દેહરાદૂનની નજીક ફરવાની આ સુંદર જગ્યાઓને એકવાર જરુર કરો એક્સપ્લોર

Tripoto
Photo of દેહરાદૂનની નજીક ફરવાની આ સુંદર જગ્યાઓને એકવાર જરુર કરો એક્સપ્લોર 1/5 by Paurav Joshi

Day 1

દેહરાદૂન

જો તમે દેહરાદૂનમાં રહો છો કે પછી દેહરાદૂન ફરવા આવ્યા છો તો તેની આસપાસની આ પાંચ સુંદર જગ્યાઓની મુલાકાત લેવાનું ન ભૂલતા.

ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર દેહરાદૂન ઘણી સુંદર જગ્યા છે. અહીં ફરવાની અનેક જગ્યાઓ છે. દેહરાદૂનમાં ટપકેશ્વર મંદિરથી લઇને લક્ષ્મણ સિદ્ધ મંદિર, માલસી ડિયર પાર્ક, રાજાજી નેશનલ પાર્ક, કલંગા સ્મારક, ગુચ્છુપાની જેવી ઘણી જગ્યાઓ જોવાલાયક છે.

પરંતુ જરુરી નથી કે તમે દેહરાદૂનની આ જગ્યાઓ જ ફરો. હકીકતમાં દેહરાદૂનની આસપાસ કુદરતી સૌંદર્ય અનુપમ છે. તો ચાલો આજે તમને જણાવીએ આવી જ કેટલીક અદ્ભુત જગ્યાઓ વિશે જેને તમારા બકેટ લિસ્ટમાં જરુર સામેલ કરવી જોઇએ.

Photo of દેહરાદૂનની નજીક ફરવાની આ સુંદર જગ્યાઓને એકવાર જરુર કરો એક્સપ્લોર 2/5 by Paurav Joshi

ચકરાતા

ચકરાતા દેહરાદૂનથી 98 કિ.મી. દૂર છે. આ દેહરાદૂનની પાસે ફરવા માટે સૌથી સારી જગ્યાઓમાંની એક છે. અહીંનું શાંત વાતાવરણ તમને એક સુખદ અનુભવ કરાવે છે. ચકરાતામાં તમે કેમ્પિંગ (કેમ્પિંગ માટે 5 જગ્યા બેસ્ટ)થી લઇને ટ્રેકિંગ જેવી ઘણી રસપ્રદ પ્રવૃતિનો આનંદ ઉઠાવી શકો છો. અહીંના સૌથી વધુ જોવાલાયક જંગલોમાં શંકુધારી, રોડોડેંડ્રોન અને ઓકના ઝાડ સામેલ છે. જો તમારે નેચર ફોટોગ્રાફીનો આનંદ લેવો છે તો ખરેખર આ જગ્યા તમને નિરાશ નહીં કરે.

Photo of દેહરાદૂનની નજીક ફરવાની આ સુંદર જગ્યાઓને એકવાર જરુર કરો એક્સપ્લોર 3/5 by Paurav Joshi

ધનોલ્ટી

આઇએસબીટી દેહરાદૂનથી ધનોલ્ટીનું અંતર લગભગ 65 કિ.મી. છે. આ દેહરાદૂનની પાસે સૌથી નાની પરંતુ સુંદર પર્યટન સ્થળોમાંનું એક છે. ખાસ કરીને ઉનાળામાં જો તમે દેહરાદૂનની નજીક રજાઓ ગાળવા માંગો છો તો ધનોલ્ટી જઇ શકો છો. જાન્યુઆરીમાં જ્યારે અહીં બરફ પડે છે તો ફરવા માટેનું શાનદાર સ્થળ બની જાય છે. અહીં તમે સ્કાઇવૉક, રેપલિંગ, ટ્રેકિંગ, જિપ લાઇનિંગ અને રૉક ક્લાઇમ્બિંગ જેવી એક્ટિવિટીઝ કરી શકો છો. જો અહીંના મુખ્ય આકર્ષણોની વાત કરીવામાં આવે તો તેમાં સુરકંડા દેવી અને દશાવતાર, દેવગઢ કિલ્લો, ઇકો પાર્ક, બેરીપની અને જોરાંડા ફૉલ્સ અને બટાકાનું ફાર્મ વગેરે સામેલ છે.

Photo of દેહરાદૂનની નજીક ફરવાની આ સુંદર જગ્યાઓને એકવાર જરુર કરો એક્સપ્લોર 4/5 by Paurav Joshi

કેમ્પ્ટી વૉટરફૉલ

જો તમે પ્રકૃતિની સુંદરતાને શાંત વાતાવરણમાં નિહાળવા માંગો છો તો તમારે કેમ્પ્ટી વૉટરફૉલ જવું જોઇએ. આ વૉટરફૉલ દેહરાદૂનથી લગભગ 50 કિલોમીટરના અંતરે છે. જો તમે દેહરાદૂનથી આગળ મસૂરી ફરવા ગયા છો તો તમારે કેમ્પ્ટી વૉટરફૉલ પણ જરુર જોવો જોઇએ.

આ એક પ્રાચીન અને કુદરતી વૉટરફૉલ છે. ઘણી ઊંચાઇએથી પડતા આ કુદરતી વૉટરફૉલને જોવાનો પોતાનો એક અલગ જ આનંદ છે. આ પ્રાચીન વૉટરફૉલના સ્ત્રોતનું પુનઃનિર્માણ લગભગ 150 વર્ષ પૂર્વ, અંગ્રેજી શાસન કાળ દરમિયાન જોન મેકનન નામના અંગ્રેજ અધિકારી દ્ધારા કરવામાં આવ્યું હતું.

Photo of દેહરાદૂનની નજીક ફરવાની આ સુંદર જગ્યાઓને એકવાર જરુર કરો એક્સપ્લોર 5/5 by Paurav Joshi

કલસી

જો તમે દેહરાદૂનની નજીક કોઇ ઑફબીટ જગ્યાએ જવા માંગો છો તો કલસી જઇ શકો છો. યમુના નદીના કિનારે ચકરાતા અને દેહરાદૂનની વચ્ચે મધ્યમાં, કાલસી નામનું ગામ છે. આ ગામ પોતાની વિરાસતના મહત્વ માટે જાણીતું છે અને આદિવાસી સમુદાય, જેમાં ખિલ્સ, ભૂટિયાં અને સુંદર સામેલ છે, વર્ષોથી અહીંયા વસવાટ કરે છે. જો તમને વિભિન્ન સંસ્કૃતિઓ અંગે જાણવું પસંદ છે તો કલસી તમારા માટે ઘણું બધુ છે. અહીં તમને લોક સંગીતથી લઇને અદ્ધિતીય તહેવાર તેમજ ભોજન વગેરેનો અનુભવ કરવાની તક મળશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads