Rann Utsav ફરવાની શાનદાર તક, IRCTCના આ પેકેજમાં ફટાફટ કરાવી લો બુકિંગ

Tripoto
Photo of Rann Utsav ફરવાની શાનદાર તક, IRCTCના આ પેકેજમાં ફટાફટ કરાવી લો બુકિંગ 1/6 by Paurav Joshi

ભીષણ ભૂકંપની ભયાનકતા વેઠી ચુકેલા ગુજરાતના પ્રસિદ્ધ રણ ઉત્સવને જોવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એવામાં ઇન્ડિયન રેલવે તમારા માટે શાનદાર પેકેજ લઇને આવ્યું છે. IRCTC તરફથી આપને બજેટમાં રણ ઉત્સવ ફરવાની તક મળી રહી છે. આવો જાણીએ કેવી રીતે ઉઠાવી શકો છો આ પેકેજનો ફાયદો.

શું છે પેકેજ

IRCTCના આ 4 રાત અને 5 દિવસની ટૂરમાં તમને ગુજરાતના પ્રસિદ્ધ રણ ઉત્સવ ફરવાની તક મળશે. તેમાં પ્રવાસીઓ પ્રસિદ્ધ કચ્છ ફેસ્ટિવલ કે રણ ઉત્સવની મજા માણી શકશો, જે ગુજરાતના જુદાજુદા સાંસ્કૃતિક લોકાચારની એક અનોખી અભિવ્યક્તિ છે, જે તેના અનોખા એથનિક ફ્લેવર અને ફેસ્ટિવ માટે ઓળખાય છે.

Photo of Rann Utsav ફરવાની શાનદાર તક, IRCTCના આ પેકેજમાં ફટાફટ કરાવી લો બુકિંગ 2/6 by Paurav Joshi

ક્યાં મળશે ફરવાની તક

રણ ઉત્સવમાં કારીગરો અને શિલ્પકારોની રચનાત્મકતા, લોક સંગીત અને પર્ફોર્મન્સની સાથે-સાથે જુદી જુદી સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. આના માટે પ્રવાસીઓને મહારાષ્ટ્રના મુંબઇથી ટ્રેન પકડવી પડશે, જ્યાં તેમને ભુજ, રણ ઉત્સવમાં કારીગરો અને શિલ્પકારોની રચનાત્મકતા, લોક સંગીત અને પર્ફોર્મન્સની સાથે સાથે જુદીજુદી સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. એટલા માટે પ્રવાસીઓને મહારાષ્ટ્રમાં મુંબઇથી ટ્રેન પકડવી પડશે, જ્યાં તેમને ભુજ, રણ ઉત્સવ ટેન્ટ સિટી, કચ્છના સફેદ રણ પર સૂર્યોદય વગેરે જોવા મળશે.

પેકેજમાં શું છે સામેલ

IRCTC ના Rann Utsav પેકેજમાં પ્રવાસીઓને મુસાફરી દરમિયાન ડિલક્સ ટેન્ટમાં એસી સ્ટે અને ફુડ પણ મળશે.

Photo of Rann Utsav ફરવાની શાનદાર તક, IRCTCના આ પેકેજમાં ફટાફટ કરાવી લો બુકિંગ 3/6 by Paurav Joshi

કેન્સિલેશન પૉલિસી

IRCTC ના Rann Utsav પેકેજ શરુ થયાના 30 દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવવા પર 5 ટકા ચાર્જ કાપી નાંખવામાં આવશે. આ ઉપરાંત, 29 થી 11 દિવસ વચ્ચે બુકિંગ કેન્સલ કરાવવા પર 25 ટકા વ્યાજ પણ કાપવામાં આવશે. જો તમે 11 દિવસથી ઓછા સમયમાં બુકિંગ કેન્સલ કરાવ્યું તો તમને થોડુક રિટર્ન પણ મળશે.

પેકેજ કેટલામાં પડશે

મુંબઇથી વ્યક્તિ દીઠ રુ.29,220 (સિંગલ શેરીંગ) થશે. ટ્વિન શેરીંગના રુ.22,039 રુપિયા અને ટ્રીપલ શેરીંગના 20,850 રુપિયા થશે. 5 થી 11 વર્ષના બાળકના 18,500 રુપિયા ચૂકવવા પડશે. 26 નવેમ્બરે ટ્રેન મુંબઇથી ઉપડશે અને તેમાં થર્ડ એસીની ટિકિટનો સમાવેશ થાય છે.

રણમાં તમે શું કરી શકો

Photo of Rann Utsav ફરવાની શાનદાર તક, IRCTCના આ પેકેજમાં ફટાફટ કરાવી લો બુકિંગ 4/6 by Paurav Joshi

વ્હાઇટ રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તને જોવો એક અનોખો અનુભવ છે. ટેન્ટ સિટીમાં રોકાણ કરવાથી કે પછી ધોરડો નજીક રિસોર્ટમાં રોકાઇને તમે આ લ્હાવો માણી શકો છો. દિવસના ભાગે તમે રણમાં બનાવેલા વોચ ટાવર પર ચઢીને દૂર સુધી રણની સુંદરતાને નિહાળી શકો છો. ડિસેમ્બર દરમિયાન દરિયાનું પાણી લગભગ 8 કિ.મી. અંદર સુધી જતું રહે છે એટલે તમને દૂર સુધી મીઠાનું રણ જોવા મળશે.

Photo of Rann Utsav ફરવાની શાનદાર તક, IRCTCના આ પેકેજમાં ફટાફટ કરાવી લો બુકિંગ 5/6 by Paurav Joshi

વોચ ટાવર ફોટોગ્રાફી માટે પણ ઉત્તમ જગ્યા છે. અહીં વ્યક્તિ દીઠ 20 રુપિયા આપીને હિંચકામાં બેસીને ફોટા પડાવી શકાય છે. તો 20 રુપિયામાં પાઘડી પહેરીને પણ ફોટોગ્રાફીનો આનંદ માણી શકાશે. આ ઉપરાંત આ જગ્યાએ ચા-કોફી, નાસ્તો, આઇસ્ક્રીમ, લસ્સી, ફાલુદા વગેરે મળી રહેશે. સફેદ રણમાં તમે ઊંટ ગાડીની કે પછી ઊંટ પર સવારી કરી શકો છો. ઊંટ ગાડીમાં વ્યક્તિ દીઠ 50 રુપિયા આપવા પડશે. જ્યારે ઊંટ સવારીમાં બે વ્યક્તિના 100 થી 200 રુપિયા સ્થાનિકો ઊંટવાળા લેતા હોય છે. જો તમારે રણમાં અંદર સુધી જવું હોય તો થોડુક બાર્ગેનિંગ કરીને ભાવ ઓછા કરવાનો પ્રયત્ન કરજો. અહીં જીપ સફારી પણ થાય છે.

કાળો ડુંગર

Photo of Rann Utsav ફરવાની શાનદાર તક, IRCTCના આ પેકેજમાં ફટાફટ કરાવી લો બુકિંગ 6/6 by Paurav Joshi

સફેદ રણની નજીક કાળો ડુંગર પણ છે. ખાવડાથી 25 કિ.મી. અને ભૂજથી કાળો ડુંગર લગભગ 90 કિલોમીટર દૂર છે. કચ્છના ઉતર ભાગમાં આવેલ કચ્છના મોટા રણની કાંધી પર ઉભેલ કચ્છનો ઉંચામાં ઉંચો ૧૫૫૨ ફુટ કાળો ડુંગર દતાત્રેય ભગવાનનું સ્થાન છે. દત્ત શિખર તરીકે ઓળખાતી ટોચ પર વિશાળ સપાટ જગ્યામાં મંદિર છે. કચ્છની ડુંગરની ત્રણ ધાર પર માંહેલી ઉતર ધાર પર કાળો ડુંગર સ્થિત છે. મુળ અરવલ્લી કુળનું આ પર્વત જુરાસીક પીરીયડનું છે એટલે કે સાડા છ કરોડ વર્ષ પ્રાચીન છે અને એટલા જ માટે તેની ટોચ ઉપરના પથ્થરો વચ્ચે લાકડાના તથા દરિયાઈ જીવોના અશ્મિઓ જોવા મળે છે. કહેવાતો આ કાળો પરંતુ ઉપર જતા જ લાગે આ કાળો નથી. આ સ્થાન ઊંચુ હોવાથી ભારત-પાક બોર્ડર પ્રવાસી દુરથી જોઈ શકે છે. સવારે સુર્યોદય અને સાંજે સુર્યાસ્ત માઉન્ટ આબુને ભુલાવી દે તેવો છે.

મેગ્નેટિક ફિલ્ડ

લોકો આ ડુંગર પર એટલા માટે પણ જાય છે કારણ કે અહીં મેગ્નેટિક ફિલ્ડનો અનુભવ કરી શકાય છે. મેગ્નેટિક ફિલ્ડ એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ખેંચાણ અનુભવવાની ક્રિયા છે. સામાન્ય રીતે ઢાળની દિશામાં જતા વાહનો કે પદાર્થો વધુ વેગ મેળવે પરંતુ, અહી તેનાથી ઉલટી ક્રિયા થાય છે. એટલે કે ઢાળ ચડતા સ્પીડ વધવી અથવા ઉભેલું સાધન ઢાળની વિરુદ્ધ ઉપરની તરફ ખેચાય છે. તો ઢાળની દિશામાં જતા વાહનોની સ્પીડ અનાયાસ ખુબ ( લગભગ 80-85 km ) વધી જાય છે. આમેય કચ્છ ભૂકંપ સંવેદી વિસ્તાર છે તેથી આવી બાબતો વધુ ધ્યાન ખેચે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads