ક્યારેક ઘણા લોકોનું ફરવાનું એટલે નથી થતું કારણ કે ટ્રાવેલિંગ માટે લાંબા પ્લાંનિંગની જરૂર હોય છે. જો તમારી આ સમસ્યા હું દૂર કરી આપું તો કેમ રહેશે? તો યાદ કરી લો એવી અમુક જગ્યાઓ જેના માટે માત્ર બેગ પેક કરવાની જરૂર છે.
૧. કુર્ગ
દક્ષિણનું આ હિલ સ્ટેશન કોડગું નામથી પણ પ્રખ્યાત છે. બેંગ્લોરથી માત્ર ૨૬૦ કી.મી. દૂર ઘણા બધા ઝરણાનું ઘર છે. હાઇકીંગ માટે , ટ્રેકિંગ માટે સુંદર આ ઐતિહાસિક જગ્યાને તમે તમારી મંજિલ બનાવી શકો છો. નાગરહોલ રાષ્ટ્રિય પાર્ક પણ અહીંથી દૂર નથી. પોતાના પરિવાર અને દોસ્તોની સાથે ફરવા જવા માટે આ ટ્રીપ વિશે વધારે વિચારવાની જરૂર નથી. બસ ભારતના સ્કોટલેન્ડ સફર માટે નીકળી જવાનું છે.
યાત્રા કાર્યક્રમ
કુર્ગ માટે બેંગ્લોરથી રાતની બસ મળી જશે. ભાડું ૫૦૦ રૂપિયા સુધીનું છે.
દિવસ ૧ - પહેલા દિવસે કુર્ગમાં એબી વોટરફોલ જોવા માટે છે. ચોમાસાના સમયમાં મોર નાચતા જોવા મળશે અને હાથી પણ મસ્તીમાં ઝુમતા જોવા મળશે. તેના સિવાય મંડલપટ્ટીનો પ્લાન પણ બનાવી શકો છો. પછી રાતે હોટલમાં આરામ કરવો કારણ કે બીજા દિવસે ખુબ મહેનત કરવાની છે.
દિવસ ૨ - નેપાળ, ભૂટાન અને તિબ્બતની સંસ્કૃતિ પસંદ કરતા લોકો માટે ભગવાન બુદ્ધનું મઠ પણ અહી છે. દર્શન અને પૂજા માટે આ અદભુત જગ્યા છે. જો તમારું મન ન માને તો મદીકેરી ફરવા નીકળી જવું. અને સાંજે પછી કુર્ગથી ઘર પાછા ફરવું.
બેંગ્લોરથી કુર્ગ પહોંચવાનો સમય - લગભગ ૯ કલાક.
૨. મહાબળેશ્વર
મુંબઈ અહીંથી ૨૬૦ કી.મી. દૂર સહિયાદ્રિ પહાડોની લાંબી શ્રેણી છે. મહાબળેશ્વર એ જગ્યા છે જ્યાં દરેક સમયે દેશ વિદેશના મુસાફિરો તમને જોવા મળશે. તેમાંથી કેટલીક તેની પ્રાકૃતિક છટાને કારણે સુંદર બની છે તો કેટલીક લોકોની મહેનતને કારણે. વેણા તળાવ, મહાબળેશ્વર મંદિર, મેપ્રો બાગ, પ્રતાપગઢ કિલ્લો, લિંગમાલા ઝરણું, તપોલાની શિવસાગર તળાવ, બેબિંગટન પોઇન્ટ અને લાઉડવિક પોઇન્ટ સહીત ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પોતાના માટે સમય નીકળી શકો છો.
મહાબળેશ્વરનો યાત્રા કાર્યક્રમ
મુંબઈથી મહાબળેશ્વરની બસ કરી લેવી. ભાડું લગભગ ૩૫૦ રૂપિયા સુધી હોય શકે. સવાર થતા તમે મહાબળેશ્વર પહોંચી જશો.
દિવસ ૧ - સૌથી પહેલા દિવસની શરૂઆત મહાબળેશ્વર મંદિરમાં દર્શન કરીને કરવી. પછી ત્યાંથી વેણા તળાવ અને લિંગમાલા તળાવ માટે નીકળી જવું. જો સમય વધે તો શિવસાગર તળાવ પણ જઈ આવવું.
દિવસ ૨ - એક કિલ્લો છે પ્રતાપગઢ કિલ્લો. અહી ફર્યા પછી લોડવિક પોઇન્ટ અને બેબિંગટન પોઇન્ટ માટે નીકળી જવું. આ જ રાતે મહાબળેશ્વરથી ઘર તરફ જવા નીકળી જવું.
મુંબઈથી મહાબળેશ્વર પહોંચવાનો સમય -લગભગ ૭ કલાક થશે.
૩. જિમ કોર્બેટ રાષ્ટ્રિય પાર્ક
ઉત્તરાખંડના રામનગર જિલ્લામાં જિમ કોર્બેટ રાષ્ટ્રિય પાર્ક ઈ.સ. ૧૯૩૬માં બનેલ દેશનું પહેલું રાષ્ટ્રિય પાર્ક છે. ઘણી બધી વનસ્પતિનું ઘર છે જેમાંથી અમુક તો ઝેરી પણ છે. જંગલ પસંદ કરતા લોકો માટે અને ફોટોગ્રાફર્સ જે વાઘ, ચિત્તો, હરણ, જંગલી હાથી, કાળું હરણ જેવા પ્રાણીઓના ફોટો લેવા ઉત્સુક છે તેના માટે આ જગ્યા જન્નત છે. આ રાષ્ટ્રિય પાર્ક નવી દિલ્લીથી ૨૩૩ કી.મી. દૂર છે.
જિમ કોર્બેટ રાષ્ટ્રિય પાર્કનો યાત્રા કાર્યક્રમ
રાતે બસ અથવા ગાડીમાં જિમ કોર્બેટ રાષ્ટ્રિય પાર્ક જવા નીકળો સવારે તમે ઉત્તરાખંડમાં હશો.
દિવસ ૧ - પહેલા દિવસે કઠિન તપસ્યા કરવા કરતા મોજ મસ્તી પર ધ્યાન દેવું. જો ઈચ્છો તો રાફ્ટિંગ માટે નીકળી જવું અથવા કોર્બેટ ઝરણું અને કોર્બેટ મ્યુઝિમ જોવા જઈ શકો છો. અહી કોસી નદી પણ વહે છે. તેનો આનંદ પણ લઇ શકો છો. રાતે હોટલમાં રહેવું.
દિવસ ૨ - આ દિવસ મહેનતવાળો દિવસ છે. આખો દિવસ તમે કોર્બેટ પાર્કમાં સિંહ , ચિત્તા અને બીજા જંગલી જાનવરોને જોઈ શકો છો.હાથીની સવારી અથવા જીપ પર ફરી શકો છો. રાતે બસ લઈને ઘરે જવા નીકળી શકો છો.
દિલ્લીથી જિમ કોર્બેટ પાર્ક પહોંચવાનો સમય - ૬.૫ કલાક
૪. ગંગટોક
હિમાલયની ઉંચાઈઓમાં ગંગટોક સિક્કિમની રાજધાની છે. એક સુંદર હિલ સ્ટેશન છે જ્યાં અદભુત રીતે પર્યટકની સંખ્યા એટલી નથી હોતી જેટલી હોવી જોઈએ. હવે તો નવું એરપોર્ટ પણ ખુલી ગયું છે તો વીકેન્ડમાં ગંગટોકનો પ્લાન કરી શકો છો. સફેદ લીલાછમ બરફ પરના હિમાલયના શિખરો, સેંકડો ફૂટની ઉંચાઈ પરના સરોવરો, ફોટોગ્રાફિક ગામો અને સુંદર રહેવાસીઓ સાથેની મિત્રતા તમને ઉત્તરપૂર્વ તરફ જોવાની સારી તક આપે છે.
ગંગટોકનો યાત્રા કાર્યક્રમ
રાતે કોલકાતાથી સીધી બસ સિલિગુડી જાય છે. સવારે તમે સિલિગુડી થી ગંગટોકની બસ લઇ શકો છો. ભાડું લગભગ ૬૦૦ રૂપિયા આસપાસ હશે.
દિવસ ૧ - તમારા દિવસની શરૂઆત તાશી વ્યુ પોઇન્ટ સાથે કરવી. સૂરજ ઉગતો જોવાની તક મળી તો જાણે આકાશમાં કેસર પથરાયેલું હોય તેવો નજારો લાગશે. અહીંથી MG માર્ગ જવું અને ત્યાં શોપિંગ કરવા માટે જવું. રાતનું ડીનર ' ટેસ્ટ ઓફ તિબ્બ્ત' માં કરવું. રાતે હોટલમાં રહેવું.
દિવસ ૨ - બીજા દિવસે નાથુલા સોંગમો તળાવ ફરવાની તક ના છોડવી. થોડી શાંતિની તલાશમાં રુમટેક મઠ જવું. ફેમોન્ગ લો વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી પણ જઈ શકો છો. સાંજ પડતા જ ઘર જવા માટે નીકળી જવું.
કોલકાતાથી ગંગટોક પહોંચવાનો સમય - ૧૬ કલાક
૫. ગોવા
ગોવા જવું હોય તો દોસ્તોની સાથે ત્યારે પ્લાન કરો જયારે લાબું વિકેન્ડ હોય. અરબ સાગર હોય કે દૂધસાગર તળાવ, અંજુના હોય કે કાલંગુટ બીચ ફરવા માટે સમય તો જોઈએ જ. બીચ પર બનેલ રેસ્ટોરન્ટનું જમવાનું ચાખવાનું છે અને આખું ગોવા પણ ફરવાનું છે. આમ તો વીકેન્ડમાં આખું ગોવા જોવું એટલું પણ મુશ્કેલ નથી કારણ કે ગોવા રોડ, ટ્રેન અને એરપોર્ટથી જોડાયેલું છે.
ગોવા યાત્રાનો કાર્યક્રમ
પુણેથી ગોવા માટે બસ લઇ લેવી જે લગભગ ૬૦૦ રૂપિયામાં તમને ગોવા પહોંચાડી દેશે.
દિવસ ૧ - સવારની શરૂઆત તમે કોઈ બીચથી કરી શકો છો. અંજુના બીચનું નામ ખુબ પ્રસિદ્ધ છે. નજીકમાં જ કોલવા અને બાગા બીચ પણ છે. રાતે કોઈ હોટલમાં સુવા કરતા ગોવાની નાઇટલાઇફનો આનંદ લેવો.
દિવસ ૨ - બીજા દિવસે થોડા આરામ માટે શોપિંગ પર જવું. તેના પછી ચપોરા કિલ્લો પણ ફરી લેવો. ગોવાના ચર્ચ ખુબ પ્રસિદ્ધ છે. ત્યાં પણ સમય પસાર કરી શકો છો. રાતે સીધા ઘર તરફ પાછા પુણેની તરફ.
પુણેથી ગોવા પહોંચવાનો સમય - લગભગ ૯ કલાક.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ