ગોવા - ચોમાસામાં ન જોયું તો શું જોયું!
દિવસ 1
ભારત અને વિશ્વભરમાં પ્રખ્યાત એવું ગોવા ચોમાસામાં ઔર જ ખીલી ઉઠે છે. પહેલા ચોમાસામાં અહીંયા લોકો આવવાનું ટાળતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી આમાં ફેરફાર થયો છે.
મીરામાર
ગોવા ચોમાસામાં ન જવા માટે મને મારા ઘણા મિત્રોએ સમજાવ્યું પરંતુ નદીઓ અને ટનલમાંથી નીકળતી કોંકણ રેલવેમાં મુસાફરી કરવાની ખુબ જ મજા પડી.
દિવસ 2
પણજી
પણજીમાં અમે 700 રૂપિયા દિવસના હિસાબે એક સ્કૂટર રેન્ટ ઉપર લઈને અમે નીકળી પડ્યા.
રાજબાગ બીચ
2 કલાકના સફર પછી મેં જીવનમાં પહેલી વાર રાજબાગ બીચ પર નદી અને સમુદ્રનો સંગમ જોયો.
રાજબાગ બીચ
ત્યાંથી નીકળીને અમે હનીમૂન માટે ફેમસ એવા પલોલીં બીચ પહોંચ્યા. અને ત્યાં જ ચોમાસુ હોવાથી વરસાદ તૂટી પડ્યો.
અઁગોંડા
પાલોલેમથી દક્ષિણ ગોવાના અઁગોંડા બીચનો રસ્તો ખુબ જ સુંદર અને નાળિયેરના ઝાડથી ભરપૂર છે. અહીં કાચબા પણ પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. ત્યાંથી અમે સાંજના સમયે ગોઅન વાસ્તુ પ્રમાણે બનેલી સાફા મસ્જિદ જોવા ગયા.
શ્રી મંગેશ મંદિર
ગોવામાં આ મંગેશ મંદિર એ ખુબ જ પ્રખ્યાત છે. અહીંયા દિવસના અજવાળામાં પહોંચી જવું હિતાવહ છે. અહીંયા દર્શન કર્યા વગર પાછા જવામાં તમારી યાત્રા અપૂર્ણ જ રહી જશે.
ઇમેક્યુલેટ કંસેપશન ચર્ચ
1541 માં બનાવાયેલ આ ચર્ચ નો ટાવર પણજીમાં ઘણી દૂરથી પણ જોઈ શકાય છે. સફેદ રંગે રંગવામાં આવેલ આ ચર્ચ ખુબ જ સુંદર છે.
દિવસ 3
બપોરે અમારે વાસ્કો દ ગામાથી ટ્રેન પકડવાની હોવાથી અમે સવારે જ ચેક આઉટ કરીને સિંઘમના શૂટિંગ સ્થળ ડોના પૌલા પહોંચ્યા.
પછી અમે પણજીમાં થોડા દિવસો પૂર્વે જ પૂર્ણ થયેલી સ્ટ્રીટ આર્ટ જોઈ.
અમે બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ગયા જે કેથોલિક પંથમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.
ત્યાંથી થોડા જ દૂર સેન્ટ કેથેડ્રલ, સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસી વ ગોવા અને મ્યુઝીયમ પણ છે.
જુના ગોવામાં બાઈક ચલાવવાની મજા જ અલગ છે. અમે કિસમુર રેસ્ટોરન્ટમાં સી ફૂડ અને અન્ય ખાણું ખાધું.
મારા મત મુજબ ગોવા જવું હોય તો ચોમાસામાં જ જાઓ, તમને એક અલગ જ અનુભવ થશે.
.