2021ની રક્ષાબંધન રવિવારના દિવસે હતી. અમને સૌ પરિવારજનોને ભેગા થવા માટે બસ એક બહાનું જ જોઈએ છે. રક્ષાબંધનની ઉજવણી કરવા અમદાવાદ, વડોદરા, ભરૂચથી સૌ કુટુંબીજનો ભાવનગર આવવાના હતા અને એક અનોખો ફેમિલી ટાઈમ પસાર કરવા અમે ભાવનગર નજીક આવેલા ‘માઉન્ટ શેડો રિસોર્ટ’ ખાતે એક દિવસ પસાર કરવાનું નક્કી કર્યું.
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 1/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723548_villa1.jpg)
માળનાથનાં ડુંગરો વચ્ચે બનેલો આ રિસોર્ટ ફેમિલી આઉટિંગ માટે એક આદર્શ સ્થળ છે તેમ કહી શકાય.
21 ઓગસ્ટ, 2021, શનિવાર
અલગ અલગ ફેમિલી મેમ્બર્સની કારમાં ભાવનગરથી અમે 11 લોકો સવારે 10 વાગે માઉન્ટ શેડો રિસોર્ટ જવા માટે નીકળ્યા. અહીં અમે એક થ્રી BHK વિલા બૂક કરી હતી જેનું ભાડું એક દિવસના 6000 રૂ હતું. આ ભાડાંમાં જમવાનું સમાવિષ્ટ નહોતું પણ તે સિવાસ બધા જ રૂમમાં એસી, બે બેડ, રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ (ઈંડકશન) તેમજ જરૂરી વાસણો, ફ્રીઝ વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. અમે સૌ ભાવનગરથી જ થેપલા શાક, ખમણ વગેરે જમવાનું તેમજ ડિસ્પોઝેબલ પ્લેટ્સ લઈને જ ગયા હતા એટલે ત્યાં પહોંચીને થોડી વાર વાતો કર્યા પછી નિરાંતે જમ્યા.
બપોરના સમયે અમૂકે વિલામાં જ આરામ કર્યો, વળી અમુક આસપાસનું કુદરતી વાતાવરણની મજા માણવા નીકળી પડ્યા. ચોમાસાનો સમય હતો એટલે વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું, તડકાની ગેરહાજરી તેને વધુ સારું બનાવતી હતી. કુદરતના ખોળામાં હતા તેની સાચી અનુભૂતિ ત્યારે થઈ જ્યારે અગાશી ની બહાર માત્ર હરિયાળા પહાડો જ હતા!
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 2/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723550_g14.jpg)
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 3/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723604_g2.jpg)
સાંજે અમે આખો પરિવાર આ વિશાળ પરિસરમાં ફર્યા. અમારા કુટુંબની સૌથી નાની સભ્ય દોઢ વર્ષની બાળકી સાથે નાના-મોટા સૌ રમ્યા અને ખૂબ આનંદ કર્યો. ડિનરમાં બહારથી પરંપરાગત કાઠિયાવાડી ભોજન માણ્યું.
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 4/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723724_villa4.jpg)
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 5/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723880_wonder1.jpg)
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 6/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723869_villa2.jpg)
22 ઓગસ્ટ, 2021, રવિવાર- રક્ષાબંધન
સવારે સૌએ તૈયાર થઈને રક્ષાબંધન ઉજવી અને 11 આસપાસ આ અનોખા રિસોર્ટને અમે વિદાય આપી.
કેવી રીતે પહોંચવું? ભાવનગર શહેરથી ભંડારિયા ગામ 20-22 કિમીના અંતરે આવેલું છે. આ ગામમાં વધુ પાંચેક કિમીના અંતરે ચોમેર કુદરતી વાતાવરણ વચ્ચે માઉન્ટ શેડો રિસોર્ટ બનાવવામાં આવ્યો છે.
રિસોર્ટની સુવિધાઓ: પાર્કિંગ, રેસ્ટોરાં, સ્વિમિંગ પૂલ, ગાર્ડન વગેરે.
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 7/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723786_content2.jpg)
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 8/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723787_g18.jpg)
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 9/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723788_g14.jpg)
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 10/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723864_g10.jpg)
![Photo of ભાવનગર નજીકનો આ ફાર્મ સ્ટે રિસોર્ટ છે ફેમિલી આઉટિંગ માટે શ્રેષ્ઠ! 11/11 by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1632723890_wonder1.jpg)
માઉન્ટ શેડો રિસોર્ટ વિષે વિગતે જાણવા અહીં ક્લિક કરો.
ભાવનગર આમ તો ઘણું નાનું શહેર છે. નજીકમાં કોઈ લક્ઝુરિયસ આઉટિંગ કરવું હોય તો માઉન્ટ શેડો સાચે જ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
.