પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે

Tripoto

ઉંચાઈઓ તો શહેરમાં પણ જોવા મળે છે પણ હિમાલયના શિખરોમાં જે વાત છે તે શહેરી ઇમારતોમાં ન હોય.

ઠંડા શિખરો પર ચઢીને હાંફતા હાંફતા જયારે ચારેય તરફ નજર કરીએ તો એવા ગજબ નજારા જોવા મળે છે જે મનને સ્થિર કરી દે છે.

મૌનનો અવાજ હિમાલયના પહાડોમાં જ સારી રીતે સંભળાય છે.

Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal

તો તમે પણ એવા લોકોમાંથી છો જે તક મળતા જ બેગ લઈને નવી જગ્યાએ ટ્રેકિંગ કરવા નીકળી પડે છે તો તમને આજે એક એવા ટ્રેક વિશે ખબર પડશે જે પીર-પંજાલના પર્વતોની એક મશહૂર જગ્યા છે જેનું નામ ફ્રેન્ડશીપ પિક છે.

ફ્રેન્ડશીપ પિક

હિમાલયનું આ ૫૨૮૯ ફૂટ ઉંચુ શિખર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના પીર-પંજાલ પર્વતની શૃંખલાનો ભાગ છે. આ શિખર સુધી પહોંચવાનો ટ્રેક તમને વ્યાસ કુંડ થઈને શિખર પર લઇ જાય છે જ્યાંથી પીર-પંજાલના અન્ય શિખરો જેવા કે હનુમાન ટિબ્બા , શીતિધર , ઇન્દ્ર આસન , દેવ ટિબ્બા બરાબર સામે દેખાય છે.

આ ટ્રેક તમને સોલંગ વૈલીથી થઈને પાઈન-દેવદારના ગાઢ જંગલોમાં થઈને લીલાછમ ઘાસના મેદાનોમાં લઇ આવશે અને ત્યાંથી શિખરની ચઢાઈ શરુ થાય છે.

ફ્રેન્ડશીપ પિક પર ચઢવા માટે તમે અનુભવી પર્વતારોહક હો તેવું જરૂરી નથી. પરંતુ બરફથી ઢંકાયેલા શિખર ચઢવા માટે તમારી પાસે ક્રેમપોન અને દોરડા જેવો સમાન હોવો જરૂરી છે. સામાનની સાથે તમારે તમારી ફિટનેસ પર પણ ધ્યાન દેવું પડશે.

ચાલો માઉન્ટ ફ્રેન્ડશીપ પિક તરફ

Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal

દિવસ ૧

મનાલી

સવારમાં મનાલી પહોંચી પહાડોની આબોહવા સાથે તાલમેલ કરવાનો પ્રયત્ન કરવો.

દિવસ ૨

ધુંદી

મનાલી-ધુંદી (ગાડી દ્વારા) - બકરથાચ (૨૧ કી.મી.નું ડ્રાઇવિંગ અને ૫ કી.મી.નું ટ્રેક)

બીજા દિવસે બની શકે તેટલું જલ્દી મનાલીથી નીકળી જવું. ગાડી દ્વારા સોલંગ વૈલી થઈને ધુંદી પહોંચો જ્યાંથી થોડું ઉપર ચઢીને તમે બકરથાચ પહોંચી જશો. ફ્રેન્ડશીપ પિક માટે બકરથાચ બેઝ કેમ્પ છે.

ધુંદીથી બકરથાચ જતી પગદંડી વ્યાસ નદીના કિનારે ચાલે છે અને એક જગ્યા પર તમારે લાકડાનો પુલ પણ પાર કરવો પડશે જેમાં પકડવા માટે કોઈ રેલિંગ નથી.

પગદંડી પર ચાલતા તમને વ્યાસ નદીની કેટલીક સહાયક નદીઓ પણ જોવા મળશે. બકરથાચમાં તમે કેમ્પ લગાડશો.

Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal

દિવસ ૩

બકરથાચ

બકરથાચ - ફ્રેન્ડશીપ બેઝ કેમ્પ ૧ લેડી લેગ (૪ કી.મી.નો ટ્રેક)

ત્રીજા દિવસના ટ્રેકનો ભાગ બકરથાચથી શરુ થશે અને વ્યાસ કુંડની ઉપર લેડી લેગ નામની કેમ્પ સાઈટ સુધી પહોંચાડશે. ટ્રેક પર ચાલતી વખતે રસ્તામાં તમારે ઘણા નાના - મોટા ચઢીને આગળ વધવું પડશે જે સહેલું નહિ હોય. પરંતુ રસ્તામાં પડતા વ્યાસ કુંડને જોઈને તાજગી આવી જશે.

આગળ દોઢ કલાકની ચઢાઈ પછી વ્યાસ નદીના ધોવાણમાં પહોંચી જશો જ્યાંથી નીચે જોતા કુંડ અને સામે જોતા હનુમાન ટિબ્બા શિખરનો સુંદર નજારો જોવા મળશે. ધોવાણથી થોડા નીચે ઉતરશો એટલે આજના દિવસની કેમ્પ સાઈટ લેડી લેગ પર પહોંચી જશો. અહી તમે આસપાસ ફરી શકો છો.

Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal

દિવસ ૪

બેઝ કેમ્પ - લેડી લેગ એડવાન્સ બેઝ કેમ્પ (૩૮૪૦ મીટર)

સવારના ૬ વાગ્યે ચઢવાનું શરુ કરશો અને સવારના ૧૧:૩૦ સુધીમાં લેડી લેગના એડવાન્સ બેઝ કેમ્પ સુધી પહોંચી જશો. અહી તમે સામાન રાખી નજીકના બર્ફીલા પહાડ પર જશો અને અહી તમે બરફમાં ક્રેમપોન , દોરડા , આઈસ એક્સ જેવા ઓજારોને વાપરતા શીખી શકશો કારણ કે બીજા દિવસે બર્ફીલી ચઢાઈનો અમુક ભાગ પૂરો કરવાનો છે.

Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal

દિવસ ૫

આજે આપણે બરફ પર ચઢવાનો પ્રયત્ન કરશું. આગલા દિવસે જે પણ શીખ્યા હશો તેની થોડી પ્રેકટીસ કરવામાં આવશે. બપોર સુધીમાં સમિટ કેમ્પ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું. જો બરફ ઓછો હોય તો તમે સમિટ કેમ્પ થોડો ઉપર પણ લગાવી શકો છો. તે કરવાનું કારણ એક જ છે કે આપણે બને તેટલું સમિટની નજીક જઈ શકીએ.

Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal

દિવસ ૬

સમિટની ચઢાઈ - બેઝ કેમ્પ પર પાછા ફરવું

તમારા સ્નોબુટ, ગાર્ટર , હેલ્મેટ, હેડલેમ્પ અને ઓજાર લઇ લેવા કારણ કે આપણે સવારના ૨ વાગ્યે જ ઘનઘોર અંધારામાં શિખરની ચઢાઈ શરુ કરવાના છીએ. સમિટ કેમ્પથી શિખરનો રસ્તો સાફ છે પણ ચઢાઈ ઉભી છે. ૪-૫ કલાક પછી શિખરની નીચે પહોંચી જશો ત્યાં સવાર થઇ જશે.

તેની પછી શિખર સુધીની ચઢાઈ ઉભી છે. ૨-૩ કલાક ચઢીને તમે સોલો સમિટ સુધી પહોંચી જશો અને તેના પછી ૧ કલાક પછી સમિટ પર પહોંચશો.

જો બધું પ્લાનિંગ મુજબ થશે તો તમે સવારના ૧૦ વાગ્યે શિખર પર પહોંચી જશો. આટલી મહેનત પછી તમારી જીતના નજારા જોવો પણ શિખરની પહોળાઈ વધારે નથી તેથી ધ્યાન રાખવું.

નીચે આવવા માટે દોરડાની મદદ લેવી પડશે. શિખરથી ઉતરીને સમિટ બેઝ કેમ્પ સુધી આવવું પછી એડવાન્સ બેઝ કેમ્પ સુધી. જો હજી પણ હિંમત બાકી હોય તો એક જ દિવસમાં શિખરથી નીચે બેઝ કેમ્પ સુધી આવી શકાય છે.

Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal

દિવસ ૭

એડવાન્સ બેઝ કેમ્પ-બકરથાચ

બકરથાચ ઉતરીને તંબુમાં આરામ કરવો.

બકરથાચ-ધુંદી-મનાલી

બકરથાચથી ધુનદી સુધી ટ્રેક કરીને આવવું અને પછી ત્યાંથી મનાલી ગાડીમાં ડ્રાઈવ કરીને.

મનાલી કેવી રીતે પહોંચવું?

ફ્રેન્ડશીપ પિક પર જવા માટે મનાલી પહોંચવું જરૂરી છે. મનાલીથી સૌથી નજીક કુલ્લુ એરપોર્ટ છે જ્યાંથી ૧ કલાકમાં મનાલી પહોંચી શકાય છે.

રોડ દ્વારા મનાલી જવા માટે દિલ્લીની આઇએસબીટી બસ સ્ટેન્ડથી વોલ્વો બસ લઇ શકો છો. બસથી મનાલી જવામાં ૧૨ થી ૧૪ કલાક લાગે છે.

Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal
Photo of પહાડોની પુકાર: પીર-પંજાલના સુંદર નજારા જોવા માટે ફ્રેન્ડશીપ પિક પર ટ્રેકિંગ કરવું બેસ્ટ છે by Jhelum Kaushal

કેટલીક જરૂરી બાબતો

ટ્રેક કેવો છે : મુશ્કિલ

સૌથી સારી ઋતુ : જૂન અથવા સપ્ટેમ્બરથી ઓક્ટોબર

કેટલો અનુભવ : જો તમે બેઝિક માઉન્ટેનીયરીંગનો કોર્સ કર્યો છે તો ખુબ જ સરસ પણ જો નથી કર્યો તો પણ ચાલશે. પરંતુ તમે હિમાલયમાં ૨ થી ૩ ટ્રેક કર્યા હોય તો સારું રહશે. કુલ ૨૦-૩૦ દિવસનો ટ્રેકિંગનો અનુભવ હોય તો તો ખુબ જ સરસ.

તમારી યાત્રાના દિવસોમાં ૧ દિવસ વધારે લઈને જવું જેથી તમે આરામથી ટ્રેક કરી શકો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads