ગુરુ ગોરખનાથના ભક્તો માટે સારા સમાચાર, બુંદેલખંડનું ગોરખગીરી યુપીનું અગ્રણી પર્યટન કેન્દ્ર બનશે

Tripoto
Photo of ગુરુ ગોરખનાથના ભક્તો માટે સારા સમાચાર, બુંદેલખંડનું ગોરખગીરી યુપીનું અગ્રણી પર્યટન કેન્દ્ર બનશે 1/1 by Romance_with_India

ગુરુ ગોરખનાથના ભક્તો માટે એક સારા સમાચાર છે. બુંદેલખંડના મહોબામાં ગુરુ ગોરખનાથની તપોભુમી ગોરખગીરી ઉત્તર પ્રદેશનું અગ્રણી પર્યટન કેન્દ્ર બનશે. નાથ સંપ્રદાયના નેતા ગુરુ ગોરખનાથના સપના સાકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખગીરી પર્વત પર મંદિર, બજાર, રોપ-વે, ધર્મશાળા, ધ્યાન કેન્દ્ર બનાવી રહ્યા છે. આ સાથે અહીં ગુરુ ગોરખનાથની ભવ્ય પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. તેની કિંમત 25 કરોડની આસપાસ હશે. લગભગ બે હજાર ફૂટ ઊંચા ગોરખગીરી પર્વત પર સિદ્ધ બાબાનું મંદિર છે. અહીં ગર્ભગૃહમાં ગુરુ ગોરખનાથની સાણસી રાખવામાં આવી છે.

Photo of Mahoba, Uttar Pradesh, India by Romance_with_India

ગોરખગિરી પર્વત પર બીજા ઘણા મંદિરો છે. શિવતાંડવની મૂર્તિ પર્વતના મુખ્ય દ્વાર પર સ્થિત છે. અહીં આવતા પ્રવાસીઓની સુવિધા માટે શિવતાંડવમાં વિશાળ મંદિર, પાર્કિંગ અને દસ દુકાનો બનાવવામાં આવશે. રસ્તામાં લાઇટિંગ હશે. મદનસાગરમાં ખખરામઠ નજીકથી રોપ -વે તૈયાર થશે. સિદ્ધબાબા મંદિર પાસે ધ્યાન કેન્દ્ર બનાવવામાં આવશે. આ સાથે અહીંના નાના મંદિરોને પણ વિકસાવવામાં આવશે.

Photo of ગુરુ ગોરખનાથના ભક્તો માટે સારા સમાચાર, બુંદેલખંડનું ગોરખગીરી યુપીનું અગ્રણી પર્યટન કેન્દ્ર બનશે by Romance_with_India

ગોરખગીરી પર્વત ખૂબ જ સુંદર સ્થળ છે. એવું કહેવાય છે કે ગુરુ ગોરખનાથે તેમના સાતમા શિષ્ય સિદ્ધો દીપક નાથ સાથે મળીને આ પર્વત પર થોડો સમય તપસ્યા કરી હતી. તેમના નામ પરથી આ પર્વતનું નામ ગોરખગીરી પડ્યું. અહીં દરેક પૂર્ણિમાએ ગોરખગીરી પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ પર્વત પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે; માતા સીતા અને લક્ષ્મણ સાથે વનવાસનો થોડો સમય વિતાવ્યો હતો.

Photo of ગુરુ ગોરખનાથના ભક્તો માટે સારા સમાચાર, બુંદેલખંડનું ગોરખગીરી યુપીનું અગ્રણી પર્યટન કેન્દ્ર બનશે by Romance_with_India

મહોબા પ્રાચીન સમયમાં બુંદેલખંડની રાજધાની હતી. આ બહાદુર આલ્હા-ઉદલનું શહેર છે. પહેલાના સમયમા ગામે ગામે આલ્હા-ઉદલનું નાટક ભજવાતું હતું. ચંદેલ અને પ્રતિહાર રાજાઓએ અહીં લાંબા સમય સુધી રાજ કર્યું. પ્રાચીન સમયમાં તે મહોત્સવ નગર તરીકે ઓળખાતું હતું, જે પાછળથી મહોબામાં બદલાઈ ગયું. મહોબા તેની ઉત્કૃષ્ટ ગૌરા પથ્થરની હસ્તકલા માટે પ્રખ્યાત છે. હસ્તકલામાં વપરાતો ગૌરા પથ્થર આ વિસ્તારમાં જોવા મળતો સફેદ રંગનો પથ્થર છે. આ સાથે મહોબાના કારીગરોની ધાતુ કારીગરીમાં કોઈ જોડ નથી. તાંબુ, પિત્તળ, જસત અને આયર્નથી બનેલી કલાકૃતિઓ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

Photo of ગુરુ ગોરખનાથના ભક્તો માટે સારા સમાચાર, બુંદેલખંડનું ગોરખગીરી યુપીનું અગ્રણી પર્યટન કેન્દ્ર બનશે by Romance_with_India

આ શહેર ટેકરીઓ અને ખીણો પર સ્થિત મંદિરો માટે જાણીતું છે. મહોબા ગોરખગિરિ પર્વત સાથે; વિશ્વ પ્રસિદ્ધ ખજુરાહો, કાકરમથ મંદિર, પ્રાચીન સૂર્ય મંદિર, ચિત્રકૂટ અને કાલિન્જર પણ માટે પ્રખ્યાત છે. અહીં હિન્દુ તેમજ જૈન અને બૌદ્ધ તીર્થસ્થળો પણ છે. આ વિસ્તાર તેના સ્થાપત્ય વારસા, ત્રણ સરોવરો - રાહીલા સાગર, મદન સાગર અને કિરાત સાગર તેમજ બે કુંડ - રામ કુંડ અને સૂરજ કુંડ માટે પણ પ્રખ્યાત છે. ગોરખગીરી પર્વત પર અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. અહીં આવી તમે કોઈપણ હિલ સ્ટેશન ભૂલી જશો. અહીંના ઊંચા પહાડો, તળાવો, કુંડ, મંદિરો અને હરિયાળી તમારા મનને મોહિત કરવા માટે પૂરતી છે.

કેવી રીતે પહોંચવું

મહોબાથી 2 કિલોમીટર દૂર ગોરખગીરી પર્વત છે. મહોબા ટ્રેન અને રોડ દ્વારા સારી રીતે જોડાયેલ છે. તમે સરળતાથી ટ્રેન અથવા બસ દ્વારા અહીં પહોંચી શકો છો. મહોબાથી નજીકનું એરપોર્ટ ખજુરાહો છે, જે લગભગ 55 કિલોમીટર દૂર છે.

ક્યારે જવુ

ગોરખગીરીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. આ સમય દરમિયાન અહીંનું વાતાવરણ એકદમ આહલાદક હોય છે.

-હિતેન્દ્ર ગુપ્તા

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads