જો લાંબો વીકએન્ડ હોય, તો કોણ હિલ સ્ટેશન પર જવા ન માંગે? પરંતુ દિવાળી પીક સીઝન હોવાને કારણે, હિલ સ્ટેશનો પર વધતી ભીડને કારણે, હોટલ અને ટિકિટના અભાવને કારણે, લોકો મન મારીને વિચારે છે કે ઘરે રજાઓ ગાળવી વધુ સારી રહેશે. પરંતુ કલ્પના કરો કે કોઈ એવા હિલ સ્ટેશનની જ્યાં ચારેબાજુ બસ ગ્રીનરી જ ગ્રીનરી હોય, લીલીછમ ખીણો, ઝડપથી વહેતી નદી અને સ્વચ્છ આકાશ હોય, શું તો તમે ત્યાં જશો? દેખીતી રીતે, તમારો જવાબ 'હા' હશે. આપણા દેશમાં એવા ઘણા હિલ સ્ટેશન છે જે ખૂબ જ સુંદર છે પરંતુ તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને એવા 3 હિલ સ્ટેશન વિશે જણાવી રહ્યા છીએ જે ભીડભાડથી દૂર છે અને તેમની સુંદરતા તમારા હૃદયના ઊંડાણને સ્પર્શી જશે.
હિમાચલનું ચંબા
જો તમે ખરેખર ખૂબ જ સુંદર પરંતુ ભીડથી દૂર એવા હિલ સ્ટેશન પર જવા માંગતા હોવ તો તમારે હિમાચલના ચંબા હિલ સ્ટેશન પર જવું જોઈએ. ચંબાનું નામ આવતા જ લોકોના મનમાં હિમાચલ પ્રદેશ આવી જાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે હિમાચલનું ચંબા એક પ્રખ્યાત હિલ સ્ટેશન હોવા છતાં પણ તમને અહીં ઘણી ઓછી ભીડ જોવા મળશે. જો તમે ઓછા બજેટમાં સુંદર હિલ સ્ટેશનની મુલાકાત લેવા માંગતા હો, તો તમારી બેગ પેક કરો અને ચંબા પહોંચી જાઓ.
દિલ ચોરી લેનારુ ચંબાનું હવામાન તમારી બધી મુશ્કેલીઓને દૂર કરી દેશે. એવું કહેવાય છે કે ચંબા શહેરનું નામ તેની રાજકુમારી ચંપાવતીના નામ પરથી પડ્યું હતું. કહેવાય છે કે રાજકુમારી ચંપાવતી અભ્યાસ કરવા દરરોજ એક ઋષિ પાસે જતી હતી. રાજકુમારીની આ પ્રવૃતિ પર રાજાને શંકા થઈ અને એક દિવસ તે રાજકુમારીની પાછળ પાછળ આશ્રમ પહોંચી ગયો. પરંતુ તેને ત્યાં કોઈ મળ્યું નહીં, પરંતુ તેને શંકા કરવા બદલ સજા મળી અને તેની પાસેથી તેની પુત્રી છીનવી લેવામાં આવી. આકાશમાંથી આકાશવાણી થઇ કે પ્રાયશ્ચિત કરવા માટે રાજાએ અહીં મંદિર બનાવવું પડશે. રાજાએ ચૌગાન મેદાન પાસે એક સુંદર મંદિર બનાવ્યું. ચંપાવતી મંદિરને લોકો ચમેસની દેવીના નામથી પણ બોલાવે છે.
ચંબાનું હૃદય છે ચૌગાન
ચંપાવતી મંદિરની સામે એક વિશાળ મેદાન છે, જેને ચૌગાન કહે છે. એક રીતે ચૌગાન એ ચંબા શહેરનું હૃદય છે. એક સમયે ચૌગાનનું આ મેદાન ઘણું મોટું હતું પરંતુ પછીથી તેને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યું. મુખ્ય મેદાન સિવાય હવે અહીં ચાર નાના મેદાનો છે. ચંબાનો પ્રખ્યાત પિંજર મેળો દર વર્ષે જુલાઈમાં ચૌગાન મેદાનમાં જ ભરાય છે. ચંબાની આસપાસ કુલ 75 પ્રાચીન મંદિરો છે. આ મંદિરોમાં લક્ષ્મીનારાયણ મંદિર, હરિરાય મંદિર, ચામુંડા મંદિર મુખ્ય છે.
ભૂરી સિંહ મ્યુઝિયમ
કોઈપણ શહેરનો ઈતિહાસ જાણવા માટે અહીંના મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. ચંબાનું ભૂરી સિંહ મ્યુઝિયમ ભલે નાનું છે, પરંતુ તેનું સંચાલન અનોખું છે. આ મ્યુઝિયમના પહેલા માળે મિનિએચર પેઇન્ટિંગ્સની સુંદર ગેલેરી છે. તેમાં ગુલેર સ્ટાઈલ પેઈન્ટિંગ્સ લગાવવામાં આવ્યા છે. ચંબા શહેરના જૂના કાળા અને સફેદ ફોટોગ્રાફ્સ પણ અહીં જોઈ શકાય છે.
કાલાટોપ વન્યજીવ અભયારણ્ય
આ વન્યજીવ અભયારણ્ય ડેલહાઉસી અને ખજ્જિયારના માર્ગ પર એક ટેકરીની ટોચ પર આવેલું છે. તે ચારેબાજુ પર્વતો, શાંત અને વાતાવરણથી ઘેરાયેલું છે. હરિયાળીની વચ્ચે આવેલી કાલાટોપ સેન્ચ્યુરી ખૂબ જ સુંદર છે. તે કંઇક એવી રીતે બની છે કે તમે ટ્રેકિંગ કરતી વખતે તેની આસપાસ ચાલી શકો. અહીં તમે પેટ્રિજ, યુરેશિયન અને ગ્રે-હેડેડ કેનેરી જેવા સ્વદેશી પક્ષીઓની પ્રજાતિઓ જોઈ શકો છો. ચાલતાં ચાલતાં થાક લાગે ત્યારે નજીકમાં વહેતી રાવી નદીના ઠંડા પાણીમાં પગ મૂકતાં જ બધો થાક ગાયબ થઈ જાય છે.
આ રીતે પહોંચો
ચંબાથી સૌથી નજીકનું એરપોર્ટ પઠાણકોટ છે જે ચંબાથી 120 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાંથી તમે બસ કે ટેક્સી દ્વારા ચંબા પહોંચી શકો છો. પઠાણકોટ રેલવે સ્ટેશન પહોંચીને આગળની યાત્રા કરી શકો છો.
સુંદર ચેલ
હિમાચલ પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. હિમાચલમાં આવેલ ચેલ હિલ સ્ટેશન માત્ર પ્રવાસીઓ માટે માત્ર એક સુંદર સ્થળ નથી પણ એક સસ્તું પ્રવાસન સ્થળ પણ છે. જો તમે ઓછા બજેટમાં એવા પહાડી વિસ્તારની મુલાકાત લેવા માંગતા હોવ જે ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલું હોય અને તમારે બમણા પૈસા ખર્ચવા ન પડે, તો ચેલ તમારા માટે યોગ્ય સ્થળ છે. અહીં તમે એક સાથે હિલ સ્ટેશનની મજા અને શાંતિનો અનુભવ કરી શકશો. દિયોદરના વૃક્ષોથી ઘેરાયેલું ચેલ એક નાનકડું ગામ છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં ચેલની સુંદરતા જોવા જેવી હોય છે.
ચેલ હિલ સ્ટેશન તેના સૌથી ઊંચા ક્રિકેટ મેદાન માટે પણ જાણીતું છે. તમે બજેટમાં અહીં ગાઢ જંગલો અને અદ્ભુત ખીણોની મજા માણી શકો છો. માત્ર 5 હજાર રૂપિયામાં આ નાનકડા હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકાય છે. તમને 500 થી 1 હજાર રૂપિયામાં હોટલનો રૂમ સરળતાથી મળી જશે. જો તમે ચેલ જાવ છો, તો તમે વન્યજીવ અભયારણ્ય, કાલી કા ટિબ્બા, ગુરુદ્વારા સાહિબ, સિદ્ધ બાબા મંદિર, ચેલ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ચેલ પેલેસની મુલાકાત લેવી જોઇએ. આ સિવાય તમે ચેલમાં લેક વ્યૂ, બોટિંગ અને ટ્રેકિંગ અને પેરાગ્લાઈડિંગનો પણ આનંદ માણી શકો છો.
કેવી રીતે પહોંચવું
હવાઈ માર્ગે: ચેલનું સૌથી નજીકનું એરપોર્ટ ચંદીગઢ છે. તે હિલ-સ્ટેશનથી 117 કિમી દૂર છે. કેટલીક બસો ચંડીગઢથી ચેલ સુધી ચાલે છે. તમે ચંદીગઢથી અહીં ટેક્સી પણ લઈ શકો છો.
રોડ માર્ગે: ઘણી સરકારી અને ખાનગી બસો ચેલ અને અન્ય પડોશી શહેરો અને દિલ્હી, શિમલા, ચંદીગઢ, કાલકા અને કંડાઘાટના શહેરો વચ્ચે ચાલે છે.
રેલ માર્ગે: ચેલનું સૌથી નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન કાલકા છે. તે 81 કિમીના અંતરે આવેલું છે. કાલકાથી, તમે કાં તો બસ લઈ શકો છો જે તમને ચેલ સુધી લઈ જશે અથવા ટેક્સી બુક કરાવી શકો છો.
'આપણું સ્વિટ્ઝર્લેન્ડ' ખજ્જિયાર
ખજ્જિયાર એવી સુંદર જગ્યાઓમાંથી એક છે જ્યાંની હરિયાળી તમને મંત્રમુગ્ધ કરી દેશે, સાથે જ અહીંના ઊંચા ઊંચા પાઈન અને દેવદારના વૃક્ષોને જોઈને તમને એવું લાગશે કે તમે સ્વિટ્ઝરલેન્ડમાં જ આવી ગયા છો. લીલાછમ વૃક્ષોની વચ્ચે વસેલું ખજ્જિયાર વિશ્વના 160 મિની સ્વિટ્ઝર્લેન્ડમાંનું એક છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે ફરવા આવો કે ફેમિલી સાથે એન્જોય કરવા પણ આવી શકો છો. ખજ્જિયારમાં તળાવની મિડલમાં આવેલા ટાપુ પર બેસીને લોકો કલાકો સુધી પ્રકૃતિના આ અનોખા વારસાને જોતા રહે છે. ખજ્જિયાર દિલ્હીથી 560 કિલોમીટરના અંતરે આવેલું છે.
ખજ્જિયાર કેવી રીતે પહોંચવું
હવાઈ માર્ગે: ખજ્જિયારને પોતાનું કોઇ એરપોર્ટ નથી. નજીકનું એરપોર્ટ કાંગડા એરપોર્ટ છે, જે ખજ્જિયારથી લગભગ 110 કિમીના અંતરે આવેલું છે.
ટ્રેન દ્વારા: ખજ્જિયારનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પઠાણકોટ, પંજાબમાં છે. ખજ્જિયારમાં નૂરપુર રોડ નામનું નાનું રેલ્વે સ્ટેશન પણ છે. જો તમે દિલ્હીથી જઈ રહ્યા છો, તો તમને ટ્રેન દ્વારા ખજ્જિયાર પહોંચવામાં લગભગ 10 કલાકનો સમય લાગશે.
રોડ માર્ગે: ખજ્જિયાર ડેલહાઉસી અને ચંબા શહેરો સાથે રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. તમે ચંબા, ડેલહાઉસી અથવા કોઈપણ ઉત્તર ભારતીય રાજ્યમાંથી ટેક્સી અથવા સ્થાનિક બસ સેવાઓ દ્વારા સરળતાથી અહીં પહોંચી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો