રાજ્યમાં ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સ્કૂલોમાં પણ ટુંક સમયમાં વેકેશન પડશે અને હવે તો કોરોનાના કેસો પણ ખાસ્સા ઘટી ગયા છે એટલે આ વર્ષે વૉટર પાર્કમાં ભારે ભીડ થવાની છે. આમેય ગરમીમાં ગુજરાતીઓ મોટાભાગે આબુ, દીવ, સાસણગીર અને ગુજરાતની બહાર હિમાચલ કે ઉત્તરાખંડની ટૂર કરતા હોય છે. પરંતુ આખો ઉનાળો કાઢવો આકરો લાગે છે. ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે વૉટર પાર્ક બેસ્ટ જગ્યા છે. છેલ્લા થોડાક વર્ષોમાં અમદાવાદની આસપાસ અનેક નવા વૉટર પાર્ક ખુલી ગયા છે.
અવશ્ય વાંચો: અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ
જો તમે અમદાવાદ કે ગાંધીનગરમાં રહો છો તો તમારા માટે મહેસાણાનો બ્લિસ વૉટર પાર્ક, શંકુ વૉટર પાર્ક, ગાંધીનગરનો સ્વપ્ન સૃષ્ટિ વૉટર પાર્ક અને મહેમદાવાદ નજીકનો 7એસ વૉટર પાર્ક શ્રેષ્ઠ છે. આ સિવાય પણ વૉટર પાર્ક છે પરંતુ તેમાં ઓછી રાઇડ્સ છે અને પ્રમાણમાં નાના છે. જેમ કે અમદાવાદનો જલધારા અને વિજાપુર નજીક તિરુપતિ ઋષિવન. ઇડર પાસે પણ એક વોટર પાર્ક છે. પરંતુ આપણે આજે વાત કરીશું ચાર મોટા વૉટર પાર્કની. તેની કેટલી ટિકિટ છે અને તેમાં તમને કેવા પ્રકારની રાઇડ્સ મળશે તે વિશે ચર્ચા કરીશું.
બ્લિસ વૉટર પાર્ક, મહેસાણા
મહેસાણા-ઊંઝા હાઇવ પર આવેલો બ્લિસ વૉટર પાર્ક છેલ્લા કેટલાક સમયથી અમદાવાદીઓમાં હોટ ફેવરિટ બની ગયો છે. અહીં 3 ફૂટથી ઉપરની હાઇટના દરેક માટે એન્ટ્રી ટિકિટ 800 રૂપિયા છે. જેમાં ફૂડનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત, જેન્ટ્સ કોસ્ચ્યુમના 120, લેડિઝ કોસ્ચ્યુમના 150 અને લોકર ચાર્જ 100 રૂપિયા થશે.
જો રાઇડ્સની વાત કરીએ તો થ્રિલ રાઇડ્સમાં એર સબવે, મેગી, થંડર બોલ્ટ, ક્રેઝી રિવર, એનાકોન્ડા, બ્રિઝી ફ્લોટ, બમ્પી વેવ્ઝ, એવરેસ્ટ, એક્વા લૂપ, રેઇનબો રેસર, રસલિંગ રિંગ, સબવે સર્ફર, વ્રૂમ જેવી રાઇડ્સ છે.
ફેમિલી રાઇડ્સમાં સ્વૂશ બ્લસ્ટર, રૉક એન રૉલ, ટ્વિસ્ટર, એક્વા સર્કસ, બેબી બબ્લઝ, બીચ ઓફ બ્લિસ, બાઉન્સી બબલ જેવી રાઇડ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં ટોકિંગ ટ્રી, ફાઉન્ટેન, સ્નેક વગેરેનું આકર્ષણ પણ બાળકોમાં રહેતું હોય છે. ફૂડની વાત કરીએ તો તમને અહીં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાટ, સ્નેક્સ, ચા-કોફી, શેક્સ, જ્યુસ, મોકટેલ્સ વગેરે મળી રહેશે.
શંકુ વૉટર પાર્ક, મહેસાણા
અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલો છે શંકુ વૉટર પાર્ક. અમદાવાદથી એક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો. આ વૉટર પાર્કની એન્ટ્રી ટિકિટ 800 રૂપિયા છે. જો વાત કરીએ કોસ્ચ્યુમની તો જેન્ટ્સ કોસ્ચ્યુમના 150 રૂપિયા, લેડિઝ કોસ્ચ્યુમના 150 રૂપિયા જ્યારે લોકરના 200 રૂપિયા ચાર્જ છે.
શંકુમાં વૉટર પાર્કની રાઇડ્સની વાત કરીએ તો અહીં માન્તા એન્ડ બબ્બા ટબ,વ્હીઝાર્ડ, સુનામી બે, સ્પેસહોટ, બુમ્બાસ્ટીક, કિડ્સ કોમ્પ્લેક્સ, ફન આઇલેન્ડ, થ્રિલ એન્ડ ચીલ ક્રીક, થમ્બલ જમ્બલ, ઇનસાનો, એક્વા ડ્રેગ, ટોર્નેડો, ટ્વિસ્ટર, બુલેટ બાઉલ, બિગ થન્ડર, સ્પ્લેશ ડાઉન, માસ્ટર બ્લાસ્ટર વગેરે રાઇડ્સ ઉપલબ્ધ છે. અહીંના ફૂડ કોર્ટમાં તમને ચા-કોફી, નાસ્તો, લંચ, આઇસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ સહિત અન્ય વસ્તુઓ મળી રહેશે.
સ્વપ્ન સૃષ્ટિ વૉટર પાર્ક, ગાંધીનગર
ગાંધીનગર-મહુડી રોડ પર ગ્રામભારતી ક્રોસ રોડ નજીક આવેલો સ્વપ્ન સૃષ્ટિ વૉટર પાર્ક ઘણાં વર્ષોથી કાર્યરત છે. અહીં પાર્કની બાજુમાં જ અમરનાથ ધામ અને એડવેન્ચર પાર્ક પણ છે. અહીં 600 રૂપિયા જેટલી એન્ટ્રી ફી છે તો લોકર માટે 50 રૂપિયા ખર્ચવા પડશેે. આ સિવાય જેન્ટ્સ કોસ્ચ્યુમના 80 રૂપિયા જ્યારે લેડિઝ કોસ્ચ્યુમના 100 રૂપિયા ખર્ચવા પડશે.
પાર્કમાં આવેલી રાઇડ્સની વાત કરીએ તો અહીં એમેઝિંગ બકેટ ફોલ, એક્વા ફનેલ, કારગિલ, સેફ સાયક્લોન, મિસિંગ વોટર રાઇડ, વેવ પુલ, પેન્ડુલમ, સ્નો ફોલ, થ્રિલિંગ ફોગ, વોટર ફૉલ, મિરેકલ ટનેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા છે. અન્ય વૉટર પાર્કની જેમ અહીં પણ તમને ગુજરાતી, પંજાબી લંચ, નાસ્તા, કોલ્ડ ડ્રિંક્સ, આઇસ્ક્રિમ વગેરે મળશે.
7s વૉટર પાર્ક, મહેમદાવાદ
અમદાવાદ-મહેમદાવાદ હાઇવે પર આમસરણ ગામમાં આવેલો આ વૉટર પાર્ક ઉપર જણાવેલા વૉટર પાર્કની સરખામણીમાં હજુ તો નવો કહી શકાય. પરંતુ લોકોમાં તેનું આકર્ષણ ઘણું છે. અમદાવાદથી એક કલાકમાં અહીં પહોંચી શકાય છે. અહીં તમને જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પુલ, કિડિઝ અને ફેમિલી સ્લાઇડ્સ, લેઝી રિવર, એક્વા શોપ, લેઝિ ગાર્ડનની સુવિધા મળશે.
જો ટિકિટની વાત કરીએ તો 3 ફૂટની હાઇટ સુધી એન્ટ્રી ફ્રી છે ત્યારબાદ 4 ફૂટ સુધી 500 રૂપિયા અને તેની ઉપરની હાઇટ માટે 600 રૂપિયા ફી છે. આ ઉપરાંત, જેન્ટ્સ કોસ્ચ્યુમના 100, લેડિઝ કોસ્ચ્યુમના 150 રૂપિયા જ્યારે લોકર ચાર્જિસ 100 રૂપિયા છે.
નોંધઃ અહીં દર્શાવેલા ભાવોમાં સમય પ્રમાણે ફેરફાર થતો રહે છે એટલે જતાં પહેલાં એકવાર ફોનથી ઇન્કવાયરી કરીને જ જવું. આ સિવાય તમે જેટલા પૈસા કોસ્ચ્યુમના અને લોકરના ખર્ચ કરો છો, લગભગ તેટલી જ તમારે ડિપોઝિટ પણ ભરવી પડશે. જે કોસ્ચ્યુમ પાછો જમા કરાવો ત્યારે પાછી મળશે. આ ઉપરાંત, મોટાભાગના વૉટર પાર્કનો સમય સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો હોય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો