ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય!

Tripoto

મોડર્ન ડેવલપમેન્ટ અને સોનેરી ઇતિહાસના સંગમ જેવા ગુજરાતની મુલાકાત તો લેવી જ જોઈએ! આ સુંદર રાજ્યના સુંદર ફોટોઝ લેવા માટે DSLR તો ખુબ જ જરૂરી છે. ચાલો જાણીએ મારા ગુજરાત પ્રવાસ વિષે!

Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 1/12 by Jhelum Kaushal

ગુજરાતના અતિવિકસિત એવા હાઇવેસ પર. સફર કરતા કરતા અને રસ્તામાં ગુજરાતી ખમણ ઢોકળા અને અન્ય વાનગીઓની લહેજત માણતા માણતા અમે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ જોઈને મને એવું લાગ્યું જાણે હું વિદેશમાં છું! તરત જ હોટેલ પહોંચીને અમે સાબરમતી આશ્રમ જવા નીકળ્યા.

ગાંધીજીના "મારુ જીવન, મારો સંદેશ" સાથે સાબરમતી આશ્રમમાં અમારું સ્વાગત થયું. એમનું ઘર "હ્રદયકુંજ", દાંડી યાત્રાનો ઇતિહાસ અને એમની અમુક વસ્તુઓ જોઈને અમે આઝાદીનો ઇતિહાસ વાગોળ્યો.

Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 2/12 by Jhelum Kaushal
Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 3/12 by Jhelum Kaushal
Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 4/12 by Jhelum Kaushal
Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 5/12 by Jhelum Kaushal
Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 6/12 by Jhelum Kaushal

ત્યાંથી અમે અમદાવાદના "લો ગાર્ડન" પહોંચ્યા. શોપિંગ કરવા માટે લો ગાર્ડનની બજાર એકદમ બેસ્ટ છે. ઘાઘરા, ચણીયા ચોળી અને અન્ય પારંપરિક વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે. પરંતુ અહીંયા એક વાત યાદ રાખો કે ભાવતાલ જરૂર કરો! અઢળક ખરીદી કરીને અમે આરામ કરવા ગયા આગળની મુસાફરી માટે તૈયાર થવા!

Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 7/12 by Jhelum Kaushal

અમે થોડા એડવેન્ચર કરવાના મૂળ સાથે પહોંચ્યા ગીર નેશનલ પાર્ક! એસીઅમાં એકમાત્ર અહીંયા જ સિંહ જોવા મળે છે. સાથે સાથે અમે દીપડા, હરણ, સાંભર, અને અન્ય જંગલજીવન પણ જોયું. ગીર એ પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. તમે અહીંયા જંગલ સફારી પણ કરી શકો છો. ગેસ્ટ હાઉસ નજીકમાં ગરમ ગરમ જલેબીનો સ્વાદ માણતા માણતા અમે પ્રકૃતિના પણ દર્શન કર્યા.

Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 8/12 by Jhelum Kaushal

ગીરથી સોમનાથ મંદિર 7 કલાકના અંતરે છે. અહીંયાની આરતી, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ભક્તિમય વાતાવરણ આ મંદિરને એક અનોખું મંદિર બનાવે છે. સોમનાથ મંદિર એ ગુજરાતના ગૌરવવંતી ઇતિહાસનું પ્રતીક છે. દેશ ભરમાંથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. ભગવાનની ભક્તિ કરતા કરતા અમે શાંતિમય વાતાવરણમાં ખોવાઈ ગયા.

Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 9/12 by Jhelum Kaushal
Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 10/12 by Jhelum Kaushal
Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 11/12 by Jhelum Kaushal

સોમનાથ અને ગીરની નજીકમાં જ દીવ યુનિયન ટેરીટરી ફરવા જવાનું અમારું પ્લાનિંગ હતું. નૈદ કેવ્સ અને દીવાના બીચનો ભરપૂર આનંદ અમે ઉઠાવ્યો. હનો પોર્ટુગીઝ કિલ્લો પણ એક ટુરિસ્ટ એટ્રેક્શન છે.

Photo of ગુજરાત – ગૌરવવંતા ગુજ્જુઓનું રાજ્ય! 12/12 by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads