અમદાવાદ ભારતનું પહેલું હેરિટેજ સિટી છે. અમદાવાદનો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ અને ભવ્ય વારસો છે. પરંપરાગત વ્યંજનો અને સાંસ્કૃતિક ગતિવિધિઓથી ભરેલું આ પ્રાચીન શહેર તેના વિવિધ દરવાજાથી શહેરમાં આવતા મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી નાંખે છે. પરંતુ જો તમે અમદાવાદની મુલાકાતે આવો છો અને 5 સ્ટાર હોટલમાં રોકાવું છે તો ક્યાં રોકાશો. અમદાવાદમાં એક એવી હોટલ છે જે તમને લક્ઝરીનો અનુભવ કરાવવાની સાથે સાથે એક એવો અનુભવ આપે છે જેને તમે ક્યારેય મિસ નહીં કરી શકો..
ધ ઉમ્મેદ અમદાવાદ, લકઝરી એટ ઇટ્સ બેસ્ટ
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટથી બસ થોડાક જ અંતરે આવેલી છે આ ભવ્ય અને આલીશાન હોટલ. જેની ભવ્યતા તમને નવાઇમાં મુકી દે છે. શહેરી રિટ્રીટ માટે આ ઘણો સારો વિકલ્પ છે કારણ કે આ હોટલનું ઇન્ટિરિયર અને ડિઝાઇન સુંદર કલાકૃતિ સાથે ભારતીય અને સમકાલીન સુંદરતાનું એક ભવ્ય મિશ્રણ છે. આ હોટલમાં વિશાળ અને આરામદાયક રૂમ છે. જ્યાંથી તમને સુંદર નજારા જોવા મળે છે. અહીંના આઉટડોર અને ઇનડોરમાં તમે સામાજીક કે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરી શકો છો. તેથી જો તમે અમદાવાદમાં 5 સ્ટાર લકઝરી હોટલમાં રોકાવાની યોજના બનાવી રહ્યા છો તો ઉમ્મેદ એક સારો વિકલ્પ હોઇ શકે છે.
વાઇન અને ડાઇનની સુવિધા
આ હોટલનું જાકરંડા રેસ્ટોરન્ટ તમને બ્રેકફાસ્ટ, ચા, રીચ ડેઝર્ટ, અને ગ્રાન્ડ ડીનરની સુવિધા આપે છે. અહીં બુફેની પણ વ્યવસ્થા છે. જો તમને ભારતીય વાનગીઓની ઇચ્છા છે તો નર્મદા રેસ્ટોરન્ટ તમારા માટે બેસ્ટ છે. આ રેસ્ટોરન્ટમાં તમે ભારતીય ભોજનનો સ્વાદ માણી શકો છો. તેનું ઇન્ટિરીયર પણ તમારુ મન મોહી લેશે. તમે સ્વિમિંગ પુલની પાસે કેન્ડરલાઇટ ડીનરનો અનુભવ પણ લઇ શકો છો. ગુજરાતમાં દારુબંધી છે પરંતુ વિદેશી પ્રવાસીઓ રેસીડેન્સિયલ પ્રૂફ બતાવીને દારુનો ટેસ્ટ કરી શકે છે. તેમના માટે પરમિટ લીકર શોપ 5 સ્ટાર હોટલોમાં હોય છે.
કમ્ફર્ટનો અનુભવ કરો
ઉમ્મેદ હોટલમાં ડીલક્સ શ્યૂટ, એક્ઝીક્યૂટિવ શ્યૂટ, ડીલક્સ પૂલ વ્યૂ રુમ, સુપીરિયર ગાર્ડન વ્યૂ રુમ અને પ્રેસિડેન્શિયલ શ્યૂટ જેવા સુપર કસ્ટમાઇઝડ રૂમ છે. ડીલક્સ શ્યૂટમાં એક રાત રહેવું હોય તો તમને તેમાં માસ્ટર બેડરૂમની સાથે પ્રાઇવેટ પેન્ટ્રી, લિવિંગ રુમ અને ફુલ સાઇઝ ડાઇનિંગની સુવિધા મળે છે. જ્યારે એક્ઝિક્યૂટિવ શ્યૂટમાં ઉપરની સુવિધાઓ ઉપરાંત વર્કસ્પેસ પણ મળે છે. આ રુમ પણ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ડિલક્સ પૂલ રુમમાં તમને મહત્તમ કમ્ફર્ટ મળે છે. રુમની બારીમાંથી તમને પૂલના દર્શન થાય છે. જે તમને રોમાંચિત કરી દે છે. આ એક સૌથી આધુનિક કક્ષાનો રૂમ છે. જો કે સુપીરિયર ગાર્ડન વ્યૂ રુમ વિશાળ છે અને આરામ અને હળવાશનો અનુભવ કરાવે છે.
અને હવે વાત કરીએ સૌથી પ્રસિદ્ધ અને યૂનિક શ્યૂટ ધ પ્રેસિડેન્સિયલ શ્યૂટ વિશે. અહીં તમને ક્લાસિક ફર્નીચરની સાથે સ્વિમિંગ પુલનો સુંદર નજારો જોવા મળે છે.
ક્યાં છે: ધ ઉમ્મેદ અમદાવાદ, એરપોર્ટ સર્કલ, અમદાવાદ
સમય: 2:00pm-12:00pm (ચેક ઇન અને ચેક આઉટ)
ખર્ચઃ ₹8,000થી શરુ
અમદાવાદનો પ્રાચીન ઇતિહાસ
અમદાવાદની સ્થાપના ઇ.સ.૧૪૧૧માં મુઝફ્ફર વંશના બીજા રાજા અહમદશાહે કરી હતી. જો કે,એ પહેલાં સોલંકીવંશના શાસક કર્ણદેવ સોલંકીએ સાબરમતીને કાંઠે રહેલા ગીચ જંગલોમાં વસતા આશા નામના ભીલની સરદારી હેઠળની ભીલોની વિશાળ સેનાને હાર આપી હતી. ભીલો જ્યાં રહેતા એ વિસ્તાર આશાવલ નામે ઓળખાતો.
આજે લગભગ બધાં લોકો માને છે કે,આશા ભીલના એ આશાવલનું જ કર્ણદેવે નવી નગરી કર્ણાવતીમાં રૂપાંતરણ કર્યું હતું. પણ સાચી વાત એ છે કે, કર્ણદેવે આશાવલને જરાયે કનડગત નહોતી કરી ! તેને બદલે તેણે થોડે દુર નવી નગરી “કર્ણાવતી” નું સર્જન કર્યું હતું ! માટે “આશાવલ” અને “કર્ણાવતી“ને કોઇ જ સબંધ નથી છે.
સોલંકીવંશ પછી ગુજરાત પર વાઘેલાવંશનું શાસન આવ્યું. ગુજરાતના છેલ્લા વાઘેલાવંશી રાજપુત રાજા કર્ણદેવ વાઘેલાને અલાઉદ્દીનના લશ્કરે પરાસ્ત કર્યો. અણહિલપુર પાટણને રોળી નાખ્યું અને ગુજરાત પર દિલ્હી દ્વારા ખીલજીવંશનું શાસન આવ્યું. દિલ્હી પર જ્યારે તઘલક વંશ ચાલતો હતો ત્યારે ગુજરાતના સુબા મુઝફ્ફરશાહે પોતાને સ્વતંત્ર રીતે ગુજરાતનો બાદશાહ જાહેર કર્યો અને પરીણામે ગુજરાત પર સત્તાવાર રીતે મુસ્લીમ શાસનનો આરંભ થયો.
આ મુઝફ્ફરશાહનો પુત્ર એટલે અહેમદશાહ. અત્યાર સુધીના બધાં રાજાઓ કમ સુબાઓ અણહિલપુરમાં જ રહી શાસન કરતાં. પણ અહેમદશાહે ગુજરાત માટે નવા પાટનગરની શોધ આદરી અને એક દિવસ સાબરમતીને કાંઠે તે આ શોધ માટે રખડતો હતો.
લોકવાયકા એમ કહે છે કે,તેણે એક સસલાંને કુતરાનો પીછો કરતાં જોયું. ઊભી પૂંછડીએ કુતરો નાસતો હતો અને સસલું તેની પાછળ દોડતું હતું ! અહમદશાહને થયું કે,જે ભુમિમાં આવું શૌર્ય હોય, આવી તાકાત હોય એ ભુમિ જ મારા પાટનગર માટે યોગ્ય છે ! આથી કહેવાયું કે – “જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા”.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો