જો જો તમે ઠંડા પ્રદેશોમાં ફરવા જવા માંગતા હોવ, પરંતુ તમારી પાસે સમય અને ટ્રેનનું રિઝર્વેશન એણ બંને વસ્તુ નથી, તો તમારે નિરાશ થવાની જરૂર નથી. મધ્યપ્રદેશમાં પણ એવા સ્થળો છે જે હિમાચલના મેદાનોથી કમ નથી. અમે વાત કરી રહ્યા છીએ પહાડોની રાણી, મધ્યપ્રદેશના હિલ સ્ટેશનની. તમે અહીં ઓછા ખર્ચે પરિવાર સાથે આનંદ પણ લઈ શકો છો.
ભારતનું હૃદય કહેવાતા રાજ્યમાં પંચમઢીના મેદાનો હિમાચલ અને ઉત્તરાખંડથી કોઇ વાતે ઉતરતા નથી. અહીં પણ તમને હવામાનમાં ઠંડક મળશે અને ચોમાસામાં પણ વાદળોથી ઘેરાયેલા પર્વતો તમને આકર્ષિત કરશે. હોશંગાબાદ જિલ્લામાં સ્થિત પંચમઢી, સાતપુડાના પહાડોની વચ્ચે આવેલું છે અને દરેક ઋતુમાં તેની મુલાકાત લઇ શકાય છે.પંચમઢી સમુદ્રની સપાટીથી 1,067 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ઉનાળામાં અહીંનું તાપમાન બાકીના જિલ્લાઓ કરતાં 6-7 ડિગ્રી ઓછું રહે છે. તે ભોપાલથી લગભગ 200 કિમી દૂર સ્થિત છે. પંચમઢીમાં ઘણી સુંદર પહાડીઓ, ખીણો અને ધોધ છે, જેની સુંદરતા જાતા જ રહીએ તેવી છે, આવી સુંદરતાની વચ્ચે એડવેન્ચર કરવાની એક અલગ જ મજા છે. જો તમે પંચમઢીની મુલાકાત લઈ રહ્યા છો, તો ચોક્કસથી અહીં કેટલીક સાહસિક પ્રવૃતિઓમાં જરૂર સામેલ થાઓ.
હાંડી ખોહમાં ઘોડેસવારી
મધ્ય પ્રદેશની સૌથી ઊંડી ખીણ, હાંડી ખોહ પંચમઢીના સમૃદ્ધ, જંગલવાળા પ્રદેશમાં સ્થિત છે. 300 ફૂટની ઉંચાઈ પર આવેલી આ જગ્યા પંચમઢી વિશાળ હરિયાળીના અદભૂત દૃશ્યો પ્રદાન કરે છે. હાંડી ખોહ તેના સુંદર હાઇકિંગ ટ્રેલ્સ, બાઇક રાઇડ્સ અને ઘોડેસવારી જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટે એક આદર્શ સ્થળ છે. ઘોડેસવારીનો આનંદ પુખ્ત વયના લોકો તેમજ બાળકો પણ માણી શકે છે. આશ્ચર્યજનક 300 ફૂટની સવારીનો રોમાંચ તમારા અનુભવને બમણો કરે છે.
સુંદર લાંબી પગપાળા યાત્રા ટ્રેલ્સના માધ્યમથી વળાંકદાર રસ્તાઓની સાથે ઝરણાંની વચ્ચે થઇને જાય છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી તમે ઘોડેસવારીનો આનંદ લઇ શકો છો.
પંચમઢીમાં પેરાસેલિંગ
એડવેન્ચર એક્ટિવિટીઝની ભરપુર વિવિધતા સાથે, પંચમઢી તમારા હૃદયને ધબકતું કરવા માટે બીજી એક પ્રવૃત્તિ લાવે છે. તમે સાતપુડામાં પેરાસેલિંગનો આનંદ માણી શકો છો. સાતપુરામાં એડવેન્ચર ક્લબ એક એવી જગ્યા છે જ્યાં આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ક્લબ માત્ર એડવેન્ચર સંબંધિત પેકેજો પર જ ધ્યાન આપતી નથી પરંતુ પ્રવાસીઓની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખે છે. હવામાં ઉડવાની અનુભૂતિ એવી છે કે એકવાર તમે આ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાઓ પછી તમને જમીન પર આવવાનું મન બિલકુલ નથી થતું.
પંચમઢીમાં ઝિપલાઈનિંગ
ઝિપલાઈનિંગમાં કેબલ સાથે જોડાયેલ હોય ત્યારે એક છેડેથી બીજા છેડે સરકવાનો સમાવેશ થાય છે. સાતપુડા એડવેન્ચર ક્લબ પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સાહસ અને જંગલનો અનુભવ પ્રદાન કરે છે. ઝિપલાઈન કરતી વખતે, તમે આસપાસની હરિયાળી, ઊંચા શિખરો જોઈ શકો છો. ઝિપલાઈન કરતી વખતે તમારી અંદરનો બાળક અવતાર બહાર આવે છે. આ ઉપરાંત, ક્લબ ઝિપ લાઇનિંગ, પેરાગ્લાઇડિંગ, બંજી જમ્પિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ પણ ઓફર કરે છે.
પંચમઢીમાં હાઇકિંગ
સાતપુડાનું સૌથી ઉંચો પોઇન્ટ ધૂપગઢ લગભગ 4,430 ફૂટ ઊંચું છે, જે સાતપુડાની શ્રેણીમાં સૌથી ઊંચું શિખર છે. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં 'સનસેટ પોઈન્ટ' તરીકે પ્રખ્યાત, ધૂપગઢ તેની આસપાસની હરિયાળીને કારણે પણ ઘણા લોકોને આકર્ષે છે. અહીં તમને મહાભારતના સમયની પ્રાચીન ગુફાઓ તેમજ ગાઢ જંગલો અને ધોધમાંથી પસાર થતા રસ્તાઓ જોવા મળશે. પંચમઢીમાં ધૂપગઢ સુધીની હાઇકિંગ એ સૌથી રોમાંચક બાબતોમાંની એક છે, અને આના માટે લગભગ 6 થી 7 કલાકની સરળથી મધ્યમ ટ્રેકિંગ કરવામાં આવે છે.
પંચમઢીમાં સાયકલિંગ
મોહક કુદરતી સૌંદર્યનો અનુભવ પગપાળા જ કરી શકાય છે, પરંતુ જો તેમાં સાયકલ ચલાવવા જેવી મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય તો પછી કહેવું જ શું. ચંપક અને અમલતાસ જેવી MPT પ્રોપર્ટીઝ તેમના ઓન-પ્રિમાઈસ મહેમાનોને શહેરમાં ફરવા માટે સાયકલ પૂરી પાડે છે. જેને તમે હોટેલથી શરૂ કરી શકો છો અને પંચમઢીના વિવિધ પોઇન્ટના માધ્યમથી મનોહર દૃશ્ય જોઇ શકો છો. તમે આસપાસના શાંત તળાવો જોઈ શકો છો અને પ્રાચીન કેથોલિક ચર્ચની મુલાકાત લઈને થોડો સમય શાંતિથી બેસી શકો છો.
પંચમઢીમાં આ પણ છે ફરવાલાયક
પંચમઢીમાં ઘણા ધોધ છે, પરંતુ સૌથી વધુ લોકપ્રિય છે બી ફોલ. આ સાથે રજત પ્રપાત અને ડચેસ ફોલ પણ ખૂબ જ લોકપ્રિય છે. તેને બી ફોલ નામ આપવામાં આવ્યું છે કારણ કે કહેવાય છે કે આખો વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. આ એક પિકનિક સ્પોટ પણ છે, જ્યાં તમે નહાવાની મજા પણ માણી શકો છો. ડચેસ ફોલ પંચમઢીનું સૌથી દૂરસ્થ સ્થળ છે. અહીં જવા માટે દોઢ કિલોમીટર પગપાળા જવુ પડે છે. તેમાં ગાઢ જંગલોની વચ્ચેથી 700 મીટર અને પર્વતથી લગભગ 800 મીટરનો સીધો ઢોળાવ છે. મધ્ય પ્રદેશનું સૌથી ઊંચું શિખર ધૂપગઢ છે, તેને પ્રિયદર્શિની પોઈન્ટ પણ કહેવામાં આવે છે, જ્યાંથી સૂર્યાસ્તનો નજારો આકર્ષક દેખાય છે. અહીં ત્રણ પહાડી શિખરોની ડાબી બાજુએ ચૌરદેવ, મધ્યમાં મહાદેવ અને જમણી બાજુએ ધૂપગઢ દેખાય છે. પંચમઢીથી પ્રિયદર્શિની પોઈન્ટ જવાના માર્ગમાં નાગફની પર્વત જોવા મળે છે, જેનો આકાર કેક્ટસ જેવો છે. કેક્ટસના છોડ અહીં પુષ્કળ પ્રમાણમાં છે.
વાસ્તવમાં પંચમઢીને કૈલાશ પર્વત પછી મહાદેવનું બીજું ઘર કહેવામાં આવે છે. એટલા માટે અહીં ભગવાન શિવના અનેક મંદિરો જોવા મળે છે. પંચમઢી પાંડવો માટે પણ જાણીતું છે. ઘણી માન્યતાઓ અનુસાર, પાંડવોએ તેમના વનવાસનો થોડો સમય અહીં પણ વિતાવ્યો હતો અને અહીં તેમની પાંચ કુટીર અથવા મઢી અથવા પાંચ ગુફાઓ હતી. તેમના નામ પરથી આ સ્થળનું નામ પંચમઢી રાખવામાં આવ્યું છે. પ્રવાસીઓ પાંડવોની ગુફામાંથી પંચમઢીની મુલાકાત લેવાનું શરૂ કરે છે. આ પાંચ ગુફાઓ એક નાના પહાડ પર આવેલી છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો