₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા!

Tripoto

એકલા રહેવાની એવી આદત લાગી કે હવે પોતાના વગર રહેવાતુ નથી. પહેલા દુનિયાથી બચવા માટે ફરવા નીકળી પડતો હતો, આજકાલ દુનિયાનો અનુભવ કરવા માટે નીકળી જાઉં છું. આમ તો ઉત્તરાખંડ મારા માટે કોઇ પારકી જગ્યા નથી, પરંતુ અહીંના કુમાઉ વિસ્તારના જાણીતા શહેરો જેવા કે ભીમતાલ, નૈનીતાલ, નોકુચિયાતાલ અને અલ્મોડામાં જ ફરવાનું થયું છે અને તે પણ પરિવારજનો અને દોસ્તોની સાથે.

તો આ વખતે ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં તુંગનાથ ટ્રેક પર એકલા ફરવાનું મન બનાવ્યું. પછી વિચાર્યું કે તુંગનાથ પહોંચી જઇએ તો પછી ચંદ્રશિલા શિખર તરફ કેમ ન જવું જોઇએ. કેટલાક લોકો તો દેવરિયા જવાનું પણ કહી રહ્યા હતા અને તસવીરો જોઇને મારુ મન પણ થઇ રહ્યું હતું.

ઉત્તરાખંડ

Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 1/13 by Paurav Joshi
Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 2/13 by Paurav Joshi
Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 3/13 by Paurav Joshi
Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 4/13 by Paurav Joshi
Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 5/13 by Paurav Joshi
Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 6/13 by Paurav Joshi
Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 7/13 by Paurav Joshi
Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 8/13 by Paurav Joshi

કેટલાક સમયસુધી વિચાર કરી મેં રાનીખેત એક્સપ્રેસના જનરલ કમ્પાર્ટમેન્ટમાં બેસવાનું વિચાર્યું. હંમેશાની જેમ જનરલ બોગી લોકોથી ભરાયેલી હતી. મજાની વાત એ છે કે આટલી ભીડભાડવાળી ટ્રેનમાં મારી સામે બેસેલું એક તાજુ પરણેલું કપલ એક બીજાના ગાલ પર ખુલેઆમ પપ્પીઓ આપી રહ્યું હતું. પ્રેમની આવી અભિવ્યક્તિ જોઇને સારુ લાગ્યુ. આ કપલે મને ચા પણ પીવડાવી. હલ્દ્વાની આવતા જ અમે બધા ટ્રેનમાંથી ઉતરી ગયા. આવા જનુની કપલનું નામ પણ ન પૂછી શક્યો.

Day 1

કૌસાની

Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 9/13 by Paurav Joshi

સવારના 5 વાગ્યે જ્યારે આખુ હલ્દ્વાની ગાઢ નિંદરમાં હતું, હું કોસાનીની સીધી બસમાં બેસી ગયો. જેમ-જેમ સવાર થઇ રહી હતી તેમ તેમ કૌસાની તરફ જવાનું મને ઘણું જ પસંદ આવી રહ્યું હતું. કૌસાનીના યોગી રેસ્ટોરન્ટમાં મને ખાવાની અનેક ચીજો મળી ગઇ. રેસ્ટોરન્ટમાં બેસતા જ ખુબ ભુખ લાગી તો મેં સામે બેઠેલી યુવતીને તેનો ઑર્ડર પૂછી લીધો જેથી તે જ મંગાવી લઉં. યુવતીએ મને રિસ્પેક્ટ સાથે પોતાની પાસે જ ટેબલ પર બેસવા માટે બોલાવી લીધો. આમ તો હું શરમાળ અને સખત મિજાજનો છું પરંતુ અહીં હું પીગળી ગયો.

Day 2

ગોપેશ્વર

Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 10/13 by Paurav Joshi

બીજા દિવસે સવારે જલદી હું ગોપેશ્વર તરફ બસ પકડીને નીકળી ગયો. રસ્તા પર કંઇક સરકારી કામ ચાલી રહ્યું હતું એટલે બસ અટકી અટકીને ચાલી રહી હતી. ગમેતેમ કરીને ઢસડાતા ઢસડાતા હું સાંજે 4 વાગે ગોપેશ્વર પહોંચી ગયો. પિંદર વેલી મારી પાછળ હતી અને ઉપર હતું ચોપતા. ચોપતા જતી વખતે અંદાજે 26 કિ.મી. દૂર મંડળ આવે છે. ગોપેશ્વરથી મંડળમાં પગપાળા જ નીકળી પડ્યો પરંતુ થોડાક દૂર ચાલ્યા પછી ₹1000 આપીને એક સજ્જનની સાથે ચોપતા તરફ નીકળી પડ્યો. રાત મંડલમાં વિતાવવાનું કોઇ મન નહોતું. રસ્તામાં કેટલાક હરણ જોતા રાતે 8 વાગે હું ચોપતા પહોંચી ગયો. એટલો થાકી ગયો હતો કે જમીને તરત સુઇ ગયો.

Day 3

તુંગનાથ

સવારે 5.30 વાગે હું ટ્રેક પર નીકળી પડ્યો. શરુઆતમાં તો આકરુ પડ્યું પરંતુ જેવો મ્યૂઝિક સાંભળવા લાગ્યો તો 2 કલાકનો ટ્રેક ક્યાં પસાર થઇ ગયો તેની મને પણ ખબર ન પડી. રસ્તામાં આગળ આગળ હિમાલયના ચમકતા શિખરો અને પાછળ પાછળ આવતા ગામના એક પ્રેમાળ કુતરા ની ખુબ તસવીરો લીધી. તુંગનાથ મંદિરના રંગ જોઇને મન ખુશ થઇ ગયું.

ચંદ્રશિલા

મંદિરમાં વધારે સમય ન લગાવતા હું ચંદ્રશિલા શિખર તરફ નીકળી પડ્યો. ચાલતા-ચાલતા શિખરનો રસ્તો ક્યારે ભુલી ગયો ખબર જ ન પડી. હવે શું કરું? મેં નસીબ પર ભરોસો રાખી ચઢવાનું શરુ કર્યું અને જલદી જલદી પથ્થરના બનેલા રસ્તા પર આવીને ઊભો રહ્યો. પરંતુ આ કવાયતમાં ઘણું મોડુ થઇ ગયું હતું. સૂર્ય નીકળવાની સાથે જ શિખર પર ધૂમ્મસ છવાઇ ગયું હતું. આવામાં રસ્તો કોઇ સ્વર્ગથી કમ નહોતો લાગી રહ્યો.

બપોરે હું ફરીથી ચોપતા ઉતરી ગયો અને પછી અહીં બર્ફિલા પાણીથી રગડી રગડીને ન્હાયો. બરફના પાણીથી કેમ ? કેમકે મારી મરજી. થથરતા બપોરનું ભોજન લીધું અને બસ પકડીને સારી ગામ તરફ નીકળી ગયો. બસમાં મુસાફરી કરતી વખતે બારીમાંથી કંઇક સફેદ-સફેદ પડતું દેખાયું. લાગ્યું કે બરફવર્ષા થઇ રહી છે પરંતુ ખબર પડી કે એ તો બરફના કરાના નાના નાના ટુકડા હતા.

Day 4

દેવરિયા તાલ

Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 11/13 by Paurav Joshi

સવારે 5 વાગ્યા હતા અને અંધારામાં જ દેવરિયા તાલ તરફ પગપાળા ચાલી નીકળ્યો હતો. હાથમાં ફક્ત એક નાનકડી ટોર્ચ હતી. પહેલા જે એકલતા ગમતી હતી તે હવે જાણે કે ખાવા જઇ રહી હતી. મનમાં સૌથી મોટો ડર એ હતો કે ભુલથી પણ કોઇ ખુંખાર જંગલી જાનવર ન દેખાઇ જાય.

2 કિ.મી. ચાલ્યા પછી એક ટોચ પર પહોંચવાનો જ હતો. સૂર્ય પણ થોડાક જ સમયમાં નીકળવાનો હતો. તુંગનાથનો ઉગતો સૂર્ય જોવાનું પણ મારા નસીબમાં નહોતું, પરંતુ અહીં આટલા નજીક હોવા છતાં આટલી ઊંચાઇથી ઉગતા સૂરજને જોવાનું જો ચૂકી ગયો તો ઘણું દુઃખ થશે. એક લાંબો શ્વાસ ભરીને મેં ટોચ તરફ દોડ લગાવી અને સૂરજ ઉગવાના થોડાક જ સમય પહેલા ઉપર પહોંચી ગયો. એટલો ઉપર કે હિમાલયના બરફ આચ્છાદિત શિખર પાછળથી સૂરજ હજુ નીકળ્યો પણ નહોતો. પાસે પડેલા પથ્થર પર બેસીને મેં કેટલોક સમય લાંબા શ્વાસ લીધા અને હાથ મસળીને સૂર્યોદયની રાહ જોવા લાગ્યો. થોડાક જ સમયમાં આકાશ નારંગી રંગમાં ન્હાવા લાગ્યું. દેવરિયા તાલથી ઉગતો સૂરજ જોવો દરેકના નસીબમાં ક્યાં હોય છે!

સવારે 11 કલાકે હું ફરી પાછો નીચે ઉતરી ગયો અને બસમાં બેસીને ફરી ઉખીમઠ-રુદ્રપ્રયાગ-શ્રીનગર-પૌડી-ગુંખલ થઇને વધુ નીચે ગયો. આમ તો હું લેન્સડાઉન પણ જવા ઇચ્છતો હતો પરંતુ રસ્તામાં ₹3000 ખર્ચ થઇ ગયા હતા, અને આ ટ્રિપ પર હું 4 હજારથી વધુ ખર્ચ કરવાના મૂડમાં નહોતો. આમ પણ દશેરાના કારણે ભીડ-ભાડ ઘણી હતી, તો મેં રાત ગુંખલમાં જ કુમાઉના સ્વાદિષ્ટ ખાવાનું ખાઇને અને આરામ કરીને વિતાવી.

કોટદ્ધાર

Day 5

Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 12/13 by Paurav Joshi

થોડોક સમય ગુંખલમાં હર્યા-ફર્યા પછી હું કોટદ્ધાર ઉતરી ગયો. પછી અહીંથી મને 11.45 વાગે હલ્દ્ધાનીની બસ મળી ગઇ. પછી ત્યાંથી વધુ એક બસ બદલીને રાતે 8 વાગ્યા સુધી નૈનીતાલ પહોંચી ગયો. નૈનીતાલ આવીને લાગ્યું કે બહુ થઇ એકલી મોજ મસ્તી હવે કોઇ મિત્રને ફોન લગાવું. ફટાક દઇને નંબર ગુમાવ્યો, અને દોસ્ત હાજર. પછી રાતનું જમવાનું, ગપ્પા અને આરામ દોસ્તના ઘરે જ થયું.

નૈનીતાલ

Day 6

Photo of ₹4500, 6 દિવસ, 7 જગ્યાઃ કંઇક આવી જ રીતે કરી મેં ઉત્તરાખંડની બજેટ યાત્રા! 13/13 by Paurav Joshi

સવારે મોડે સુધી ઉઠ્યા પછી મૉલ રોડ પર મસ્તી કરતો રહ્યો. પછી કેમલ બેક પીક તરફ નીકળી પડ્યો. પહોંચવામાં થોડીક મુશ્કેલી તો પડી પરંતુ અહીંથી સુંદર નજારો જોતા જ બધો થાક રફુચક્કર થઇ ગયો. સાંજે હનુમાન ગઢીથી ડૂબતા સૂરજના બદલતા રંગોને જોયા અને રાત થતા થતા દિલ્હીની બસ પકડી લીધી. દિલ્હી આવીને હિસાબ લગાવ્યો તો જોયું કે ₹4500માં આ ખુશનુમા ટ્રિપ મારી આવ્યો હતો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads