ભારત સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રવાસન સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તમે જાણો છો તેમ, કોરોના વાયરસને કારણે પર્યટન પર ખૂબ જ ખરાબ અસર પડી છે, જેને માત્ર પ્રાદેશિક સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ફરીથી સુધારવાની જરૂર છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે ભારત સરકાર પર્યટન શરૂ કર્યા પછી આવનારા પ્રથમ ૫ લાખ પ્રવાસીઓને મફત વીઝા સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ સ્કીમ સાથે જોડાયેલી બાબતો
આ સ્કીમ ત્યારથી શરૂ થાય છે, જ્યારે કેન્દ્ર સરકાર ફરીથી વિદેશીઓ માટે દરવાજા ખોલે છે. પહેલા 5 લાખ પ્રવાસીઓ માટે વીઝાને લગતી ફી લેવામાં આવશે નહીં. તે 31 માર્ચ 2022 સુધી લાગુ રહશે.
આનાથી સરકારની ઉપર કુલ 100 કરોડનો વધારાનો ભાર વધશે
કારણ કે પ્રવાસ સાથે જોડાયેલું આ સેક્ટર એ વિભાગમાં આવે છે જેને આગળ વધારવા મોદી સરકાર હંમેશા આગળ રહીં છે. કોરોના કારણોસર પ્રવાસ પર સૌથી વધુ અસર થઇ છે.
ગોઆ અને કેરલ પર્યટન ક્ષેત્રમાં આવક મેળવતા પ્રદેશ છે. તેથી કોરોના વાયરસના કારણે આ બન્ને પ્રદેશ પર તેની નકારાત્મક અસર પડી છે અને કરોડોનું નુકસાન થયું છે.
જ્યારે પાછલા વર્ષે કેન્દ્ર સરકારે કોરોના વાયરસના કારણે લોકડાઉન લગાવ્યું હતું તેના કારણે કેરલના પર્યટન સેક્ટરને 15000 કરોડનું નુકસાન થયું હતું.
આશા છે કે આવનારા વર્ષોમાં પર્યટન સેક્ટર ફરી સારું પ્રદર્શન કરેશે.
કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે વર્ષ 2019 માં 10.93 મિલિયન એટલે કે 1 કરોડ અને 9 લાખ પર્યટકો ભારત આવ્યા અને તેનાથી 31 મિલિયન અમેરિકન ડોલરનો ફાયદો દેશને થયો હતો