Travel Tips: ઓછા પૈસા ખર્ચીને વિમાનમાં ફરવું છે તો અપનાવો આ ટિપ્સ

Tripoto
Photo of Travel Tips: ઓછા પૈસા ખર્ચીને વિમાનમાં ફરવું છે તો અપનાવો આ ટિપ્સ by Paurav Joshi

આપણે જ્યારે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવીએ ત્યારે ઓછા સમયમાં વધુ જગ્યાએ ફરી શકીએ તે માટે ફ્લાઇટ દ્વારા જવા માંગીએ છીએ. હવે ફ્લાઈટમાં મુસાફરી કરવી સરળ બની ગઈ છે. પરંતુ લોકોને લાગે છે કે ફ્લાઈટની ટિકિટ મોંઘી છે, જેના કારણે ઘણીવાર લોકો ઈચ્છા હોવા છતાં પ્લેનમાં મુસાફરી કરી શકતા નથી. જો કે ફ્લાઇટની ટિકિટની કિંમત લક્ઝરી ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બા જેટલી હોઇ શકે છે, પરંતુ ઘણી વખત મુસાફરોને ફ્લાઇટ ટિકિટ મોંઘી લાગે છે. આવી સ્થિતિમાં, તેઓ ઇચ્છે તો પણ ટિકિટ બુક કરાવતા નથી અને ઓછા પૈસામાં ટ્રેન અથવા અન્ય કોઈપણ પરિવહન દ્વારા મુસાફરી કરે છે. પરંતુ જો તમે ફ્લાઈટ દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે કેટલીક ટિપ્સ અપનાવીને સસ્તી ફ્લાઈટ ટિકિટ બુક કરી શકો છો. સસ્તી ફ્લાઇટ ટિકિટ માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે કૂપન કોડ અથવા ડિસ્કાઉન્ટ દ્વારા સસ્તી ફ્લાઇટ ટિકિટ પણ બુક કરી શકો છો. ચાલો જાણીએ કે ફ્લાઈટ ટિકિટ બુક કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

બ્રાઉઝર

જો તમે ઓનલાઈન ફ્લાઈટ ટિકિટ બુક કરાવતા હોવ તો વેબ બ્રાઉઝર દ્વારા ટિકિટની કિંમત ઘટાડી શકો છો. ઘણી વખત વેબ બ્રાઉઝરમાં ટિકિટ સર્ચ કર્યા પછી તેની કિંમત બદલાઈ જાય છે. આ તમારા બ્રાઉઝરની કૂકીઝને કારણે થાય છે. એટલે જ્યારે તમે વારંવાર ટિકિટ સર્ચ કરો છો, ત્યારે તેની કિંમતો વધી જાય છે. ખાનગી બ્રાઉઝરનો ઉપયોગ કરતી વખતે આ વાતને ધ્યાનમાં રાખો.

Photo of Travel Tips: ઓછા પૈસા ખર્ચીને વિમાનમાં ફરવું છે તો અપનાવો આ ટિપ્સ by Paurav Joshi

હિસ્ટ્રી ક્લિયર કરો

તમારા બ્રાઉઝરમાંથી કૂકીઝ હિસ્ટ્રીને દૂર કરો. કૂકીઝના આધારે ફ્લાઇટ ટિકિટમાં થતા ઉતાર-ચઢાવને સમાન રાખવા માટે સર્ચ હિસ્ટ્રીને ક્લિયર કરો. ત્યારબાદ જ ટિકિટ બુક કરો. જ્યારે પણ તમે ફ્લાઇટ ટિકિટ બુક કરો ત્યારે કૂકી હિસ્ટ્રી ક્લિયર કરવી આવશ્યક છે.

નોન-રિફંડેબલ ટિકિટ

ટિકિટ બુક કરતી વખતે નોન રિફંડેબલ ટિકિટ બુક કરો. લોકો રિફંડેબલ ટિકિટનું બુકિંગ કરે છે જેથી કોઈ કારણસર મુસાફરી ન કરી શકાય તો તેમના પૈસા પાછા મળી શકે પરંતુ નોન રિફંડેબલ ટિકિટો કરતાં રિફંડેબલ ટિકિટો સસ્તી હોય છે. તમારી યાત્રાને સંપૂર્ણ રીતે સુનિશ્ચિત કર્યા પછી નોન-રિફંડેબલ ટિકિટ બુક કરો.

Photo of Travel Tips: ઓછા પૈસા ખર્ચીને વિમાનમાં ફરવું છે તો અપનાવો આ ટિપ્સ by Paurav Joshi

રાઉન્ડ ટ્રિપ ટિકિટ

ફ્લાઇટની ટિકિટ બુક કરતી વખતે વન-વે મુસાફરી કરતાં રાઉન્ડ ટ્રિપ ટિકિટ બુક કરીને તમે પૈસા બચાવી શકો છો. રાઉન્ડ ટ્રીપમાં જવા-આવવાની ટિકિટ સાથે જ બુક કરવામાં આવે છે. જે વન-વે ટ્રિપ અને રિટર્ન ટ્રિપનું અલગ અલગ બુકિંગ કરવાની તુલનામાં સસ્તું હોઈ શકે છે.

ઑફ પીક ટ્રાવેલિંગ

ફ્લાઇટની ટિકિટ બુક કરતી વખતે સસ્તા દિવસો પર નજર રાખો. ઉદાહરણ તરીકે, જો તમે સોમવાર અને ગુરુવારે સવારે કોઈપણ ફ્લાઇટ બુક કરો છો, તો તે અન્ય ફ્લાઇટ્સ કરતાં થોડી સસ્તી પડે છે. જો તમે કોઇ એવી મુસાફરી કરવા જઈ રહ્યા છો કે જેમાં દિવસનો કોઇ પ્રતિબંધ ન હોય તો તમે ઑફ-પીક દિવસોમાં જ ટિકિટ બુક કરી શકો છો.

Photo of Travel Tips: ઓછા પૈસા ખર્ચીને વિમાનમાં ફરવું છે તો અપનાવો આ ટિપ્સ by Paurav Joshi

ફ્લાઇટ સર્ચ એન્જિન

ટિકિટ બુક કરાવતા પહેલા, તમામ સાઇટ્સ પર ઉપલબ્ધ ટિકિટની કિંમતો વચ્ચેનો તફાવત જાણવા માટે વિવિધ સર્ચ એન્જિન તપાસવા જોઇએ અને જ્યાં પણ તે સસ્તી હોય ત્યાંથી ટિકિટ બુક કરવી જોઈએ.

Photo of Travel Tips: ઓછા પૈસા ખર્ચીને વિમાનમાં ફરવું છે તો અપનાવો આ ટિપ્સ by Paurav Joshi

Weekday Rule : એવું જોવામાં આવ્યું છે કે સપ્તાહના અંતે ફ્લાઇટના દરો ઘણી વખત વધારે હોય છે. તેની સરખામણીમાં સપ્તાહની શરૂઆતમાં રેટ ઓછા હોય છે. તેથી મંગળવાર અથવા બુધવારે તમારી ફ્લાઇટની ટિકિટ બુક કરો. દિવાળી, હોળી અને ક્રિસમસ જેવી રજાઓ દરમિયાન ટ્રાવેલિંગ કરવાથી બચવું જોઇએ. કારણ કે આવા પ્રસંગોએ કિંમત ઘણી વધારે હોય છે.

Flight Timing : જે રીતે દિવસનું મહત્વ છે, તેમ રાત પણ મહત્વપૂર્ણ છે. જો તમારી ફ્લાઇટનો સમય મોડી રાત્રે અથવા વહેલી સવારનો છે તો તમને ટિકિટ થોડી સસ્તી મળે તેવી ઘણી શક્યતાઓ છે.

Flight Update : Twitter અને Instagram જેવા સોશિયલ મીડિયા પર OutOfficeDaku (@outofofficedaku) અને Airfarewatchdog (@airfarewatchdog) જેવા હેન્ડલ્સને ફોલો કરો. તેઓ હંમેશા ફ્લાઈટ્સ પર સારી ડીલ્સ વિશે માહિતી આપે છે.

Photo of Travel Tips: ઓછા પૈસા ખર્ચીને વિમાનમાં ફરવું છે તો અપનાવો આ ટિપ્સ by Paurav Joshi

Advance Booking : ઓનલાઈન ફ્લાઇટ બુકિંગ ખૂબ જટિલ હોઈ શકે છે. જો તમે કેટલાંક મહિનાઓ અગાઉ બુકિંગ કરો છો, તો કદાચ એવું બની શકે કે તમને સારી ડીલ ન મળે. એવું પણ શક્ય છે કે જો તમને સારી ડીલ મળે તો ટિકિટ રિફંડેબલ ન પણ હોય. બીજી તરફ, જો તમે છેલ્લી ઘડીએ બુકિંગ કરાવો છો, તો ટિકિટ મોંઘી પડશે. આ બધાથી બચવા માટે, મુસાફરીની તારીખના ચાલીસથી વીસ દિવસ પહેલાં તમારી ફ્લાઇટ ટિકિટ બુક કરો.

Travel Website/ App : એક જાણકાર પ્રવાસી તરીકે, તમારે ફ્લાઇટ ટિકિટ માટે નાણાં ખર્ચતા પહેલા સારીરીતે રિસર્ચ કરી લેવું જરૂરી છે. ફ્લાઈટની ટિકિટ બુક કરાવતી વખતે ઇન્ટરનેટ પર પહેલો ઓપ્શન મળ્યો તેની પર જ બુકિંગ કરાવી લેવું એ યોગ્ય રીત માનવામાં નથી આવતી. બુકિંગ કરતા પહેલા તમારે હંમેશા ઘણાંબધા વિકલ્પો અને ડિલ્સ તપાસી લેવી જોઈએ. તમે પ્રાઇસલાઇન અને સ્કાયસ્કેનર જેવા કેટલાક લોકપ્રિય એરફેર એગ્રીગેટર્સ પર પણ સારી ડિલ્સ મેળવી શકો છો. એવી ઘણી વેબસાઇટ્સ અને એપ્સ છે જે સસ્તી ફ્લાઈટ ટિકિટ ઓફર કરે છે. અહીં દરરોજ નવી ઑફર્સ આવે છે. તમે આ પ્રકારની વેબસાઈટથી તમારા આગામી વેકેશનની યોજના બનાવી શકો છો. પરંતુ એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તે વેબસાઇટ અધિકૃત હોવી જોઈએ. સસ્તાના નામે તમે છેતરપિંડીનો શિકાર પણ બની શકો છો. તમે Kayak.com (kayak.com), Booking.com (booking.com) જેવી વેબસાઇટ્સ ચેક કરી શકો છો. આ સિવાય કેટલીક એરલાઈન્સ પોતાની વેબસાઈટ પર સારી ડીલ ઓફર કરે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads