તમે પણ જો શરાબ અને શબાબમા રસ ધરાવો છો તો તમે બિલકુલ સાચી જગ્યા પર છો. દિલ્હી હોય કે મુમ્બઈ, કોલકાતા હોય કે પછી બેંગલુરુ, દરેક શહેરમા એવા કેટલાય રાઝ અને અંધારી ગલીઓ છુપાયેલી હોય છે જે કાયમ લોકોની નજરોથી બચી જાય છે. એવી ગલીઓ જ્યા મોંઘા દારુ અને ખોખલી નવાબી સભ્યતાના તળે રંગીન સાંજ પિરસવામા આવે છે. તો ચાલો એવા 5 શેડી બારમા, જ્યાની કેટલીક વસ્તુઓ તમને હેરાન કરી મુકશે.
1. બારકોડ બાર એંડ લાઉંજ
લોકેશન: પહાડગંજ
શુ છે ખાસ: પહાડગંજની રાતોનુ સાથી, બારકોડ એક જબરદસ્ત હેંગઆઉટ સ્થળ બની ચુક્યુ છે. સાંજ પડતા જ ચમકીલા સાઈનબોર્ડ્સ દેખાવા લાગે છે જ્યા સસ્તી દારુ, લાઈવ મ્યુઝિક અને ડામ્સ પર્ફોર્મન્સ માટે ભીડ જમા થઈ જાય છે. જે પ્રકારની જગ્યા છે તે મુજબ સુંદર માહોલ અને સારુ જમવાનુ મળે છે.
2. પેરિસ બાર એંડ રેસ્ટોરન્ટ
લોકેશન: ન્યુ માર્કેટ, કોલકતા
શુ છે ખાસ: કોલકતાની આ છુપી ગલી વિશે કોઈ વાત ભલે ન કરતુ હોય, પણ જાણે છે બધા જ. જો તમારે પણ કોલકત્તાની અંધેરી ગલીનો સ્વાદ ચાખવો હોય તો પેરિસ બાર જોરદાર જગ્યા છે. આ નાનકડુ બાર કોલકત્તાની ન્યુ માર્કેટમા છે અને જબરદસ્ત મ્યુઝિક, ચમકિલી રોશની તથા ઠીક ઠાક ભોજન માટે જાણીતુ છે. વ્હોટએવર, પણ તમે પણ આવો શોખ રાખતા હોવ તો એક વાર ત્યા જવાનુ તો બને છે.
3. ટોપૈઝ
લોકેશન: મુમ્બઈ
શુ છે ખાસ: મુમ્બઈ અને શેડી બાર તો જુના મિત્રો છે. આ એક એવો સમ્બંધ છે જેમા પ્રેમ અને તકરાર બન્ને છે. પણ ટોપૈઝ જેવા બાર વર્ષોથી પિયક્કડૉને લુભાવી રહ્યા છે.
4. બ્લુ હેવન બાર એંડ રેસ્ટોરંટ
લોકેશન: ગાંધીનગર, બેંગલુરુ
શુ છે ખાસ: તમે પણ જો એવુ માનો છો કે બેંગલુરુમા માત્ર મોંઘી બીયર બ્રઉરી છે તો તમે કાઈંક મોટૂ મીસ કરી રહ્યા છો. બેંગલુરુની ઊંચી ઈમારતોની વચ્ચે ઘણા નાના મોટા બાર છુપાયેલા છે અને બ્લુ હેવન તેમાનુ બેસ્ટ છે. નશીલી લાઈટ્સ, સસ્તી શરાબ અને ડીજે પર વાગતા જોરદાર હિંદી ગીતો. આથી વધુ તો બીજુ શુ જોઈયે?
5. પ્રિઝન
લોકેશન: સહારા મૉલ
શુ છે ખાસ: શેડી બાર્સની જન્નત છે સહારા મૉલ અને એમા પણ પ્રિઝમ હર કોઈનુ ફેવરિટ છે. મૉલના ટોપ ફ્લૉર પર લાઈનમા કેટલાય બાર છે જ્યા તમને બધા જ પ્રકારની અવૈધ વસ્તુઓ મળી રહેશે. હેપ્પી અવર્સ અને સુંદર છોકરીઓની લાલચ આપીને બાઉંસર્સ તમને અંદર લઈ જાય છે. એક વાર પ્રિઝમની અંદર જાઓ, આઈ પ્રોમિસ, અંદર એક અલગ જ દુનિયા જોવા મળશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
,