કાશ્મીર જેટલું સુંદર બીજુ કંઈ નથી. જો તમે કાશ્મીરની આ સુંદરતાને તમારી આંખોથી જોવા માંગતા હો તો તમારે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી કરવી જ જોઈયે. શિયાળામાં ગુલમર્ગ બરફથી ઢંકાઈ જાય છે. આ સમયે કાશ્મીર વધુ સુંદર બની જાય છે. હવે એવુ તો વળી કોણ હશે, જે તેના રૂમમાંથી બરફથી ઢંકાયેલા પહાડોના સુંદર દૃશ્યો જોઈને ખુશ ન થાય. શિયાળામાં ઘણાબધા લોકો ગુલમર્ગમાં ગોંડોલાની સવારી કરવા આવે છે. કાશ્મીરના મનમોહક દૃશ્યોને આટલી ઊંચાઈએથી જોવાનો એક અલગ જ અનુભવ છે. તો ચાલો અમે તમને ગુલમર્ગના ગોંડોલા વિશે સંપૂર્ણ માહિતી આપીયે.
ટ્રિપોટો હિન્દીના ઇન્સ્ટાગ્રામમાં જોડાઓ
અમે ડ્રાઈવ કરીને શ્રીનગરથી ગુલમર્ગ આવ્યા. શ્રીનગરથી ગુલમર્ગ પહોંચવામાં લગભગ 2 કલાક લાગે છે. ગુલમર્ગમાં હું જે હોટલમાં રોકાયો હતો તેના રિવ્યુ તમે અહીં વાંચી શકો છો.
કોવિડ
કોરોના વાયરસને જોતા સમગ્ર દેશની દરેક રાજ્ય સરકારે સ્ટેટમા આવનારાઓ માટે કેટલાક નિયમો બનાવ્યા છે. તેનુ પાલન કર્યા પછી જ તમને રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં COVID-19 ના નિયમો અને ઔપચારિકતાઓ વિશે જાણવા અહીં ક્લિક કરો.
કેવી રીતે પહોંચવું?
શિયાળામાં ગુલમર્ગમાં ઘણી બરફવર્ષા થાય છે તેથી ઘણા વાહનો ગુલમર્ગ પહોંચી શકતા નથી. આ સમય દરમિયાન કારને હોટેલમાં જવાની પણ મંજૂરી નથી. તમે ગુલમર્ગના અડધા રસ્તા સુધી ગાડી લાવી શકો છો. ત્યાંથી આગળ તમારે લોકલ ગાડી લઈને ગુલમર્ગ પહોંચવું પડશે. જેમાંથી મોટાભાગની સુમો છે. ટાયર સાથે જોડાયેલી સાંકળોને કારણે તે બરફમાં સરળતાથી ચાલી શકે છે. મારુ સાચુ માનો તો સામાન્ય કારથી બરફીલા રસ્તા પર વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
સુમોથી શ્રીનગર જવા માટે બે લોકોનું ભાડું 300 રૂપિયા હતું. જો મેં કાર બુક કરાવી હોત તો તેની કિંમત 900 રૂપિયા જેટલી હોત. જ્યાં કાર મ્ને ડ્રોપ કરી ગઈ ત્યાંથી મારી હોટેલ માત્ર 10 મિનિટ દૂર હતી. રસ્તો લપસણો હતો અને ભારે સામાન સાથે ચાલવુ થકવી દે તેવુ કામ હતું.
ગોંડોલા બુકિંગ
શિયાળામાં ગુલમર્ગ આવો અને ગોંડોલાની સવારી ન લો, તો તમે ઘણું ચૂકી જશો. તમારે ગોંડોલા માટે બુકિંગ કરાવવું પડશે. ગોંડોલા બુકિંગ ઓફિસ હોટેલથી 15 મિનિટ દૂર છે. તમે સ્લેડિંગ કરીને પણ બુકિંગ ઓફિસ જઈ શકો છો. તમને ગોંડોલા માટે ઘણા ગાઈડ મળી રહેશે.
ગોંડોલા માટે ગાઈડ?
ગોંડોલા માટે તમારે ગાઇડ લેવો છે કે નહીં, તે તમારા પર નિર્ભર છે. ગાઈડ લેવા ફરજિયાત નથી તેથી તમે ઇચ્છો તે કરી શકો છો. ગાઈડની ફી 700 રૂપિયા છે. આમાં ગોંડોલા સવારી અને બરફ પર થતી એક્ટિવિટીઝનો ખર્ચ શામેલ નથી. અમારામાંથી એક ગોંડોલા રાઇડની રાહ જોતો હતો અને બીજો ટિકિટ લેવા ગયો હતો. ટિકિટ ખરીદવામાં લગભગ 15 મિનિટ લાગે છે. તે પછી ગોંડોલા સવારી માટે એક કલાક રાહ જોઈ.
ગાઈડ લેવાનો એક ફાયદો એ પણ છે કે તે લાઈન તોડીને આગળ જતા રહે છે. ઘણા લોકો આવું કરવાથી હેરાન થઈ જાય છે કારણ કે અમારા જેવા લોકો નિયમના કારણે કલાકો સુધી લાઈનમાં રાહ જોતા હોય, ત્યારે ગાઈડ આવે અને નિયમને બાયપાસ કરીને આગળ વધી જાય. તેથી હેરાનગતિ થવી વ્યાજબી છે.
ગોંડોલા રાઇડ રેટ અને ટાઈમ:
1. ગોંડોલા સવારે 9.30 વાગ્યે શરૂ થાય છે.
2. ફેઝ 1, સાંજે 4 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે.
3. શિયાળામાં ફેઝ, 3 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે.
4. ફેઝ 1 ગોંડોલાનો ખર્ચ = 740 રૂપિયા પ્રતિ વ્યક્તિ
5. ફેઝ 2 ગોંડોલાનો ખર્ચ = 940 રૂપિયા પ્રતિ વ્યક્તિ. ફેઝ 2 ની ટિકિટ ફેઝ 1 માંથી જ લેવી પડશે.
6. તમે અહીં સ્કીઇંગ, સ્નોમોબાઇલિંગ, સ્લેડિંગ અને સ્નો સાઇકલ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો.
દરેક ટિકિટમાં પાછા આવવાનો સમય નક્કી હોય છે જે સામાન્ય રીતે 1 કલાકનો હોય છે.
ગોંડોલા સવારીથી કાશ્મીરના સુંદર અને આકર્ષક દૃશ્ય માટે તમે અમારી યુટ્યુબ ચેનલ પર વિડિઓ જોઈ શકો છો.
મેં મારી ગુલમર્ગ ટ્રીપમાં સુંદર બરફવર્ષા જોઈ. અહિં સ્નો બાઇકિંગ અને સ્લેડિંગ કરી શકાય છે. બરફમાં એડવેંચર કરવા માટે આ એક આદર્શ સ્થળ છે. શિયાળામાં ઘણા પ્રોફેશનલ સ્કીઅર્સ અહીં આવે છે. જો તમને પણ એડવેંચર પસંદ હોય તો શિયાળામાં ગુલમર્ગની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.