ફરવાના 5 શાનદાર અનુભવ, જેને તમે મેઘાલયમાં જ લઇ શકો છો

Tripoto
Photo of ફરવાના 5 શાનદાર અનુભવ, જેને તમે મેઘાલયમાં જ લઇ શકો છો by Paurav Joshi

પૂર્વોત્તર પોતાની સુંદરતા માટે જાણીતું છે. દરેક આ સુંદરતાને જોવા માટે વારંવાર આવવા માંગે છે. પૂર્વોત્તરમાં જ જ્યારે તમે વાદળોની મુલાકાતે હોવ છો ત્યારે સમજી જજો કે તમે મેઘાલયમાં છો. આ ધરતી પર વાદળોની ઉપર પણ એક દુનિયા છે જેને મેઘાલયના નામથી ઓળખવામાં આવે છે. મેઘાલયની સુંદરતા જોઇને તમે દંગ રહી જશો. તમે તમારા મનમાં સૌથી સુંદર નજારો વિચારી લો. મારા પર વિશ્વાસ કરો, મેઘાલય વાસ્તવમાં તમારી કલ્પના કરતાં વધુ સુંદર છે. તમને મેઘાલયમાં એવી ચીજો કરવા મળશે જે તમે બીજે ક્યાંય નહીં કરી શકો.

1- હવામાં તરવું

મેઘાલયમાં ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર એક સુંદર ટાઉન છે, ડૉવકી. ડૉવકી ટાઉનમાંથી ભારતની સૌથી સ્વચ્છ નદી ઉમનગોત વહે છે. નદીનું પાણી અરીસા જેવું સ્વચ્છ છે. ઉમનગોતના પાણીમાં તમે તમારુ પ્રતિબિંબ સ્પષ્ટ રીતે જોઇ શકો છો. આ નદીમાં જ્યારે તમે નદીમાં સફર કરી રહ્યા હોવ તો તમને લાગશે કે તમારી નાવ હવામાં તરી રહી છે. આ નદીની સફાઇ અહીંના સ્થાનિક લોકો જ કરે છે. આટલી સ્વચ્છ નદીની મુસાફરી કરવી ભારતમાં બીજી કોઇ જગ્યા પર કરવાનું શક્ય નથી.

2- ઝાડના મુળિયાથી બનેલો પુલ

દુનિયામાં ઘણાં બધા પુલ છે જેને માણસોએ ભૌતિક ચીજોથી બનાવી છે પરંતુ મેઘાલયમાં એવો પણ પુલ છે જે ઝાડના મુળિયાથી બનેલો છે. મેઘાલયના 180 વર્ષ જુના આ પુલને લિવિંગ રૂટ બ્રિજ પણ કહે છે. પરંતુ ચેરાપુંજીનો પુલ સૌથી ખાસ માનવામાં આવે છે. આ પુલને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ કર્યો છે. મેઘાલય જાઓ તો લિવિંગ રૂટ બ્રિજને જોવાનું ન ભૂલો.

3- એશિયાનું સૌથી સ્વચ્છ ગામ

મેઘાયલમાં જ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે. મેઘાલયની યાત્રામાં તમે આ જગ્યાની મુસાફરી કરી શકો છો. મેઘાલયના આ ગામનું નામ છે, મૉલિનનોંગ. ઇસ્ટ ખાસી હિલ્સમાં સ્થિત આ સુંદર ગામને ભગવાનનો બગીચો કહેવામાં આવે છે. આ ગામ ઝાડના મૂળથી બ્રિજ બનાવાયા છે. મૉલિનનોંગ ગામમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે. અહીં વાંસથી બનેલા ડસ્ટબિનનો ઉપયોગ થાય છે. આ ગામમાં ઝરણું, ટ્રેક અને લિવિંગ રૂટ બ્રિજ પણ છે.

4- પ્રાકૃતિક સૌંદર્ય

મેઘાલય કુદરતી સૌંદર્યથી ભરપુર છે. આવી સુંદરતા જોવા માટે તમારે વારંવાર અહીં આવવું જોઇએ. મેઘાલયમાં તિરશી ફૉલ જેવા ઘણાં સુંદર વોટરફૉલ છે. તો બીજ તરફ મૉફલોંગ જેવી હરિયાળીથી ભરેલી જગ્યાઓ પણ છે. મેઘાલયમાં જોવાલાયક એટલું બધુ છે કે આને એકવારમાં સમેટવું ઘણું જ મુશ્કેલ છે. અહીં દરેક ડગલે એક શાનદાર જગ્યા જોવા મળી શકે છે. મેઘાલયની સુંદરતા તમારા પ્રવાસમાં એક નવો મુકામ બનાવે છે.

5- રંગોથી ભરેલું એક શહેર

મેઘાલયની સૌથી લોકપ્રિય જગ્યા છે શિલોંગ. મેઘાલયનું પાટનગર શિલોંગને પૂર્વનું સ્કૉટલેન્ડ પણ કહેવામાં આવે છે. સમુદ્રની સપાટીએથી 1,499 મીટર પર સ્થિત શિલોંગ વાદળોનું ઘર છે. અહીં ફરવા માટે શિલોંગ ગોલ્ફ કોર્સ, સુંદર ઉમિયામ લેક, શિલોંગ પીક અને આસપાસ ઘણાંબધા ઝરણાં પણ છે. આ બધી જગ્યાઓ શિલોંગના પ્રવાસીઓ માટે ફેવરિટ છે. જે એકવાર અહીં આવે છે, અહીંની સુંદરતાનો દિવાનો બની જાય છે. તેને પાછા જવાનું મન નથી થતું.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads