ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ક્યાંક પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કમાં જતા હોય છે. તેમજ આઇસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક કે બરફનો ગોલો ખાતા હોય છે. પરંતુ આવા આકાર તાપમાં બરફમાં આળોટવા મળે તો? તમને થતું હશે કે આના માટે તો હિમાચલ કે કાશ્મીર જવું પડે. પણ હવે તમારે આટલે દૂર જવાની જરૂર નથી. તમે અમદાવાદમાં બેઠા બેઠા બરફમાં મસ્તી કરી શકો છો. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ સ્નો પાર્કની. સ્નો પાર્ક એક એવી જગ્યા છે જ્યાં તમે બરફમાં વિવિધ રમતો રમી શકો છો. બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકીને મસ્તી કરી શકો છો. તો આવા જ સ્નો પાર્ક વિશે આપણે આજે વાત કરીશું.
સ્નો વર્લ્ડ, અમદાવાદ
બરફની મજા અમદાવાદમાં...હવે તમે શિમલાનો અનુભવ અમદાવાદમાં કરી શકશો. અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત આલ્ફા વન જેને હવે અમદાવાદ વન મોલ પણ કહેવાય છે, તેના ચોથા માળે સ્નો વર્લ્ડ શરૂ થયું છે. અહીં 600 રૂપિયાની પ્રતિ વ્યક્તિ ટિકિટમાં તમે -10 ડિગ્રી તાપમાનમાં બરફનો અનુભવ માણી શકો છો. ઘણાં પ્રકારના સેલ્ફી પોઇન્ટ અહીં બનાવાયા છે.
સ્નો વર્લ્ડ 365 દિવસ ખુલ્લો રહે છે. આ સ્નો વર્લ્ડની ખાસિયતોની વાત કરીએ તો તેમાં એક સેશન 45 મિનિટનું હોય છે. તેમાં પ્રવેશ કરતાં પહેલાં તમારે સોક્સ, જેક્ટેસ, ગ્લોવ્ઝ વગેરે પહેરવા પડશે. રાઇડ્સની વાત કરીએ તો અહીં સ્નો પ્લે, સ્નો ફોલ, આઇસ સ્કેટિંગ, સ્નો બોર્ડિંગ, સ્નો સ્લેજિંગ, આઇસ સ્લાઇડિંગ જેવી રાઇડ્સ આવેલી છે. તમને અહીં ફોટોગ્રોફી માટે પણ ગેલેરી જોવા મળશે જ્યાં તમે સેલ્ફી કે ફોટોગ્રાફી કરી શકો છો.
સ્નો વર્લ્ડમાં જે રીતે કાશ્મીર કે શિમલા, મનાલીમાં બરફવર્ષા થાય છે તેવી જ રીતે અહીં પણ કુત્રિમ રીતે સ્નો મેકિંગ ગન દ્વારા બરફવર્ષાનો આનંદ માણી શકાય છે. આઇસ સ્લાઇડની વાત કરીએ તો તેમાં 100 ફૂટ ઉપરથી રબરની ટ્યુબ પહેરીને આડા-અવળા વળાંકો સાથે નીચે સરકવાની મજા આવશે. તમને એવું લાગશે જાણે કે તમે ચારેબાજુ જંગલથી ઘેરાયેલા છો અને વચ્ચે બરફમાંથી સ્લાઇડ કરી રહ્યા છો. અહીં સ્નો પ્લે એરિયામાં પેંગ્વિન, ડોગ ગાડીની પ્રતિકૃતિ મુકવામાં આવી છે. અહીં રમવાની ફોટોગ્રાફી કરવાની મજા આવશે. સ્નો બોર્ડિંગમાં તમે ઓલિમ્પિકની જેમ બરફમાં સ્કીંગની મજા લઇ શકો છો.
સ્નો પાર્ક, મહેસાણા
અમદાવાદની જેમ મહેસાણામાં પણ સ્નો પાર્ક બન્યો છે. કોરોના કાળમાં શરૂ થયેલો સ્નો પાર્ક કોવિડ ગાઇડલાઇન્સના કારણે ઘણાં સમય સુધી બંધ રહ્યાં બાદ હવે ફરી શરૂ થયો છે. આ સ્નો પાર્ક અમદાવાદના સ્નો વર્લ્ડ જેટલો મોટો નથી પરંતુ તેમાં પણ તમે એન્જોય કરી શકો છો. ટિકિટની વાત કરીએ તો અહીં ટિકિટ માત્ર 350 રૂપિયા છે. અહીં પણ વુડન હાઉસ, ઇગ્લુ, સ્નો સ્લાઇડ, સેલ્ફી પોઇન્ટ વગેરેનો આનંદ માણી શકાય છે. 350 રૂપિયાની ટિકિટિની કિંમતમાં તમને જેકેટ, ગ્લોવ્ઝ, શૂઝ, કેપ વગેરે મળશે. જે પહેરીને તમારે સ્નો પાર્કમાં પ્રવેશ કરવાનો છે. ડિજેના તાલે તમે સ્નો પાર્કને એન્જોય કરી શકો છો. આમ તો અહીં તમે અનલિમિટેડ ટાઇમ માટે એન્જોય કરી શકો છો પરંતુ 30 મિનિટથી વધારે સ્નો પાર્કની અંદર તમે નહીં રહી શકો. કારણ કે -5 ડિગ્રીમાં તમારા હાથ-પગ બરફ જેવા થઇ જશે.
ક્યાં આવેલો છે
મહેસાણા-ઊંઝા હાઇવે પર બ્લીસ વોટર પાર્કની સામે આ સ્નો પાર્ક આવેલો છે. અમદાવાદથી વાયા મહેસાણા થઇને જઇ શકાય છે. અહીં પહોંચતા લગભગ દોઢ કલાક થશે.
સ્નો પાર્ક, સૂરત
અમદાવાદ અને મહેસાણાની જમ સુરતમાં પણ સ્નો પાર્ક આવેલો છે. સૂરતના સ્નો પાર્કમાં તમને સ્નો સ્કલ્પચર, સ્નો થંડરસ્ટોર્મ, સ્નો કેવ્ઝ, ઇગ્લૂઝ, સ્લેજિંગ કાર, સ્લાઇડ ઓન આઇસ, ડિજે ડાન્સિંગની સુવિધા મળશે. આ સિવાય લેઝર લાઇટિંગમાં ડાન્સ કરવાની મજા આવશે.
Sledging carસ્નો પાર્કમાં જતા પહેલાં તમારે થર્મો વિયર જેકેટ, શૂઝ, ગ્લોવ્ઝ, કેપ વગેરે પહેરવા પડશે. અહીં પેગ્વિનના સ્કલ્પચર બનાવેલા છે. જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો.
કેટલી છે ટિકિટ અને ક્યાં આવેલો છે
સૂરત સ્નો પાર્કની ટિકિટ પ્રતિ વ્યક્તિ 400 રૂપિયા છે. જે ડુમસ રોડ, પિપલોદમાં રાહુલરાજ મોલના ત્રીજા માળે આવેલો છે. અહીં અનલિમિટેડ ટાઇમ માટે એન્જોય કરી શકો છો. જો કે 30 મિનિટથી વધારે સમય સુધી -5 ડિગ્રીમાં રહેવું કઠીન છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો