દુનિયા ફરવી તો વળી કોને ન પસંદ હોય? આપણને દરેકને મુસાફરી કરવાનું ખુબ પસંદ છે અને એક ઉંમર એવી હોય છે જ્યારે આપણે આપણા મિત્રો સાથે કે પ્રિયજનો સાથે હરવા-ફરવાનું પસંદ કરીએ છીએ. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાની માતા સાથે ફરવાનું સપનું જોયું અને તેને સાકાર પણ કર્યું. હા, અમે વાત કરી રહ્યા છીએ એક યંગ બિઝનેસમેન 'સરથ કૃષ્ણન'ની! સરથ તેમની માતા સાથે દેશના ઘણા ભાગોમાં પ્રવાસ કરી ચુક્યા છે.
આ શરુઆત થઈ એક સપના સાથે
એક્ચ્યુલી, એક દિવસ સરથે જોયું કે તે પોતાની માતાનો હાથ પકડીને વારાણસી(કાશી) ના ઘાટ પર ચાલી રહ્યો છે અને પાછળથી ભજનોનો અવાજ સમ્ભળાઈ રહ્યો છે, પણ જેવી આંખ ખુલી કે ભાઈને ખબર પડી કે પોતે તો અત્યારે ત્રિશુરમા તેના રુમમા છે સપના જોઈ રહ્યા છે. પણ તેમના માટે આ સપનુ હતુ એવુ માનવુ અસંભવ લાગ્યું કારણ કે તે કહે છે કે હું વારાણસીના ઘાટની સુગંધ અનુભવી શકતો હતો. તો આ તો વળી કેવી રીતે સ્વપ્ન હોઈ શકે? આ સાથે જ તે પથારીમાંથી ઉઠ્યો અને લેપટોપમાંથી બે એર ટિકિટ બુક કરી અને સીધો ગયો અને રસોડામાં કામ કરતી મમ્મી પાસે, “અમ્મા, મેં ટિકિટ બુક કરાવી લીધી છે; ચાલો હવે જઈએ.” મમ્મીને તો શરૂઆતમાં આશ્ચર્ય થયું અને દુનિયાની દરેક મમ્મીઓની જેમ તેમણે પણ ના જ પાડી હતી, પણ પછી તો તેઓ માની પણ ગયા અને દિકરા સાથે પહેલી ટ્રીપ પર પહોંચી પણ ગયા.
30 વર્ષનો સરથ કહે છે કે અમ્મા સાથેની કોઈપણ મુસાફરી સ્વર્ગીય છે અને ગીતાને પણ તે ગમે છે. માતા-પુત્રની આ જોડી લગભગ દર ત્રણ મહિનામાં એક પ્રવાસ તો કરી જ આવે છે.
માતા સાથે દેશમા ઘણા સ્થળોએ પ્રવાસ કર્યો
સરથે તેની માતા સાથે દેશના મોટાભાગના સ્થળોમા પ્રવાસ કર્યો છે. તેમની પહેલી મુસાફરી મુંબઈની હતી જ્યાંથી તેઓએ નાસિક, શિરડી અને અજંતા-ઈલોરાની ગુફાઓની મુલાકાત લીધી હતી, જે પ્રવાસમાં 11 દિવસનો સમય લાગ્યો હતો. 60 વર્ષની ગીતા કે જેઓ તેમના પુત્ર સાથે દિલ્હી, અમૃતસર, અજંતા-ઈલોરા, વાઘા બોર્ડર, તિબેટ, નેપાળ અને માઉન્ટ એવરેસ્ટ શિખર પર પણ જઈ ચુકી છે તેઓ એકબીજાને પોતાના બેસ્ટ ટ્રાવેલીંગ પાર્ટનર માને છે.
મમ્મી સાથે સુંદર દ્રશ્યો અને નવા અનુભવોની સફર કેવી રહી?
એમ તો બિઝનેસમેન સરથે ઘણી મુસાફરી કરી છે, પરંતુ હવે માતા અને પુત્ર બંને તેમના કામના ભાગરૂપે ફરવા માટે જાય છે. તેઓ કહે છે કે, "એક સુંદર દ્રશ્ય અને નવા અનુભવોનો આનંદ હું મારા મમ્મી સાથે શેર કરવા માંગતો હતો અને મેં તેમને પૂછ્યું કે તેઓ મારી સાથે આવશે કે કેમ? મમ્મી એક આધ્યાત્મિક વ્યક્તિ હોવાને કારણે ઘરની બહાર નીકળ્યા ન હતા, મારે તેમને મારી સાથે આવવા માટે દબાણ કરવું પડ્યું હતું પરંતુ એકવાર મુસાફરી શરૂ કર્યા પછીથી તે ખૂબ જ ખુશ છે, જે મને ગમે છે અને એક સુખદ અનુભૂતિ આપે છે."
આના પર ગીતા પણ હસીને કહે છે, “મને ખબર જ નહોતી આટલા વર્ષોમાં કે હું શું મિસ કરી રહી હતી. હું 60 વર્ષની છું, અને મને ડાયાબિટીસને કારણે આ ઉંમરે દુનિયા જોવાની આશા પણ નહોતી. પરંતુ હવે હું ખૂબ જ ખુશ છું અને મારી નેક્સ્ટ ડેસ્ટિનેશન પ્લાન કરી રહી છુ. હું પ્રાર્થના કરું છું કે મારું આયુષ્ય થોડા વર્ષો હજુ લંબાઈ જાય, જેથી હું મારા પુત્ર સાથે બાકીના સ્થળોની મુલાકાત લઈ શકું.”
માતા-પુત્રની ટ્રાવેલિંગ જોડી સોશિયલ મીડિયા પર પણ ફેવરીટ છે!
સરથ અને તેની માતાની આ ટ્રાવેલ ડ્યુઓ સોશિયલ મીડિયા પર ટ્રેંડીંગમા છે. સરથ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અને તેની માતાની દરેક મુસાફરી વિશે અચુકપણે જણાવે છે.
સરથની જેમ તમે પણ તમારી માતા સાથે પ્રવાસ કરીને વીતેલા બાળપણનો આનંદ માણી શકો છો.
એ તો કેટલુ સ્પષ્ટ છે કે સરથ તેમની મમ્મી સાથેની આ ટ્રાવેલ ડાયરીઝમા કેટલો ખુશ છે અને એક રીતે તો તે મમ્મી સાથેની આ સફરમાં પોતાનું બાળપણ એવી રીતે જીવે છે જે કદાચ આપણા બધા માટે એક પાઠ છે કે તમે ગમે તેટલા સફળ અને શ્રીમંત હોવ પરંતુ તમારી વાસ્તવિક સંપત્તિ તો તમારા માતાપિતા છે. તો સરથ તો પોતાની માતા સાથે એક રીતે દુનિયા જીતવા નીકળી પડ્યા છે. આપણી અંદર રહેલા 'સરથ'ને જગાડવા માટે આપણને આવા વધુ 'સરથ'ની જરૂર છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.