સિંધુ ખીણની સભ્યોની ઉત્પત્તિથી લઈને ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવા સુધી ગુજરાત રાજ્ય ભારત દેશમાં વિકાસનું મુખ્ય વાહક રહ્યું છે. લોથલથી લઈને અમદાવાદ અને સુરત વિશ્વભરમાં વ્યાપારનું એક સેન્ટર રહ્યા છે. મોર્ય સામ્રાજ્યની સફળતા અને બહારના ક્રૂર શાષકોની નિર્દયતા પણ ગુજરાત જોઈ ચૂક્યું છે. ગુજરાતે ભારતને ગાંધી અને સરદાર પટેલ આપ્યા છે. ભારતની આર્થિક અને માળખાકીય રાજધાની તરીકે ગુજરાતનું સ્થાન આગવું છે. શાંતિ, સમૃદ્ધિ અને ઉપરથી ગુજરાતી મીઠાઈઓ! ગુજરાતમાં શું શું નથી!
દિવસ 1 - અમદાવાદ
જેવી ફ્લાઇટ અમદાવાદ તરફ પહોંચે એટલે તમે જોઈ શકશો કે ગુજરાતની જે સફળતાની વાતો થાય છે એ કેટલી હદે સાચી છે! એકદમ વિશાલ કેનાલ અને રોડ્સનું નેટવર્ક, અને સાથે ગ્રીનરી પણ! પાર્કિંગ અને બીલીડન્ગ્સ પર સોલાર પેનલ પણ ખુબ જ પ્રમાણમાં જોવા મળે છે. અમદાવાદના રસ્તાઓ અન્ય શહેરો કરતા પહોળા છે અને અહીંયા ઝડપી બસ સિસ્ટમ પણ છે. બસ માટે ખાસ રસ્તાઓ અને સ્ટેશન પણ છે. આ કન્સેપટ અન્ય રાજ્યોએ પણ અપનાવવા જેવો છે. મેં અમદાવાદ ફરવાના પ્લાન મુલતવી રાખીને પહેલા વડોદરા જવાનું નક્કી કર્યું અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈ વે પર ખબર પડી કે રસ્તાઓ કેવા હોવા જોઈએ! આ રોડથી બંને શહેરો વચ્ચે લગભ 1 કલાકનો સમય બચે છે.
વડોદરા
રસ્તામાં હું પહેલા અમુલની ફેક્ટરી જોવા આણંદ પહોંચી ગઈ. આ એ જગ્યા છે જ્યાં "વહાઈટ રેવોલ્યુશન"ની શરૂઆત થઇ હતી.
વડોદરા એ અગાઉ બરોડા રાજ્ય હતું જે અમદાવાદની જેમ જ દૂરદ્રષ્ટિનું ઉદાહરણ છે. અહીંયા ઠેર ઠેર CNG રીક્ષાઓ અને સ્ટેશન જોવા મળે છે.
દિવસ 2 સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ
તમે જો આ સ્ટેચ્યુના અઢળક ફોટોઝ જોયા હોય તો પણ આ સ્ટેચ્યુની મુલાકાત લેવી જ જોઈએ. અહીં સુધી જવાના રસ્તાઓ, ગુજરાતના અન્ય રસ્તાઓની જેમ જ ખુબ જ સરસ અને વેલ મેઈંટેઈંડ છે. વડોદરાથી દોઢ કલાકમાં અહીં પહોંચી શકાય છે. સ્ટેચ્યુથી 3 કિમી દૂર વાહનો પાર્ક કરીને 25 રૂપિયામાં એક બસ તમને સ્ટેચ્યુ લઇ જાય છે. એન્ટ્રી ટિકિટ 125 રૂપિયા અને એલીવેટર ટિકિટ 350 રૂપિયા છે. આજુબાજુમાં ઘણા જ ટુરિસ્ટ સ્પોટ જેમાં આંતરરાષ્ટ્રીય સુવિધાઓ છે એને વિકસાવવામાં આવ્યા છે.
લક્ષ્મી વિલાસ પેલેસ
આ પેલેસ બરોડાના રાજવી કુટુંબનો મહેલ છે અને હવે એક પર્યટન સ્થળ છે જેની ટિકિટ 200 રૂપિયા છે.
બરોડા મ્યુઝીયમ અને ગેલેરી
અહીંયા તમને રાજા રવિ વર્માના અદભુત ચિત્રો અને અન્ય કલાકૃતિઓ જોવા મળશે.
દિવસ 3 દ્વારકા
દ્વારકા એ ભગવાન શ્રી કૃષ્ણની નગરી છે. અહીંયા પણ ધીરે ધીરે વિકાસની શરૂઆત થઇ રહી છે. કચ્છ સુધી પહોચેલું નર્મદાનું પાણી હવે દ્વારકા સુધી પહોંચવાની પણ આશા છે.
દિવસ 4 સોમનાથ
પ્રાચીન સમયમાં મેગ્નેટિક લેવિટેશન દ્વારા હવામાં રહેતા શિવલિંગ ધરાવતું સોમનાથ એ હિંદુઓ માટે સૌથી મોટું તીર્થધામ છે. મુસ્લિમ આક્રમકોએ 17 વાર સોમનાથ પર હુમલો કરેલો છતાં પણ આજે સોમનાથ પાછું એ જ મહાનતા સાથે ઉભું છે. અને આ માટે સરદાર વલ્લભભાઈ પટેલની આભાર માનવો પડે.
દિવસ 5 અક્ષરધામ
ગાંધીનગર 1970 માં ગુજરાતની રાજધાની બન્યું હતું. અહીંના રસ્તાઓ પણ એટલા જ પહોળા છે જેટલા બીજા શહેરોના. દિલ્લીન કરતા પ્રમાણમાં અહીંનું અક્ષરધામ મંદિર નાનું છે. અહીંયા પણ 2002 માં આતંકવાદીઓએ હુમલો કરેલો જેમાં 30 લોકોના મૃત્યુ થયા હતા. અહીંયા સિક્યોરિટી ઘણી જ મજબૂત છે.
અડાલજની વાવ
પશ્ચિમ ભારતમાં પાણીના સન્ગ્રહ માટે ઠેર ઠેર વાવ જોવા મળે જે ક્યારેક તો 5 માલ સુધીની પણ હોય છે! અમદાવાદની નજીક અડાલજની વાવ આવી જ એક અદભુત વાવ છે.
સાબરમતી આશ્રમ
મહાત્મા ગાંધીના ઘર ગણાતા સાબરમતી આશ્રમને ખુબ જ સારી રીતે સાચવવામાં આવેલ છે. અહીંનું રસોડું અને રૂમ ગાંધીજીના સમયે જેવા હતા એવા જ રાખવામાં આવ્યા છે.
અમદાવાદ
અમદાવાદમાં 8 કિમી લાબું સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે જે મને મારા ટેક્સી ડ્રાઈવરએ કહ્યું. અહીંના લોકલ્સ સાથે મેં ગુજરાત મોડેલ વિકાસની વાત કરી તો અહીંના લોકોએ એનો ખુબ જ સપોર્ટ કર્યો.અહીંના લોકો ખુબ જ મહેનતુ છે અને પ્રમાણમાં અહીંયા અન્ય રાજ્યો કરતા સ્ત્રીઓ પણ ઘણા કામોમાં આગળપડતી છે. ઉદ્યોગોના સતત વિકાસને કારણે અહીંની પ્રજામાં કુદરતી આફતો છતાં ઘણી જ આશા છે.
ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતા અમદાવાદમાં ઘણી જ સારી માર્કેટ્સ છે જે તમને ખરીદી કરવા લલચાવી દેશે!
દિવસ 6
અમિતાભ બચ્ચનના કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખને યાદ કરીને કોઈક કારણો સર હું કચ્છ જોઈ ન શકી. બીજા દિવસે સવારે ગરમ ફાફડા અને જલેબી ખાઈને મેં મુંબઈની ફ્લાઇટ પકડી. કદાચ નેસ્ટ ટાઈમ હું બુલેટ ટ્રેનમાં આવીશ! કોને ખબર!
.