11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ગરતાંગ પુલની મુલાકાતે એકવાર જરૂથી જાઓ

Tripoto

તિબેટ જવાના પ્રાચીન વ્યાપાર માર્ગ પર ગરતાંગ ગલી પુલ પેશાવર પઠાણો દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. 1962 માં ભારત-ચીન યુદ્ધ બાદ જ્યારે તે હદ બહાર જાહેર કરવામાં આવ્યો ત્યારે તે બિનઉપયોગી બન્યો તેથી વર્ષોથી નુકસાન થતું રહ્યું હતું.

Photo of 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ગરતાંગ પુલની મુલાકાતે એકવાર જરૂથી જાઓ 1/5 by UMANG PUROHIT
Credit: CNN Travel

ભારત-ચીન સરહદ નજીક ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નેલોંગ ખીણમાં 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત 150 વર્ષ જૂનો ઔતિહાસિક ગરતાંગ ગલી લાકડાનો પુલ નવીનીકરણ બાદ 59 વર્ષ પછી બુધવારે પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો.

Photo of 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ગરતાંગ પુલની મુલાકાતે એકવાર જરૂથી જાઓ 2/5 by UMANG PUROHIT
Credit: nyoooz

તિબેટ જવાના પ્રાચીન વ્યાપાર માર્ગ પર ગરતાંગ ગલી પુલ પેશાવર પઠાણો દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. તે વર્ષોથી ક્ષતિગ્રસ્ત થતો રહ્યો હતો. 1962 માં ભારત-ચીન યુદ્ધ બાદ તેને હદ બહાર જાહેર કરાયા બાદ બિનઉપયોગી બની ગયો હતો.

Photo of 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ગરતાંગ પુલની મુલાકાતે એકવાર જરૂથી જાઓ 3/5 by UMANG PUROHIT
Credit: Hindustan Times

ઉત્તરકાશી જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે બુધવારે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “પુલનું જાહેર બાંધકામ વિભાગ દ્વારા ₹65 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. ગરતાંગ ગલી બ્રિજની મુલાકાત લેવા રસ ધરાવતા લોકોએ ભૈરવ ઘાટી ચોકી પર પોતાની નોંધણી કરાવવી પડશે અને તમામ કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.

Photo of 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ગરતાંગ પુલની મુલાકાતે એકવાર જરૂથી જાઓ 4/5 by UMANG PUROHIT
Credit: swapupdate

દીક્ષિતે જણાવ્યું હતું કે પુલનું સમારકામ અને નવીનીકરણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું અને આ વર્ષે જુલાઈમાં પૂર્ણ થયું હતું. ખરાબ હવામાન અને ભારે વેગના કારણે આ ઊંચાઈ પર આ પુલનું નવીનીકરણ કરવું ખૂબ જ પડકારજનક હતું. મજૂરો પુલ પર કામ કરતી વખતે સલામતીના ઉપકરણોનો ઉપયોગ કરતા હતા.

Photo of 11,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ગરતાંગ પુલની મુલાકાતે એકવાર જરૂથી જાઓ 5/5 by UMANG PUROHIT
Credit: Times Of India

રાજ્યના પર્યટન મંત્રી સતપાલ મહારાજે જણાવ્યું હતું કે, “ગરતાંગ ગલી પુલ ખુલવાથી રાજ્યમાં સાહસિક પ્રવાસન પ્રવૃત્તિઓમાં નવો આયામ ઉમેરાયો છે. પુલ ઐતિહાસિક અને વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે અને પ્રાચીન સમયથી તેના પડોશીઓ સાથે દેશના સૌહાર્દપૂર્ણ વેપાર સંબંધો દર્શાવે છે.

પુલ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સ્થિત છે અને ઉત્તરકાશી જિલ્લા મથકથી 90 કિમીના અંતરે છે. આ પુલ 136 મીટર લાંબો અને 1.8 મીટર પહોળો છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads