આજકાલ ગેમિંગ, ફન એન્ડ એડવેન્ચર ઝોનનો જમાનો આવી ગયો છે તેવું કહેવું ખોટું નહીં ગણાય. કારણ કે લોકોની ખરીદશક્તિ વધતા વીકેન્ડ્સમાં લોકો આવા ગેમિંગ ઝોનની મુલાકાત લેતા થયા છે. કેટલાક વર્ષો પહેલા અમદાવાદમાં કેટલાક મોલમાં બાળકો માટેના ગેમિંગ ઝોન ખુલ્યા હતા પરંતુ તેમાંથી કેટલાક બંધ થયા તો કેટલાક ચાલવા ખાતર ચાલતા હતા પરંતુ હવે સમય બદલાયો છે.
હવે માત્ર મોલ જ નહીં પરંતુ અલગથી વિશાળ જગ્યાઓમાં એડવેન્ચર પાર્ક ખુલી ગયા છે. જેમાં માત્ર બાળકો જ નહીં પરંતુ મોટાઓ પણ વિવિધ ગેમ્સ અને એડવેન્ચર એક્ટિવિટીઝનો આનંદ માણી શકે છે. રજાઓમાં તો આવા સ્થળોએ તો લોકોની એટલી ભીડ રહેતી હોય છે કે ગેમ રમવા માટે પણ લાંબા સમયનો વેઇટિંગ પીરિયડ રહેતો હોય છે. અમદાવાદમાં તાજેતરના કેટલાક વર્ષોમાં આવા જ ગેમિંગ ઝોન ખુલી ગયા છે અને કેટલાક તો છેલ્લા એક કે બે વર્ષમાં જ ખુલ્યા છે તો આવો તેના વિશે વાત કરીએ.
ફન બ્લાસ્ટ, ગોતા
અમદાવાદનું આ સૌથી મોટું ગેમિંગ ઝોન છે. એસજી હાઇવે પર ગોતા ચાર રસ્તાથી થોડાક જ આગળ જશો એટલે તમે સીધા પહોંચી જશો આ ગેમિંગ અને એડવેન્ચર ઝોનમાં. અહીં અનેક પ્રકારની ઇનડોર, આઉટડોર ગેમ્સ છે. તમને અહીં શું મળશે તેની વાત કરીએ તો સ્નો પાર્ક, ફૂડ કોર્ટ, પાર્ટી સ્પેસ, એમ્યુઝમેન્ટ પાર્ક, આર્કેડ વર્લ્ડ, થ્રીલ, વીઆર ઝોન, ગો કાર્ટ, બોલિંગ, ટ્રેમ્પોલિન, ઝીપ લાઇન, ચાઇલ્ડ વાઇબ અને પ્લે સ્ટેશનની સુવિધા મળશે.
કેટલો છે ચાર્જ
આ ગેમિંગ ઝોનની એન્ટ્રી ટિકિટ 30 રૂપિયા છે. સૌ પ્રથમ આઉટસાઇડ ગેમિંગ ઝોનની વાત કરી લઇએ તો તેમાં વિવિધ રાઇડ પ્રમાણે ટિકિટ પ્રાઇસ રાખવામાં આવી છે. જેમાં વિન્ડ મિલના 150 રૂપિયા છે. આ ઉપરાંત જોઇન્ટ સ્વિંગ, સ્વિંગ ચેર, ટેકનો ઝંપ, કોલંબસ, સ્ક્રીમ ટાવર, ઝિપ લાઇન, સ્કાય સાયક્લિંગ વગેરે ગેમનો ભાવ પ્રત્યેક રાઇડ દિઠ 100 રૂપિયા છે. સૌથી સસ્તી રાઇડ કેપ્સ્યુલ, કેટર પિલર, પ્લેન, જોકર, ટાવર, સન મુન, હેલિકોપ્ટર, મિનિ બોટ, રોકેટ ઇન્જેક્શન, ફ્લાઇંગ કાર વગેરે છે જે દરેકના 50 રૂપિયા છે.
ઇનડોર ગેમિંગમાં તમારે કાર્ડ લેવું પડશે. હવે કાર્ડની કિંમતની વાત કરીએ તો તમે કાઉન્ટર પરથી 1000, 2500, 5000 અને 10,000 રૂપિયાના કાર્ડ ખરીદી શકો છો. 1000માં 1100, 2500માં 3000, 5000માં 6500 અને 10,000માં 15000 પોઇન્ટ મળશે. જેને તમે ગેમિંગ માટે ખર્ચ કરી શકો છો. ગેમ્સમાં વિનિંગ પોઇન્ટ પર ઇનામ પણ મળશે. પ્રાઇઝ તમે અહીંના સ્ટોર પરથી કલેક્ટ કરી શકો છો. તમે કાર્ડને રિચાર્જ પણ કરાવી શકો છો જેની વેલિડિટી 1 વર્ષની છે અને રિચાર્જની વાત કરીએ તો 500 રૂપિયામાં 500, 1000 રૂપિયામાં 1200, 1500માં 1700, 2500માં 3200, 5000માં 7000 અને 10,000 રૂપિયામાં 16,000 રૂપિયાનું વાઉચર મળશે.
કેવી છે ગેમ્સ
જેવા તમે કાઉન્ટર પરથી કાર્ડ લઇને અંદર જશો એટલે તમને પ્રથમ કેન્ડી શોપ જોવા મળશે જેમાં તમને અલગ-અલગ પ્રકારની ચોકલેટ જોવા મળશે. જે તમે ખરીદી શકો છો. આગળ વધતા તમને બાસ્કેટ બોલ, બોલિંગ, વીઆર, હોન્ટેડ હાઉસ, બમ્પર કાર, લકી ફિશ ફ્રેન્ઝી, ફોર્ચ્યુન ક્વેસ્ટ, ડ્રોપ બોલ, બ્લિઝાર્ડ બ્લાસ્ટ, પેંગ્વિન વિલેજ, હોર્સ રેસિંગ, રોબોટ સ્ટોર્મ, વ્હાઇટકેડ્ડી કાર, ઝોમ્બી આઉટ બ્રિક વોટર, સો ઓફ રેસર, ગ્રેટ વીએફ સરાઉન્ડ, ટેમ્પલ રન, મિનિ બાસ્કેટ બોલ યેલો પાન્ડા, ડીપ સી સ્ટોરી, હિપ્પો પેરેડાઇઝ, એર હોકી, ડેશિંગ કાર સહિત અનેક ઇન્ડોર ગેમ્સ તમને અહીં જોવા મળે છે.
FAPP, સાયન્સ સિટી
ફન, એડવેન્ચર, પાર્ટી એન્ડ પ્લે એટલે કે FAPP. આ ગેમિંગ ઝોન એસ.પી.રીંગ રોડ સાયન્સ સિટી સર્કલ પર આવેલો છે. આ ગેમિંગ ઝોનમાં કઇ કઇ ગેમ રમવા મળશે તેની વાત કરીએ લઇએ તો અહીં કિડ્સ પ્લે એરિયા છે જ્યાં બાળકો મસ્તી, પાર્ટી કરી શકે છે. આ ઉપરાંત અહીં આર્કેડ ગેમ્સ, બમ્પર કાર, બોલિંગ એલી, પ્લે સ્ટેશન, વીઆર ગેમ્સ, ટ્રેમ્પોલિન, પુલ ટેબલ સહિત અનેક વિડિયો ગેમ્સ છે. અહીં 50 રૂપિયાથી લઇને 350 રૂપિયાની ગેમ્સ રમી શકાય છે. તમારે મિનિમમ 1000 રૂપિયાનું કાર્ડ લેવું પડશે. ગેમ્સમાં પોઇન્ટ જીતવા પર ઇનામ પણ મળે છે. ઉપરાંત કેફેમાં 15 ટકાનું ડિસ્કાઉન્ટ પણ તમને કાર્ડ પર મળે છે. મહત્તમ 5000 રૂપિયા સુધીના કાર્ડ અહીં અવાઇલેબલ છે.
FUNZONE, TRP MALL, બોપલ
બોપલના ટીઆરપી મોલમાં પણ એક ગેમિંગ ઝોન ખુલી ગયું છે જેનું નામ છે ફન ઝોન. અહીં પણ બમ્પિંગ કાર, આર્કેડ ગેમ્સ, કિડ્સ પ્લે એરિયા, સોફ્ટ પ્લે એરિયા સહિત અનેક પ્રકારની ગેમ્સ તમે એન્જોય કરી શકો છો. અહીં ટિકિટ પ્રાઇસ 60થી લઇને 250 રૂપિયા સુધી છે. જો કે તમારે મિનિમમ 1000 રૂપિયાનું કાર્ડ લેવું પડશે. જેમાં તમે 60 થી લઇને 250 રૂપિયા સુધીની ગેમ્સ રમી શકો છો.
SKYJUMPER TRAMPOLINE PARK, બોપલ
સ્કાય જમ્પર ટ્રેમ્પોલિન પાર્ક પણ ટીઆરપી મોલ બોપલમાં આવેલો છે. અહીં તમે કેવી એક્ટિવિટીઝ કરી શકો છો તેની પર નજર કરીએ તો ટ્રેમ્પોલિન પાર્ક, સ્કાય લેઝર ટેગ, સ્કાયજમ્પર ઇન્ફ્લેટેબલ પાર્ક, સ્કાય શોટ્સનો આનંદ માણી શકાય છે. હવે ટિકિટની વાત પણ કરી લઇએ તો અહીં વિકેન્ડ્સ અને વીકડેઝમાં ટિકિટના પ્રાઇસ અલગ-અલગ રાખવામાં આવ્યા છે. ટ્રેમ્પોલિન પાર્કમાં વીકડેઝમાં અડધા કલાકના 400 રૂપિયા તો વીકેન્ડમાં 500 રૂપિયા ચાર્જ છે. જ્યારે એક કલાકનો વીકડેઝ ચાર્જ 600 રૂપિયા અને વીકેન્ડમાં 700 રૂપિયા ચાર્જ છે.
સ્કાયલેઝર ટેગમાં વીકડેઝમાં અડધા કલાકના 400 અને 1 કલાકના 600 રૂપિયા છે. જ્યારે વીકેન્ડ્સમાં અનુક્રમે 500 અને 700 રૂપિયા છે. સ્કાયજમ્પર ઇન્ફ્લેટેબલ પાર્કના વીકડેઝમાં અડધા કલાકના 300 અને 1 કલાકના 500 રૂપિયા છે. જ્યારે વીકેન્ડ્સમાં અનુક્રમે 400 અને 600 રૂપિયા છે. જ્યારે સ્કાય શોટ્સના વીકડેઝમાં 5 શોટ્સ, 10 શોટ્સ અને 20 શોટ્સના અનુક્રમે 150, 200 અને 300 રૂપિયા છે. જ્યારે વીકેન્ડ્સમાં અનુક્રમે 200, 250 અને 350 રૂપિયા છે. અહીં કપલ પાસ, 5, 10 કે તેથી વધુના ગ્રુપ પર ઓફર છે. તો મમ્મી અને 5 વર્ષથી નીચેના બાળક માટે પણ ડિસ્કાઉન્ટ ઓફર છે. અહીં પાર્ટી પેકેજ પણ ઉપલબ્ધ છે જેનો તમે લાભ લઇ શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો