BAPS સંસ્થા દ્વારા ગુજરાત, ભારત સહિત વિશ્વભરમાં અનેક સ્થળોએ સંખ્યાબંધ ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરો બનાવવામાં આવ્યા છે. ખૂબ જ વિશાળ જગ્યામાં પૂરતી ચોકસાઇ અને બારીકાઈથી બનેલા તમામ સ્વામિનારાયણ મંદિરો આમ તો ઘણા અંશે સમાન ભાસે છે પણ આ તમામની મુલાકાત સાચે જ તેના મુલાકાતીઓને આદ્યાત્મ ઉપરાંત અહોભાવની લાગણીથી અચંબિત કરી મૂકે છે.
ગુજરાતમાં રહેતા સૌ કોઈએ ક્યારેકને ક્યારેક તો ગાંધીનગર, અમદાવાદ, વડતાલ, જેતલપુર, ગોંડલ, જૂનાગઢ, ભૂજ વગેરે જગ્યાએ આવેલા ખૂબ જ ધ્યાનાકર્ષક શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી જ હશે. તો હવે આ યાદી પરથી જાણો કે ગુજરાત બહાર પણ કોઈ પ્રવાસ કરો ત્યારે આ મંદિરો જોવાનું ચૂકશો નહીં!
- અક્ષરધામ મંદિર, નવી દિલ્હી
21મી સદીમાં ભારતમાં બનેલા સૌથી મનમોહક મંદિરોની યાદી બનાવવામાં આવે તો દિલ્હીમાં ભવ્યાતિભવ્ય અક્ષરધામ મંદિરનો અચૂક ઉલ્લેખ કરવો જોઈએ. આ મંદિર જાણે ભારતીય સંસ્કૃતિ, આદ્યાત્મ, અને આર્કિટેક્ચરનો પરફેક્ટ સંગમ છે. અહીં એટલું સુંદર બાંધકામ કરવામાં આવ્યું છે કે આ મંદિરના મુલાકાતીઓ અહીં આવ્યા બાદ મંત્રમુગ્ધ થયા વિના રહી શકતા નથી. આઠ આકર્ષક મંડપ અને મૂખ્ય મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમા તેમજ તેની આસપાસ હજારો અન્ય દેવી દેવતાઓની તસવીરો તે ગજબ આદ્યત્મિક વાતાવરણ ઊભું કરે છે.
3 થી 4 કલાકમાં આખું જોઈ શકાય તેવા દિલ્હી અક્ષરધામ માત્ર શ્રદ્ધાળુઓમાં જ નહીં, પ્રવાસપ્રેમીઓમાં પણ લોકપ્રિય છે અને તેનું મુખ્ય કારણ છે અહીં વિશાળ બાગ-બગીચા પાસે બનાવવામાં આવેલા નારાયણ સરોવર પર થતો વોટર શો. મંદિરની ભવ્યતાથી પહેલા જ અંજાયેલા મુલાકાતી આ વોટર શો જોઈને તો ખરેખર ઓવારી જાય છે.
સમય: મંગળવાર થી રવિવાર સવારે 10.00 થી સાંજે 8 (ટિકિટ કાઉન્ટર સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે)
એન્ટ્રી ફી: 220 રૂ (12 વર્ષ કે તેથી વધુ), 170 રૂ (સિનિયર સીટીઝન), 120 રૂ (4થી 11 વર્ષના બાળકો), નિઃશુલ્ક (4 વર્ષથી ઓછી વયના બાળકો)
ડ્રેસકોડ: પેટ તેમજ ઘૂંટણ નીચે બધુ જ કવર થતાં પોષાક
- અક્ષરધામ મંદિર, જયપુર
જયપુર શહેર કે આખા રાજસ્થાન રાજ્યની વિશેષતાઓ ગણવાની વાત આવે તો મુખ્યત્વે તેમાં ઐતિહાસિક કિલ્લાઓ તેમજ રાજમહેલોનું જ સ્થાન જોવા મળે. પણ શું તમે જાણો છો કે પિંક સિટી જયપુરમાં હવા મહેલ જેટલો સુંદર છે એટલું જ સુંદર એક અક્ષરધામ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અહીં ભગવાન નારાયણ અને ભગવાન વિષ્ણુના મુખ્ય મંદિરો પણ છે. જયપુરના હાર્દ સમા વિસ્તારમાં બનેલા આ મંદિરનું બાંધકામ હજુ નજીકના ભૂતકાળમાં જ થયું હોવા છતાં ચારે બાજુ મનોરમ્ય બગીચાઓ વચ્ચે પરંપરાગત ઢબે બંધાયેલું આ મંદિર ખૂબ જ મનમોહક છે. નિરાંતે આ આખું મંદિર જોવું હોય તો 1.5થી 2 કલાક જેટલો સમય લાગે છે.
સમય: સવારે 7.00 થી સાંજે 8.15
એન્ટ્રી ફી: નિઃશુલ્ક
- સ્વામિનારાયણ મંદિર, કોલકાતા
સ્વતંત્રતાના સાત દાયકા બાદ હજુયે અંગ્રેજોની છાપ ધરાવતા શહેર કોલકાતામાં પણ ધર્મ અને આદ્યાત્મના આકર્ષક સંગમ સમાન સ્વામિનારાયણ મંદિર માનભેર ઊભું છે. કોલકાતામાં કાલી મંદિર તો જરૂર જોશો જ, સાથે આ સુંદર સ્વામિનારાયણ મંદિર પણ અવશ્ય મુલાકાત લેશો. ગુજરાતથી લગભગ 2000 કિમી સૂર આવેલા કોલકાતામાં ગુજરાતી લોકો માટે કૉમ્યુનિટી ગેધરિંગના વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન માટે આ મંદિર મુખ્ય સેન્ટર છે. વળી, અવનવા ધાર્મિક કાર્યક્રમો તો ખરા જ!
અત્રે ઉલ્લેખનીય છે કે મચ્છી-ભાત ખાતા બંગાળમાં શુધ્ધ શાકાહારી ગુજરાતી ભોજન જમવું હોય તો એકમાત્ર સરનામું આ સ્વામિનારાયણ મંદિર જ છે.
- અક્ષરધામ મંદિર, નાગપુર
મહારાષ્ટ્રના નાગપુર શહેરના રિંગ રોડ ખાતે આ અક્ષરધામ મંદિર આવેલું છે. અમુક વર્ષો પહેલા જ બંધાયેલા આ મંદિરના પરિસરમાં એક ખૂબ જ અદ્યતન મંદિર ઉપરાંત એક વિશાળ રસોડું, પાર્કિંગ, રેસ્ટોરાં અને બાળકો માટે ક્રીડાંગણ પણ છે. નાગપુર શહેરની મુલાકાત લો ત્યારે સાંજના સમયે 4 વાગ્યા પછી આ અક્ષરધામ મંદિરની મુલાકાત અવશ્ય લેવી, કારણ કે આ મંદિરના પરિસરમાં થતી અત્યંત ધ્યાનાકર્ષક લાઇટિંગ સાથે સંધ્યા સમયે તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠે છે. બે માળના આ મંદિરનું આર્કિટેક્ચર પણ સાચે જ ઘણું અદ્ભુત છે.
- સ્વામિનારાયણ મંદિર, મુંબઈ
ગુજરાતીઓની અઢળક આબાદી ધરાવતા મુંબઈમાં પણ દાદર ખાતે એક બહુ જ સોહામણું સ્વામિનારાયણ મંદિર આવેલું છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ