ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો

Tripoto
Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

આમ તો તમે ઘણી ફાઇવ સ્ટાર હોટલ જોઇ હશે જેમ કે દરિયામાં, હિલ સ્ટેશને પરંતુ આપણા દેશમાં એક એવી 5 સ્ટાર હોટલ બની છે જે રેલવે સ્ટેશન પર છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર દેશની સૌપ્રથમ ફાઇવ સ્ટાર હોટલ લીલા બનાવવામાં આવી છે. દેશના કોઈ પણ રેલવે સ્ટેશનમાં આજ સુધી આ પ્રકારની કોઈ હોટલ નથી બની. આ હોટલથી લોકો સમગ્ર ગાંધીનગર, મહાત્મા મંદિર અને વિધાનસભાને એક જ લાઇનમાં જોવાની મજા લઇ શકે છે. અહીંથી લોકો મહાત્મા મંદિર અને દાંડી કુટીર જઈ શકે છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહીત અનેક કાર્યક્રમોમાં દેશ વિદેશથી આવનારા લોકો માટે રોકાવવા માટે પસંદગીનું પ્રથમ સ્થળ બની રહેશે.

શાનદાર ઇન્ટીરિયર

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

લીલા ગ્રુપ દ્વારા સંચાલિત આ હોટલમાં પહોંચવા માટે સ્ટેશનની અંદરથી જ એક ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. હોટલ લીલા ગાંધીનગરની સૌથી ઉંચી બિલ્ડિંગ છે. રેલવે સ્ટેશનની ઉપરની તરફ 318 રૂમની એક વૈભવી ફાઇવ સ્ટાર હોટલમાંથી તમે આખું ગાંધીનગર જોઈ શકો છો. સ્ટેશન પરિસરમાં બનેલી આ નવી બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ-એસ્કેલેટર, બુક સ્ટોલ, ફૂડ એન્ડ ડ્રિંક સ્ટોલ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તેના ઇન્ટીરિયરની વિશેષતા એ છે કે અહીંની દિવાલો પર ગુજરાતના વિવિધ સ્મારકોની તસવીરો બનાવવામાં આવી છે. તેમાં રેલવે સ્ટેશનની અંદર બનેલા અયોધ્યાના રામ મંદિરની તસવીર લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

ટ્રેનમાંથી ઉતરીને સીધા હોટલના દ્વારે

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

આ હોટલની વિશેષતા એ છે કે સ્ટેશનની અંદર બનાવવામાં આવેલા ગેટની મદદથી મુસાફરો ટ્રેનમાંથી ઉતરી શકશે અને સીધા હોટલ પર પહોંચી શકશે. ફાઇવ સ્ટાર બિલ્ડિંગની નીચે મુખ્ય પ્રવેશદ્વાર પાસે ટિકિટ બારી પાસે લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે, જેથી લોકોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે.

પીપીપી મોડલ

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

9 માળની આ હોટલ 790 કરોડ રૂપિયાના ખર્ચે બની છે જેની સંપૂર્ણ માલિકી ગુજરાત સરકારે બનાવેલાં સ્પેશિયલ પર્પઝ વેહીકલ ગરુડની છે. જેમાં 76 ટકા હિસ્સો સરકારનો તથા 24 ટકા હિસ્સો ભારતીય રેલવે મંત્રાલયનો છે. જ્યારે આ હોટલની કુલ આવકમાંથી થતાં નફાના બે ટકા લીલાને મળશે. જો નફો દસ ટકા કરતાં વધે તો તે રકમ ચાર ટકા અને કોઇપણ કિસ્સામાં નફાના મહત્તમ સાડા છ ટકા જેટલી આવક લીલા ગ્રૂપને થશે. આ હોટલની માલિકી ગુજરાત સરકારના હાથમાં જ રહેશે.

ગાંધીનગર રેલવે સ્ટેશનની વિશેષતાઓ

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

ગાંધીનગર રેલ્વે સ્ટેશન દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન છે, જ્યારે આ રેલવે સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ એલિવેટર્સ અને બે પેસ્ટ્રી સર્વે છે, જે અલગ-અલગ પ્લેટફોર્મ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. 400 વ્યક્તિથી વધુ લોકો માટેનું વેઇટિંગ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે સેન્ટ્રલી એરકન્ડિશન મલ્ટીપર્પસ હોલ, બેબી ફિડિંગ રુમ, અને પ્રાથમિક સારવાર કેન્દ્ર જેવી સુવિધાઓ સાથે સાથે રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ ખૂબ જ મહત્વ છે, ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન કે જે દેશનું સૌપ્રથમ સ્માર્ટ રેલવે સ્ટેશન તરીકે પ્રસ્થાપિત થયું છે. રેલ્વે સ્ટેશનની એક જ છત નીચે સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારો અને ગુજરાતમાં ફરવા લાયક તમામ જગ્યાઓનો ઉલ્લેખ વોલ પેઇન્ટ દ્વારા રેલવે સ્ટેશનની અંદર પ્રવેશ દ્વાર પાસે કરવામાં આવ્યો છે, તેમા અમદાવાદની સીદી સૈયદની જાળી, એશિયાટિક લાયન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, જેવા ગુજરાતના તમામ ફરવાના સ્થળોનો ઉલ્લેખ છે.

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

પ્લેટફોર્મ પર મુસાફરો તડકાથી બચી શકે તે માટે 120 કિલો સ્ટીલનો ઉપયોગ કરીને ખાસ એક છત તૈયાર કરવામાં આવી છે. જેમાં એક પણ નટ બોલ્ટ નજર ન આવે તે રીતે કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનમાં રિટેલ બિઝનેસ એન્ટરટેનમેન્ટની પણ સુવિધાઓ કરવામાં આવશે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી મુંબઇ સુધીની વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi
Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

ગાંધીનગરની આસપાસ જોવાલાયક સ્થળો

મહુડી

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

ગાંધીનગરથી લગભગ 40 કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે. આ તીર્થક્ષેત્ર ર૦૦૦ વરસ જેટલું પ્રાચીન હોવાનું મનાય છે. આ તીર્થસ્થાન ચમત્કારી ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે.

ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબને આપીને પૂરી કરવાની હોય છે. અહીં બનતી પ્રસાદી ઘંટાકર્ણ મહારાજને અર્પણ કર્યાં બાદ ત્યાં જ પૂરી કરવાનો નિયમ છે. મંદિર પ્રાંગણમાંથી પ્રસાદી બહાર લઈ જવા પર નિષેધ છે. લોકવાયકા અનુસાર પ્રસાદીને મંદિર બહાર લઈ જવાનો પ્રયત્ન કરવાવાળા ક્યારેય સફળ થઈ શક્યાં નથી.

લોદરા હનુમાન

Photo of ગુજરાતના આ રેલવે સ્ટેશન પર બની છે દેશની પહેલી 5 સ્ટાર હોટલ, જાણો ખાસિયતો by Paurav Joshi

ગાંધીનગરથી મહુડી જતા રસ્તામાં આવતા લોદરા ગામમાં હનુમાનજીનું આ પવિત્ર મંદિર આવેલું છે. આ મંદિરમાં આયુર્વેદિક કોલેજ પણ આવેલી છે, આ એક ખૂબ જ શાંત જગ્યા છે. લોદરા નામનું આ ગામ મહુડીથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલું છે, લોદરાથી મહુડી જતા વાહન પર માત્ર 20 મિનિટનો સમય લાગે છે. લોદરા સ્થિત ગામના ખમણ ખૂબ જ પ્રખ્યાત છે. લોદરામાં આવેલા હનુમાનજીના મંદિરનું પ્રાચીન મહત્ત્વ રહેલું છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads