કોઈએ સાચું જ કહ્યું છે કે પહાડ તો દરેક ઋતુમાં સુંદર હોય છે. પછી તે ગરમીમાં મખમલી લાગતા પહાડ હોય કે ઠંડીમાં બરફથી ઢંકાયેલા પહાડ હોય. હિમાચલ પ્રદેશ આવા જ નજારા માટે પ્રખ્યાત છે. અહી તમને બરફથી ઢંકાયેલ પહાડ , સફરજનના બગીચા અને સુંદર ઝરણાં જોવા મળશે. હિમાચલની ફેમસ જગ્યાઓમાંથી અમુક જગ્યા એવી છે જે લોકોથી છુપાયેલી છે. એવી જ એક જગ્યા છે, ફાગુ.
ફાગુ હિમાચલ પ્રદેશની એક નાની જગ્યા છે જે સમુદ્ર તટથી ૨૫૦૦ મીટરની ઉંચાઈ પર સ્થિત છે. શિમલાથી માત્ર ૨૩ કી.મી. દૂર સ્થિત આ જગ્યાએથી બરફથી ઢંકાયેલા પહાડો જોવા મળે છે. આ જગ્યા હંમેશા ધુમ્મ્સથી એટલે કે ફોગથી ઢંકાયેલી રહે છે. તેથી જ તેનું નામ પડયું, ફાગુ. તેના સિવાય અહીના લીલાછમ નજારા તમારો દિવસ બનાવી દેશે. તમારે હિમાચલ પ્રદેશની આ નાની જગ્યાની એકવાર મુલાકાત જરૂર લેવી જોઈએ.
શું કામ જવું ?
આમ તો ઘણા કારણથી તમે ફાગુ જઈ શકો છો પણ ફાગુ એ જગ્યા છે જ્યાંથી હિન્દુસ્તાન-તિબ્બતરોડ શરુ થાય છે. આ રોડ તમને કિન્નોર ક્ષેત્રના તિબ્બતી બોર્ડર સુધી લઈ જાય છે. તેના સિવાય ફાગુ શિમલાની સૌથી ઉંચી જગ્યાઓમાંથી એક છે.
૧. ભંતીયા દેવી મંદિર
ફાગુમાં આમ તો ફરવા માટે એટલા બધા સ્પોટ નથી પણ તમે અહી ભંતીયા દેવી મંદિર જઈ શકો છો. સ્થાનીય લોકો માટે આ મંદિર ખુબ જ પવિત્ર છે. લાકડીથી બનેલ આ મંદિર સાચે ખુબ જ સુંદર છે. ફાગુની યાત્રા કરો તો આ મંદિરે જવાનું ન ભૂલતા.
૨. સનસેટ પોઇન્ટ
પહાડોમાં એક જગ્યા એવી હોય છે જ્યાંથી સુંદર સનરાઈઝ અને સનસેટ જોવા મળે છે. ફાગુમાં પણ એક સનરાઈઝ અને સનસેટ પોઇન્ટ છે. છારાબારા નામની આ જગ્યા સુધી પહોંચવા માટે તમારે નાનું ટ્રેક કરવું પડશે. આ ટ્રેક પર તમને સુંદર નજારા જોવા મળશે. જયારે તમે અહી સૂરજને ડૂબતા અને ઉગતા જોશો તો તમને તેનાથી સુંદર જગ્યા બીજી કોઈ નહિ લાગે.
૩. સફરજનના બગીચા
જયારે તમે ફાગુમાં ચાલીને ફરવા નીકળશો તો ઘણી સ્થાનીય વસ્તુઓ પણ જોવા મળશે. ફાગુમાં સફરજનના ઘણા બધા બગીચા છે. આમાંથી કોઈ પણ બગીચામાં જઈને તમે સ્વાદિષ્ટ સફરજનનો સ્વાદ લઇ શકો છો. અહીના લોકો પાસેથી તમને સફરજનના બગીચા વિશે ઘણી જાણકારી મળશે. સાથે સ્થાનીય લોકો સાથે વાત કરવા પણ મળશે. તેના સિવાય ફાગુમાં તમે ટ્રેકિંગ અને કેમ્પીંગ પણ કરી શકો છો.
૪. હનીમૂન માટે પરફેક્ટ
શહેરના ભાગદોડથી દૂર તમે કોઈ શાંત જગ્યા પર સમય વિતાવવા ઈચ્છઓ છો તો ફાગુ તમારા માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. ફાગુ જેવી રોમેન્ટિક જગ્યા હનીમૂન કપલ્સ માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. તમે તમારા પાર્ટનર સાથે આ સુંદર જગ્યાએ ફરી શકો છો. સુંદર નજારા જોવાની સાથે તમે તમારા દિલની વાત તમારા પાર્ટનરને કહી શકો છો.
૫. આસપાસની જગ્યાઓ
ફાગુથી ૩૬ કી.મી. દૂર ચૈલ નામની જગ્યા છે. રજાઓ મનાવવા માટે ચૈલસારી જગ્યા છે. અહી વિશ્વની સૌથી ઉંચાઈ પર આવેલ ક્રિકેટ પીચ અને પોલો ગ્રાઉન્ડ પણ છે. નજીકમાં કુફરી છે જે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જાણીતું છે. ફાગુથી ૪૨ કી.મી દૂર સુંદર નારકંડા નામની જગ્યા છે. નારકંડાને જોયા વગર હિમાચલ પ્રદેશની યાત્રા અધૂરી છે.
ક્યારે જવું?
ફાગુ જવા માટેનો સૌથી સારો સમય મેથી ઓક્ટોબર સુધીનો છે. તે સમય દરમિયાન ત્યાંનું તાપમાન ૮ થી ૯ ડિગ્રી સુધી રહે છે. તે સમય દરમિયાન તમે ફાગુ સારી રીતે ફરી શકો છો. ઠંડીમાં આ જગ્યા પૂરી રીતે બરફથી ઢંકાયેલી રહે છે. ઠંડીમાં તમે હિમવર્ષાનો આનંદ લઇ શકો છો. તમને ફાગુમાં રહેવામાં કોઈ તકલીફ નહિ પડે. અહી ઘણી બધી હોટલ છે. તમે તમારા બજેટ અનુસાર કોઈ પણ માં રહી શકો છો.
કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગ દ્વારા: ફાગુથી સૌથી નજીક જુબ્બર હાટી એરપોર્ટ છે. એરપોર્ટથી ફાગુ ૪૫ કી.મી. દૂર છે. તમે ટેકસી કરીને ફાગુ પહોંચી શકો છો.
રેલ માર્ગ દ્વારા: જો તમે ટ્રેન દ્વારા ફાગુ જવા ઈચ્છો છો તો સૌથી નજીક કાલકા રેલવે સ્ટેશન છે. કાલકાથી ફાગુ માત્ર ૨૨ કી.મી. દૂર છે. તમે ટેકસી દ્વારા ફાગુ જઈ શકો છો.
સડક માર્ગ દ્વારા: ફાગુ સડક માર્ગ સાથે સારી રીતે જોડાયેલ છે. તમે દિલ્લીથી શિમલા બસમાં જઈ શકો છો અને શિમલાથી ફાગુ સુધી જવા માટે ટેકસી કરી શકો છો. જો તમારી પાસે પોતાની ગાડી છે તો ફાગુની યાત્રા વધારે શાનદાર બની જશે.
.