તેથી અમે ગાડીથી જવાનું નક્કી કર્યું. રામજુલા પાર કરીને તમે થોડા પરમાર્થ નિકેતન થી ઉપર જશો તો તમને પ્રાઇવેટ ટેકસી સ્ટેન્ડ મળશે. ત્યાંથી અમે શેરીંગમાં ટેકસી કરી અને નીલકંઠ તરફ ગયા.
ઋષિકેશથી નીલકંઠ લગભગ ૩૨ કી.મી. દૂર છે પરંતુ ટેકસીવાળા ભાઈએ અમારી પાસેથી ૨૫૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું લીધું. જેમ જેમ અમે નીલકંઠ તરફ આગળ વધ્યા તેમ ચારેય તરફ મનમોહક દ્રશ્યો અને હરિયાલી જોવા મળી. રસ્તામાં અમને ઘણા તીર્થયાત્રી મળ્યા જે ચાલીને ગાતા ગાતા અને મહાદેવની સ્તુતિ કરતા કરતા જતા હતા.
નીલકંઠ પહોંચીને અમે દર્શન માટે મંદિરમાં આગળ વધ્યા ત્યાં ફરી ખુબ વરસાદ આવવા લાગ્યો પણ સારી વાત એ છે કે મંદિરના પરિસરમાં દર્શન માટે લોકો લાઈનમાં ઉભા રહે તે જગ્યા શેડથી ઢંકાયેલી છે જેથી વરસાદમાં પલળવાથી બચી ગયા. અહી ભક્તોની ખુબ મોટી લાઈન હતી. બધા ભક્તો હર હર મહાદેવનો જયકારો લગાવી રહ્યા હતા. આ મંદિર બિલકુલ પહાડોની વચ્ચે છે અને વરસાદ આવતો હતો અને પહાડો પરથી ઝરણાનું પાણી વહે છે જેના અવાજથી વાતાવરણ ખુબ સુંદર બની જાય છે. થોડીવાર પછી અમે મંદિરના ગર્ભગૃહમા પહોંચીને દર્શન કર્યા અને પછી ફરી ઋષિકેશ માટે નીકળી ગયા.
ઋષિકેશ પહોંચીને અમે ત્યાંથી બસ લઈને હરિદ્વાર આવી ગયા અને ત્યાં પહોંચીને અમે લંચ કર્યો અને પછી કેટલાક અન્ય સ્થાનો અને મંદિરે ફર્યા કારણ કે અમને હરની પૌરી , ગંગા ઘાટ પર સાંજની આરતીની ખુબ રાહ હતી.
સાંજ થવાની જ હતી અમે વહેલા જ ગંગા ઘાટ પહોંચી ગયા કારણ કે અમારે આરતી નજીકથી જોવી હતી. અહી આરતીમાં ખુબ જ શ્રદ્ધાળુઓ હોય છે તો જગ્યા મેળવી મુશ્કેલ છે તેથી મે અને મારા દોસ્તે સમય પહેલા પહોંચીને આરતી થતા મંચથી થોડા ઉપર બેસી ગયા. થોડીવાર પછી આરતી શરુ થઇ જાય છે. બધા શ્રદ્ધાળુઓ શાંત થઈને ગંગા આરતીમાં શામેલ થાય છે. દીપ પ્રગટ્યા પછી ઘાટ દિપકનાં પ્રકાશથી પ્રકાશિત થઇ જાય છે જેનો નજારો ખુબ જ અદભુત છે. ગંગા ઘાટ પર તમને દીપક અને ફૂલ વગેરે વેચતા લોકો મળી જશે જ્યાંથી તમે દીપ લઈને ગંગામાં પ્રજવલિત કરીને પ્રવાહિત કરી શકો છો.
ગંગા આરતી પૂરી થયા બાદ અમે ઘાટ પર જ પ્રસાદ લઈએ છીએ જે ગંગા આરતી સમિતિ દ્વારા આયોજિત થાય છે. પ્રસાદ લીધા પછી અમે ઘાટની આસપાસ થોડું ફર્યા પછી હોટલ પર આવીને ડિનર કરીને બસ સ્ટેન્ડ તરફ આગળ વધ્યા.
અહી તમને રહેવા માટે ઘણા વિકલ્પ છે જેમ કે હોટલ્સ, ધર્મશાળા, હોમસ્ટે વગેરે જે ખુબ ઓછા બજેટમાં મળી જશે.
યાત્રાનો ખર્ચ:-
અમારા બંનેનો કુલ ખર્ચ લગભગ ૨૦૦૦-૨૨૫૦ રૂપિયા જેટલો થયો જેમાં બંને તરફની યાત્રા , ખાવા-પીવાનું બધું સામેલ છે. રાતે અમે બસ લઈને સવારના ૪:૦૦ વાગ્યા સુધીમાં દિલ્લી પહોંચી જઈએ છીએ.
કુલ મળીને આ યાત્રા ખુબ જ દિવ્ય, મનોરમ, સુખદ અને યાદોથી ભરેલ રહી. મિત્રો, તમને આ યાત્રા વિવરણ કેવું લાગ્યું તેનો અનુભવ અને સુજાવ જરૂર આપવો જેથી મને પ્રોત્સાહન મળે અને સાથે જ તમને તમારા પ્રવાસ વર્ણનને વધારે ઉત્તમ બનાવવામાં મદદ કરશે.
આભાર..!!! હર હર મહાદેવ..!!!
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ