મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા પરંપરાગત ગુજરાતી ડ્રેસમાં ‘કુછ દિન તો ગુઝારિયે ગુજરાત મેં’નો સંદેશ આપતી ગુજરાત ટૂરિઝમની અનેક જાહેરાતો આપણે સૌએ જોઈ જ હશે. સોશિયલ મીડિયા કે વેબસાઇટ્સની બાબતમાં ગુજરાત ટુરિઝમ સતત આધુનિક સમય અનુસાર ટેકનોલોજી સાથે હાથમાં હાથ મિલાવીને કાર્યરત જોવા મળે છે.
આવામાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહેલો વિભાગ એટલે ગુજરાત ટુરિઝમની હોટેલ્સ. ગુજરાત ટુરિઝમની તમામ હોટેલ્સને ‘તોરણ હોટેલ’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આવેલા અઢળક પ્રવાસન સ્થળોની તુલનાએ હાલમાં માત્ર પાંચ જ જગ્યાએ તોરણ હોટેલ બનાવવામાં આવી છે પણ જો તમે આ પાંચ પૈકી કોઈ પણ જગ્યાએ જઈ રહ્યા છો તો ગુજરાત ટુરિઝમની હોટેલમાં ઉતારવાનું જરૂર પસંદ કરશો. તમે સહેજ પણ નિરાશ નહિ થશો.
અહીં ગુજરાત ટુરિઝમની પાંચેય હોટેલ્સ વિશે જાણીએ:
તોરણ ગાંધી આશ્રમ
અમદાવાદમાં સાબરમતી કિનારે આવેલા આ નયનરમ્ય આશ્રમ પાસે આમ તો અનેક લોકપ્રિય હોટેલ ચેઇન દ્વારા હોટેલ્સ બનાવવામાં આવી છે પણ તોરણ ગાંધી આશ્રમ કઈક અનોખી છે, કેમકે તે જાણે આપણી પોતીકી હોટેલ હોય તેવી પારંપરિક ગુજરાતી છે.
સરનામું: ગાંધી આશ્રમની સામે, અમદાવાદ – 380027
સંપર્ક:
Phone : +91 79-27559342, +91 79-27559342
Email: hoteltorangagh@gujarattourism.com
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109224_201808011206293847_aa0c4d7e8f0e11e89c9502e8d0d56e10.jpg)
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109233_357fb7da7d3711e9a87c0242ac11000b.jpg)
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109233_ec3e5c48e53f11eb84390242ac110008.jpg)
તોરણ હિલ રિસોર્ટ, સાપુતારા
જી હા, આ એક ખૂબ સોહામણો રિસોર્ટ છે. ડાંગ જિલ્લામાં આવેલા ગુજરાતના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારાની મુલાકાત લો ત્યારે અન્ય કોઈ મોંઘા રિસોર્ટમાં રોકાવા કરતાં આ રિસોર્ટને એક ચાન્સ જરૂર આપજો.
સરનામું: સાપુતારા, ડાંગ
સંપર્ક:
Phone : +91 2631- 237226, +91 2631- 237286
Fax : +91 2631- 237286
Mobile : 9727723947
Email : managersaputara@gmail.com
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109541_d7f54a387a5d11ea8ea40242ac110002.jpg)
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109541_579f32c09a2d11e888db0292e6ceb718.jpg)
તોરણ ટુરિસ્ટ બંગલો
બીચ નજીક તમને કોટેજિસમાં રહેવા મળે તો? દ્વારકાના તોરણ ટુરિસ્ટ બંગલો ખાતે આ શક્ય છે! અહીંથી માંડ 100-200 મીટરના અંતરે દરિયો અને દોઢેક કિમીના અંતરે દ્વારકાધીશ મંદિર આવેલું છે. દ્વારકાધીશના દર્શને ગયા હોવ તો અમસ્તા વધુ 2 દિવસ અહીં આરામ માટે રોકાવાનું આયોજન કરી શકો છો!
સરનામું: ગવર્મેન્ટ સર્કિટ હાઉસ નજીક, દ્વારકા
સંપર્ક:
Phone : 02892-234013
Email : toranhoteldwarka@gujarattourism.com
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109599_201808031807359214_56b856327d2d11e9ac980242ac110009.jpg)
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109599_dwarka_toran_1.jpg)
તોરણ હોટેલ નારાયણ સરોવર
કચ્છમાં આવેલા અનેક આકર્ષક પર્યટન સ્થળોમાં નારાયણ સરોવર આગવું સ્થાન ધરાવે છે. અને આ જ સુંદર તળાવની નજીક આવેલી આ આહલાદક હોટેલ છે.
સરનામું: નારાયણ સરોવર પાસે, કચ્છ જિલ્લો
સંપર્ક:
Phone : 02839266665
Mobile : 9825026813
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109675_08_deluxe_room_wgvbf1.jpg)
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109675_download_6.jpg)
તોરણ ગુજરાત ભવન, માઉન્ટ આબુ
ગુજરાત બહાર ફરવા જઈએ ત્યારે રોકાવા માટેનું શ્રેષ્ઠ ઠેકાણું એટલે જે તે શહેરનું ગુજરાતી ભવન. અને તેમાંય જો ગુજરાત ટુરિઝમની જ હોટેલ હોય તો પછી વધુ જલસા! ગુજરાતીઓના મનપસંદ સ્થળ માઉન્ટ આબુમાં આ સુંદર હોટેલ આવેલી છે.
સરનામું: ગોમુખ રોડ, માઉન્ટ આબુ, સિરોહી
સંપર્ક:
Phone : 02974 294206
Mobile : +91 95374 35555
![Photo of ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલ્સ: અહીં છે ખુશ્બુ ગુજરાત કી by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1666109758_download_7.jpg)
વિશેષ નોંધ: આ પાંચેય હોટેલ્સનું બૂકિંગ વિવિધ વેબસાઇટ પર ઉપલબ્ધ છે પરંતુ ગુજરાત ટૂરિઝમની ઓફિશિયલ વેબસાઇટ કે ફોન નંબર દ્વારા તેમનો સંપર્ક કરીને બૂકિંગ કરાવવું વધુ સલાહભર્યું છે.
તોરણ હોટેલ આકર્ષક તો છે જ, સાથોસાથ નીચે આપેલી વિશેષતાઓ તેને વધુ ખાસ બનાવે છે.
લોકેશન:
કોઈ પણ રાજ્યમાં જે તે રાજ્યના ટુરિઝમની હોટેલ પસંદ કરવાથી તમને જે તે પ્રવાસન સ્થળનું સારામાં સારા લોકેશન પર રહેવાની તક મળે છે. ટુરિઝમની હોટેલ્સ એ સરકારી સંપત્તિ હોવાથી ખૂબ સારા લોકેશન પર પ્રમાણમાં ઘણા વાજબી દરે હોટેલ મળી રહે છે.
પાંચેય તોરણ હોટેલ્સ પણ એક એકથી ચડિયાતા લોકેશન પર બનાવવામાં આવી છે. અરે! અમુક સ્થળો તો ફાઇવ સ્ટાર હોટેલ્સના લોકેશન કરતાં પણ ઉત્તમ છે.
ભોજન:
ગુજરાતી શાકાહારી ભોજન એ આખા ભારતમાં અનન્ય છે. આપણે ત્યાં ભોજનની જેટલી વિવિધતા છે એટલી ભાગ્યે જ કદાચ બીજે જોવા મળતી હશે. હવે, ગુજરાત ટુરિઝમની હોટેલ હોય એટલે ગુજરાતનું ટ્રેડમાર્ક સમાન ભોજન પણ મળવાનું જ!
બધી જ તોરણ હોટેલ્સમાં બહુ જ સ્વાદિષ્ટ પરંપરાગત ગુજરાતી ભોજન મળે છે તેથી તમારે બહાર કોઈ રેસ્ટોરાંમાં ગુજરાતી ભાણું શોધવા જવાની જરૂર નથી. તોરણ હોટેલને તમે એક સુંદર ઉતારાની સાથે ચટાકેદાર ખોરાક માટે પણ યાદ કરશો.
કોન્ફરન્સ રૂમ:
કોઈ બિઝનેસ ટ્રીપનું આયોજન કરી રહ્યા છો તો તોરણ હોટેલમાં કોન્ફરન્સ રૂમની પણ સગવડતા છે. ફરવાના સ્થળે, સારી હોટેલમાં તમારું વ્યાવસાયિક કામ પણ થઈ શકે એ તો જાણે સોનામાં સુગંધ ભળી જેવુ કહેવાશે.
સ્વચ્છતા:
સરકારી જગ્યાઓમાં સ્વચ્છતાની બાબતમાં પહેલાંની સરખામણીમાં હવે ઘણા સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. અલબત્ત, તોરણ હોટેલ્સમાં તો વિવિધ કર્મચારીઓની કોન્ટ્રેક્ટ આધારે હંગામી ધોરણે નિયુક્તિ થતી હોવાથી અહીં ખૂબ સારી સ્વચ્છતા જોવા મળે છે. અને આ તમામ સ્ટાફનું વર્તન પણ કોઈ ઉચ્ચ 4 સ્ટાર કે 5 સ્ટાર હોટેલના કર્મચારીઓથી સહેજ પણ ઊતરતી કક્ષાનું નથી.
બસ ત્યારે, દ્વારકા, નારાયણ સરોવર, ગાંધી આશ્રમ, સાપુતારા કે માઉન્ટ આબુ ફરવા જાઓ ત્યારે આંખ મીંચીને માત્ર તોરણ હોટેલ જ બૂક કરજો...
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ