ભારતની આ જગ્યાઓના નામ છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં

Tripoto

પ્રખ્યાત અમેરીકન લેખક, માર્ક ટવેન એક વખત કહ્યું હતું , “ભારત એક એવી ભૂમિ છે જે બધા લોકો જોવા માંગે છે.” માર્ક ટવેનના આ શબ્દો ૧૦૦% સાચા પણ છે. કદાચ જ કોઈ પ્રવાસી હશે જેના બકેટ લિસ્ટમાં ભારતીય પ્રવાસનો સમાવેશ નહી થતો હોય. ભારત એક એવો દેશ છે જ્યાનું પ્રાકૃતિક વૈભવ પ્રશંસનીય છે. દેશના નામે ઘણા વિશ્વ રેકોર્ડ છે અને તે બધા રેકોર્ડ અનન્ય અને ઉલ્લેખનીય છે. આજે અમે તમને ભારત દ્વારા બનાવવામાં આવેલ કેટલાક વિશ્વ રેકોર્ડ વિશે માહીતી આપીએ છીએ જેના વિશે જાણીને તમે પણ #MeraShandarBharat કહેવા પર મજબૂર થઈ જશો.

Photo of ભારતની આ જગ્યાઓના નામ છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં 1/1 by Jhelum Kaushal

૧. મૌસિંનરામ – વિશ્વનો સૌથી વરસાદી પ્રદેશ

પૂર્વોત્તર ભારતમાં મેઘાલય રાજ્યના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાનુ એક ગામ મૌસિનરામ, દુનિયામાં સૌથી વધારે વરસાદવાળી જગ્યાની યાદીમાં સૌથી ઉપર છે. મૌસિનરામમાં એટલો વરસાદ થાય છે કે વર્ષમાં ઘણી વખત આ ગામની શેરીઓ ઝરણામાં બદલાઈ જાય છે. મૌસિનરામમાંદર વર્ષે લગભગ ૧૨ મીટર વરસાદ થાય છે. પરંતુ ગામના લોકોને તેની આદત પડી ગઈ છે. જોકે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મૌસિનરામ ચેરાપૂંજીથી માત્ર ૧૫ કિ.મી. જ દૂર છે. હવામાન વૈજ્ઞાનિકોના કહેવા મુજબ મૌસિનરામ , બાંગ્લાદેશ અને બંગાળની ખાડીથી નજીક છે આ જ કારણથી અહીં આટલો વરસાદ આવે છે.

૨. ચિનાબ પુલ – દુનિયાનો સૌથી ઉચો કમાન બ્રિજ

દુનિયાનો સૌથી ઉચો રેલ્વે પુલ , જમ્મુ અને કશ્મીરમાં ચિનાબ નદી ઉપર બનાવવામાં આવેલ છે. ૩૫૯ મીટરની ઉચાઈ પર બનાવેલ આ બ્રિજ , એફિલ ટાવર કરતા પણ ૩૦ મીટર ઉચો છે. આ પુલ બક્ક્લ (કટરા) અને કૌરી (શ્રીનગર) ને જોડે છે. ચિનાબ બ્રિજની સ્થાપના વર્ષ ૨૦૦૪માં થઈ હતી અને જમ્મુ-કશ્મીરમાં આ પ્રતિષ્ઠિત પુલનું કમાન બંધ હાલના સમયમાં જ પૂરું થયું છે. આ પુલ ભારતીય રેલ્વેના ઉધમપુર-શ્રીનગર- બરમુલ્લા રેલ્વે લિંક (USBRL) પરિયોજનાનો એક હિસ્સો છે. એવું કહેવાય છે કે સ્ટીલ કમાનનું પૂરું થવું એ ચિનાબ નદી પર બનેલ પુલના સૌથી પડકારરૂપ ભાગોમાંનો એક હતો.

૩. હિક્કિમ – દુનિયાની સૌથી ઊંચી પોસ્ટઓફિસ

હિકિકમ ગામ ૪૪૦૦ મીટરની ઊચાઈ પર સ્થિત છે. પહાડી માર્ગો અને ભારે હિમવર્ષાને કારણે આ ક્ષેત્ર અડધા વર્ષ સુધી હિમાચલ પ્રદેશ ના અન્ય ભાગોમાંથી કાપી નાખવામાં આવે છે. આ ગામ એક ટ્રેક દ્વારા સ્પીતી વેલીના કાજા શહેર સાથે જોડાયેલુ છે, જે હિક્કિમથી ૪૬ કિ.મી. (૨૯ માઈલ) દૂર છે અને પાકી સડક સુધી જવા માટે નજીકનુ શહેર છે. હિક્કિમ ગામમાં ૧૪,૪૦૦ ફૂટની ઊચાઈ પર એક પોસ્ટ ઓફિસ સ્થિત છે અને તેને દુનિયાનું સૌથી ઊંચી પોસ્ટઓફિસ હોવાનું સમ્માન મળેલ છે. આ પોસ્ટઓફિસ દ્વારા આજે પણ ચિઠ્ઠીઓ અને પોસ્ટકાર્ડ મોકલવામાં આવે છે. તે હિક્કિમના ગામના લોકો માટે એક બચત તરીકે પણ કાર્ય કરે છે. ગામનો પોસ્ટલ ઈંડેક્સ નમ્બર અથવા પિન ૧૭૨૧૧૪ છે. પોસ્ટને કાજા સુધી ચાલીને પહોચાડવામાં આવે છે. વધારે બરફને કારણે ઠંડીની ઋતુમાં ટપાલખાતાને બંધ કરવુ પડે છે.

૪. ઉમલિંગ લા પાસ – વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ ૧૯૦૨૪ ફુટની ઊંચાઈ પર લદાખના ઉમલિંગ લા પાસ પર દુનિયાની સૌથી ઊંચી ગાડી યોગ્ય રસ્તાનું નિર્માણ અને બ્લેક ટોપ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. રસપ્રદ વાત તો એ છે કે રસ્તાને ખારદુંગ લા પાસ ની તુલનામાં ડ્રાઈવરો માટે વધારે પડકારરુપ કહેવાય છે. ઉમલિંગ લા પાસ નુ તાપમાન, ઠંડીમાં -૪૦ ડિગ્રી સુધી જઈ શકે છે. આ ઊચાઈ પર ઓક્સીજનનું સ્તર સમુદ્ર તટથી લગભગ ૫૦% ઓછુ છે. ભારતીય સેના ના સડક નિર્માણ વિંગ ને ૧૬ નવેમ્બર ૨૦૨૧ ના દિવસે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યુ છે. આ સડક પૂર્વીય લદાખ ના ચૂમાર સેક્ટરના મહત્વપૂર્ણ શહેરોને જોડે છે. આ લેહથી ચિસુમલે અને ધેમચુકને જોડતો સીધો રસ્તો છે , જે સ્થાનિક લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

૫. ચૈલ ક્રિકેટ મેદાન – વિશ્વનું સૌથી ઊચુ ક્રિકેટનું મેદાન

દેવદારના વિશાળ વૃક્ષોથી ઘેરાયેલુ ચૈલ ક્રિકેટ મેદાન દુનિયાનું સૌથી ઊચુ ક્રિકેટ મેદાન છે. વર્ષ ૧૮૯૩માં નિર્માણ પામેલ આ મેદાનનો ઉપયોગ પોલો મેદાનના રૂપમાંપણ કરવામા આવે છે, જે લગભગ ૨૧૪૪ મીટરની ઊચાઈ પર સ્થિત છે. તે સમુદ્ર તળથી ૭૫૦૦ ફૂટ ની ઊચાઈ પર સ્થિત છે અને તેને ભારતના પ્રખ્યાત ક્રિકેટ સ્ટેડિયમોમાંથી એક માનવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં સ્થિત આ ક્રિકેટ મેદાન ચૈલમાં સૌથી વધારે જોવામાંઆવેલ જગ્યાઓમાંનુ એક છે. પ્રવાસીઓ અહીથી રાતે સતલુજ ઘાટી, શિમલા અને કસૌલીના અદભૂત નજારા માણી શકે છે. આ મેદાનનો ઉપયોગ ચૈલ મિલિટ્રી સ્કૂલ દ્વારા સ્કૂલની રમતો ના મેદાનના રૂપમાં પણ કરવામાં આવે છે. આ મેદાનમા એક બાસ્કેટ બોલ કોર્ટ પણ છે અને તે જ ક્રિકેટ મેદાનમાં ગોલ પોસ્ટ પણ છે જેનો ઉપયોગ ફુટબોલ રમવા માટે કરવામાંઆવે છે.

પરંતુ આ વિશ્વ રેકોર્ડ હવે એક નવા સ્ટેડિયમમાં આપી શકાય છે જે હિમાચલ પ્રદેશની લાહૌલ ઘાટીમાં બની રહ્યુ છે. તે સમુદ્ર તટથી ૧૦૦૦૦ ફૂટ ઉપર છે અને અટલ ટનલની તરત બાજુમાં સ્થિત છે. રસપ્રદ વાત તો એ છે કે ક્રિકેટ મેદાનથી વિપરીત આ સ્ટેડિયમને આદિવાસીઓ દ્વારા ભંડૉળ પૂરુ પાડવામાં આવશે.

૬. દાલ જીલ પોસ્ટ ઓફિસ – દુનિયાનું એક્માત્ર તરતું પોસ્ટ ઓફિસ

તમે તરતા બગીચા, ટાપુઓ અને હાઉસબોટ વિશે સાંભળ્યુ હશે પણ કશ્મીરના ફેમસ દાલ લેકમાં તરતુ પોસ્ટ ઓફિસ છે જે આખી દુનિયાની એક્માત્ર તરતી પોસ્ટ ઓફિસ છે. ૨૦૦ વર્ષ કરતા પણ જૂની આ તરતી પોસ્ટ ઓફિસ બ્રિટિશ યુગમાં શરૂ કરવામાં આવી હતી. રસપ્રદ વાત તો એ છે કે આ પોસ્ટ ઓફિસથી લેક પર રહેતા લોકોને આજે પણ પત્ર અને કુરીયર પહોચાડવામાં આવે છે. પોસ્ટની ડિલીવરી શિકારામાં યાત્રા કરતા સમયે એક પોસ્ટમેન દ્વારા કરવામાં આવે છે. દાલ લેક પર તરતા આ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસની બધી સેવાઓ ઉપલબ્ધ છે. આ પોસ્ટ ઓફિસના બધા કવરમાં એક વિશેષ મહોરનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં નાવિકની સાથે શિકારાની ડિઝાઈન બનેલ છે.

૭. લોકટક તળાવ – વિશ્વનું એકમાત્ર તરતું તળાવ

મણિપુરનું લોકટક તળાવ , ઈમ્ફાલથી ૫૩ કિ.મી. ના અંતરે સ્થિત છે. આ દુનિયાનું એકમાત્ર તરતુ તળાવ છે જ્યા ઘણા નાના મોટા તરતા ટાપુઓ છે. લોકટક તળાવ મણિપુરના એ પસંદગીની જગ્યાઓ પૈકી એક છે જ્યાં વિદેશીઓને જવાની મંજુરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તળાવ તરતા ટાપુઓ માટે પ્રખ્યાત છે.

૮. ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ – વિશ્વનો એકમાત્ર લિવિંગ રૂટ પુલ

મેઘાલયના બધા જ લિવિંગ રૂટ બ્રિજમાથી ચેરાપૂંજીનો ડબલ ડેકર રૂટ બ્રિજ અને શિલોંગનો સિંગલ ડેકર રૂટ બ્રિજ સૌથી ખાસ છે. તે વિશ્વમા આ પ્રકારનો એકમાત્ર પુલ છે. મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ ને યૂનેસ્કો દ્વારા વિશ્વ હેરીટેજ સ્થળોના લિસ્ટમાં પણ જોડી દિધેલ છે. આ પુલની લંબાઈ 30 મીટર છે. આ પુલ ૨૪૦૦ ફૂટ ઉચો છે. પૃથ્વી પર સૌથી સુંદર જગ્યાઓમાંના એક સંબોધિત કરવામાં આવેલ આ પુલને માત્ર મેઘાલયમાં જ નહી પરંતુ આખા દેશમા ગૌરવ માનવામાં આવે છે. ધોધ , ઝાકળવાળુ વાતાવરણ અને ઘણી બધી હરિયાળી આ જગ્યાને દુનિયાના પ્રવાસીઓ માટે ખૂબ જ ખાસ જગ્યા બનાવે છે જે ઉત્તરપૂર્વ ભારતમાં નવા અનુભવો માટે આવે છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads