એવું કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે ઉત્તરાખંડ સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સતત મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. રાજ્ય સરકાર રસ્તાને સુધારવા માટે તો તમામ શક્ય પ્રયાસો કરી જ રહી છે પરંતુ અહીં આવતા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. તેથી જ, પ્રવાસીઓને આકર્ષવા માટે, ઉત્તરાખંડ સરકાર જાયરોકોપ્ટર ચલાવવાની યોજના બનાવી રહી છે, જેની ફ્લાઇટ ટ્રાયલ ગયા વર્ષે ડિસેમ્બરમાં હરિદ્વારના બૈરાગી કેમ્પમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે Gyrocopter દેશની પ્રથમ એર સફારી હશે, જેમાં અહીં આવતા પ્રવાસીઓ હિમાલયની પર્વતમાળાઓ, શાંત નદીઓ અને સુંદર હવાઈ નજારોનો આનંદ લઈ શકશે. તેમાં બેસીને તમે હિમાચલની પહાડીઓમાં આરામથી ફરી શકશો.
દેશમાં પહેલીવાર લોકો જાયરોકોપ્ટર એર સફારીની મજા માણી શકશે. આ એટલા માટે છે કારણ કે તે શરૂ થવા જઇ રહી છે. ઉત્તરાખંડ ટુરીઝમ દ્વારા પ્રવાસીઓને આ સુવિધા આપવામાં આવશે. લોકો આ હેલિકોપ્ટરના નાના વર્ઝન પર રાઇડ માટે હરિદ્વાર જઈ શકે છે.
હરિદ્વારથી જ તેમાં બેસવાની તક મળશે. તેમાં બેસીને તમે હિમાચલના પહાડોમાં આરામથી ફરી શકશે.
હરિદ્વારમાં જાયરોકોપ્ટર એર સફારી માટે ટિકિટ ક્યાંથી મળશે
આ માટે તમારે હરિદ્વારના બૈરાગી કેમ્પમાં જવું પડશે. તેની યાત્રા અહીંથી જ શરૂ થશે. આવી એડવેન્ચર ટુર શરૂ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે તેની શરૂઆત કરવામાં આવી છે. જાયરોકોપ્ટરની ફ્લાઇટ ટ્રાયલ 16 ડિસેમ્બર 2023ના રોજ હાથ ધરવામાં આવી હતી અને તે સંપૂર્ણ રીતે સફળ રહી હતી.
હરિદ્વાર જાયરોકોપ્ટર એર સફારી માટે ટિકિટની કિંમત
જો તમે જાયરોકોપ્ટરમાં બેસીને હિમાલયની સુંદર પહાડીઓ જોવા માંગો છો તો તમે ઘરે બેઠા પણ તેના માટે ટિકિટ બુક કરાવી શકો છો. એક મુસાફરને તેની રાઇડ માટે લગભગ 5,000 રૂપિયા ચૂકવવા પડશે. 60 કિમીની હવાઈ મુસાફરી માટે ટિકિટની કિંમત 5,000 રૂપિયા રાખવામાં આવી છે. તમે airsafari.in ની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરી શકો છો. જોકે હજુ સુધી બુકિંગ શરૂ નથી થયું.
60 કિમીનો પ્રવાસ પૂરો કરવામાં કેટલો સમય લાગશે?
તમે જાયરોકોપ્ટર એર સફારીમાં બેસીને માત્ર અડધા કલાકમાં 60 કિમીની સફર પૂર્ણ કરી શકશો. અત્યાર સુધીમાં કુલ 7 થી 8 જાયરોકોપ્ટર હરિદ્વાર લાવવામાં આવ્યા છે. તેમના દ્વારા એક દિવસમાં 200 થી 300 મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમાં પાયલોટની સાથે એક જ મુસાફર બેસી શકે છે.
ઉત્તરાખંડ પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, અદ્યતન ટેકનોલોજી અને સુરક્ષા સાથે જર્મનીથી લાવવામાં આવેલ 'જાયરોકોપ્ટર' ઉત્તરાખંડના અજાણ્યા સ્થળોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે પ્રવાસીઓને હિમાલયના આકર્ષક નજારાની સાથે સાહસનો અનોખો અનુભવ પણ મળશે.
ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડે ‘રાજસ એરોસ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ’ સાથે મળીને ‘જાયરોકોપ્ટર’ દ્વારા અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરવાની યોજના બનાવી છે.
ઉત્તરાખંડના વિવિધ પર્યટન સ્થળોની હિમાલય એર સફારી યોજના ‘જાયરોકોપ્ટર’ દ્વારા શરૂ કરવામાં આવશે. 'બ્રેકફાસ્ટ ટુરિઝમ' હેઠળ શરૂ થનારી યોજના હેઠળ, પ્રવાસીઓ હિમાલયની પર્વતમાળાઓ અને શાંત નદીઓના નજારાનો આનંદ માણતા એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકશે.
પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, જર્મની પાસેથી ખરીદાયેલ અત્યાધુનિક 'જાયરોકોપ્ટર' શરૂઆતમાં ખાસ પ્રશિક્ષિત જર્મન પાઇલોટ્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન વિભાગ અને જિલ્લા મેજિસ્ટ્રેટની મદદથી વિવિધ મનોહર સ્થળોએ 'જાયરોકોપ્ટર' માટે વિશેષ હવાઈ પટ્ટીઓ વિકસાવવાની યોજનાઓ ચાલી રહી છે.
શું છે જાયરોકોપ્ટર?
જાયરોકોપ્ટર નાના હેલિકોપ્ટર જેવું લાગે છે પરંતુ તેમાં રોટરને ફેરવવા માટે કોઈ એન્જિન નથી. રોટર્સ ફક્ત સ્વ-ચાલિત હોય છે અને તેને 'ઓટોરોટેટ' કહેવામાં આવે છે. જાયરોકોપ્ટર ઉડ્ડયનની સૌથી સલામત પદ્ધતિઓમાંની એક છે. જાયરોકોપ્ટર કોઈપણ હવામાનમાં ઉડવા માટે સક્ષમ છે.
ચાર ધામ યાત્રા માટે હેલીકોપ્ટર સેવા
હરિદ્વારમાં જાયરોકોપ્ટરની સર્વિસ શરૂ થવાની વાત તો આપણે કરી. પરંતુ ઉત્તરાખંડમાં પહેલેથી જ હેલીકોપ્ટરની સેવા ચાલી રહી છે. જેનાથી તમે ચારધામ યાત્રા કરી શકો છો. ઘણાં લોકોએ આ સેવાનો લાભ પણ લીધો હશે. હેલિકોપ્ટર સેવા દ્વારા 4 ધામ યાત્રા એ ફક્ત એવા લોકો માટે જ નથી જેઓ સમયના દબાણ હેઠળ છે પણ એવા લોકો માટે પણ છે જેઓ રોડ દ્વારા મુસાફરી નથી કરી શકતા. હેલિકોપ્ટર દ્વારા તીર્થસ્થાનોની મુસાફરી તમને ઓછામાં ઓછા સમયમાં સંપૂર્ણ તીર્થયાત્રા પૂર્ણ કરવામાં મદદ કરે છે અને આવનારા વર્ષોમાં તમને આધ્યાત્મિક અનુભવ પણ આપશે.
ચાર ધામ યાત્રા હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ બિંદુ દેહરાદૂનમાં સહસ્ત્રધારા હેલીપેડ છે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ સહિત ચારેય સ્થળો માટે સવારે 6:30 વાગ્યે હેલિકોપ્ટર સેવાઓ ચલાવવામાં આવે છે.
ચાર ધામ દર્શન માટે હેલિકોપ્ટર કેવી રીતે બુક કરવું?
4 ધામ યાત્રા માટે બે પ્રકારની હેલી સેવાઓ છે. એક ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયંત્રિત છે જે કેદારનાથ ખીણમાં સ્થિત સ્થાનિક હેલિપેડ પરથી કેદારનાથ માટે સેવાઓ પૂરી પાડે છે. હેલિકોપ્ટરનું બુકિંગ માત્ર ઉત્તરાખંડ સરકાર દ્વારા નક્કી થયેલી સત્તાવાર વેબસાઇટ અથવા સરકાર દ્વારા સંચાલિત સ્થાનિક બુકિંગ કેન્દ્રો પરથી જ કરી શકાય છે.
ખાનગી હેલી ટૂર ઓપરેટરો દ્વારા તમામ 4 ધામો માટે વધુ એક હેલિકોપ્ટર સેવા આપવામાં આવે છે. તમે પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્ટ પાસેથી આકર્ષક ભાવે ખાનગી ચાર્ટર હેલિકોપ્ટર ટૂર પેકેજ બુક કરાવી શકો છો.
આ ખાનગી હેલીટોર ઓપરેટરો યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ માટે હેલિકોપ્ટર પેકેજની શ્રેણી ઓફર કરે છે જેમાં તેમના નિયમો અને શરતો હોય છે. તેમાં કઇ બાબતોનો સમાવેશ થાય છે અને શું બાકાત રાખવામાં આવે શે, પેકેજ ખર્ચ અને બીજુ ઘણુંબધુ સામેલ હોય છે.
તમે ShrineYatra.Com પરથી યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ માટે તમારી ખાનગી ચાર્ટર હેલિકોપ્ટર ટૂર પણ બુક કરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો