શું તમે પહાડો પર લટકાવેલા ટેન્ટ પર રહેવા માંગો છો? સંધન વેલીમાં આ રોમાંચની મજા માણો!

Tripoto
Photo of શું તમે પહાડો પર લટકાવેલા ટેન્ટ પર રહેવા માંગો છો? સંધન વેલીમાં આ રોમાંચની મજા માણો! 1/11 by Romance_with_India

મારુ માનવુ એ છે કે આપણી પાસે બે જીવન હોય છે. એક કે જે આપણે ના ઈચ્છવા છતા જીવીએ છીએ અને બીજું કે જે આપણે જીવવા માંગીએ છીએ. મારું બીજું જીવન રખડવાનું છે. હું હમેશા ફરવાનુ જ વિચારતો હોઉ છુ. એક સારા સફર પછી પણ આ પ્રશ્ન હંમેશા મને સતાવે છે કે હવે આગળ શું?ભલે તમે કેટલા પણ ટ્રેક કર્યા હોય, પરંતુ જો તમે એડવેન્ચર ના શોખીન છો તો તમારે તમારી સીમાઓ, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડશે. જો તમે આમાં ઢળી ગયા તો આ એ ભૂખ છે જે ક્યારેય મરતી નથી.

Photo of શું તમે પહાડો પર લટકાવેલા ટેન્ટ પર રહેવા માંગો છો? સંધન વેલીમાં આ રોમાંચની મજા માણો! 2/11 by Romance_with_India
Credit : Kimpalka

આવા જ કોઈ મજેદાર એડવેન્ચર જે તમારો દિવસ બનાવી દે. લોકો આ બધા માટે ન જાણે ક્યાં ક્યાં ભાગે છે. કદાચ એ લોકોને ખબર નથી કે મુંબઇથી માત્ર 200 કિ.મી. દૂર તમે આવા એક એડવેન્ચરનો આનંદ માણી શકો છો. તે એડવેન્ચર ક્લિફ હેંગિંગ ટેન્ટ છે. કદાચ તમે તેના વિશે સાંભળ્યું ન હોય. પરંતુ તે સાચું છે કે અહીં ટેન્ટ હવામાં લટકે છે અને તમે ત્યાંથી આખું આકાશ નિહાળી શકો છો. તેનો શ્રેષ્ઠ ભાગ એ છે કે આ માટે તમારે હિમાલયના દૂરના ગામની મુશ્કેલ અને કંટાળાજનક યાત્રા કરવી પડશે નહીં. તો, મુંબઇકરો, તમે હજી કોની રાહ જોઈ રહ્યયા છો? તમે આકાશ અને પૃથ્વી વચ્ચેના આ એડવેન્ચર માટે તૈયાર છો ને?

શુ છે આ ક્લિફ હેંગિંગ ટેન્ટ?

ક્લિફ હેંગિંગ ટેન્ટને પોર્ટલેડ્સ પણ કહેવામાં આવે છે. સાહસિક પર્યટનની દુનિયામાં આ એક નવી બાબત છે અને દરેક જણ તેનો અનુભવ કરવા માંગે છે. હેંગિંગ ટેન્ટ સિસ્ટમ મૂળ એવા પર્વતારોહકો માટે બનાવવામાં આવી હતી જે લાંબા દિવસોથી પર્વતો પર ફરતા હોય. ક્લિફ હેંગિંગ ટેન્ટ ત્યારે તેમના રહેવા અને આરામ કરવાનો એકમાત્ર આશ્રય હોય છે. સાહસિક અને ઠંડીનો રોમાંચ તથા લોકો માટે વેકેશનનો અનુભવ લેવા માટે હવે પોર્ટલેડ્સને માન્યતા મળી છે.

Photo of શું તમે પહાડો પર લટકાવેલા ટેન્ટ પર રહેવા માંગો છો? સંધન વેલીમાં આ રોમાંચની મજા માણો! 3/11 by Romance_with_India
Credit : Wikipedia

સંધન ખીણમાં આ હેંગિંગ ટેન્ટ વિશ્વના અન્ય સ્થળોની જેમ સંપૂર્ણપણે સલામત છે. તેમાં એક મજબૂત એલ્યુમિનિયમ ફ્રેમનો બેઝ છે જેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત રહે. આ ટેન્ટ ને મજબૂત દોરડા સાથે વિશાળ ખડક પર બાંધવામા આવે છે. જે આશરે 600 કિલોનુ વજન ખૂબ સરળતાથી ઉપાડી શકે છે. સંપૂર્ણ સુરક્ષા હોવા છતાં, તમને દોરડા હલાવીને હેરાન કરવામા આવશે. ભલે તમે તે સમયે ટેન્ટની અંદર આરામથી સૂતા હોવ.

તમે તેનો અનુભવ કેવી રીતે કરી શકો?

એ ડેસ્ટિનેશન જે દરેક એડવેન્ચર પ્રેમીનું સ્વપ્ન પૂર્ણ કરે છે. આ ઉડનખટોલા ની દુનિયા સાંધન ઘાટીમાં છે, જે ભારતની સૌથી મોટી ખીણો માની એક છે. આ ખીણ સહ્યાદ્રી પર્વતમાળાની મધ્યમાં આવેલી છે. હજારો વર્ષોમાં બનેલી આ ખીણ 200 ફુટ ઊંડે છે અને લગભગ 2.5 કિ.મી. લાંબી છે. સુંદરતા સંધાન વેલીની આસપાસ રહે છે. ચારે બાજુ પર્વતો જ પર્વતો અને હરિયાળી દેખાય છે.

આ ક્ષેત્રના તમામ એડવેન્ચર આયોજકો એક પ્રકારનું એડવેન્ચર પ્લાન કરે છે જેને તેઓ સંધાન વેલી હેંગીંગ ટેન્ટ ટ્રેક કહે છે. આ અનુભવ કસારા રેલ્વે સ્ટેશનથી શરૂ થાય છે, જે તે જગ્યા છે જ્યાંથી બધા એડવેન્ચર આયોજકો લોકોને લઈ જાય છે. જે હેંગીંગ ટેન્ટ કરવા માંગતા હોય તેઓ પણ આ સ્થાન પર તેમની પોતાની જગ્યાએ સાહસ પસંદ કરે છે. અહીંથી તમે અહમદનગરના સમરદ ગામ જાઓ છો, જે ટ્રેકનો બેઝ કેમ્પ છે.

Photo of શું તમે પહાડો પર લટકાવેલા ટેન્ટ પર રહેવા માંગો છો? સંધન વેલીમાં આ રોમાંચની મજા માણો! 5/11 by Romance_with_India
Credit : Microledge

ક્લિફ પહોંચ્યા પછી ગાઈડ તમને સલામતી સાધનો સાથે જોડશે. જે પછી તમે દોરડાની સીડી દ્વારા હેંગીંગ ટેન્ટ સુધી પહોંચી શકો છો. તમે તે ટેન્ટમાં વધુ મા વધુ એક કલાક વિતાવી શકો છો. તમે આસપાસનાં દ્રશ્યો જોશો, સુંદર દ્રશ્યો સરાહો છો. અને તે શાંત લેન્ડસ્કેપનો પણ અનુભવ કરી શકો છો. એક કલાક પછી પાછા આવી જવાનુ. આ સિવાય તમે ખીણમાં રેપેલિંગ અથવા ઝિપ લાઇન પણ કરી શકો છો.

કેવી રીતે બુક કરવું?

ત્યાં ઘણા એડવેન્ચર પ્લાનર્સ છે કે જેઓ સંધન વેલીમાં ક્લિફ હેંગીંગ ટેન્ટ્સ ગોઠવે છે. તમારા માટે કોઈ સ્થાન બુક કરવા માટે તેમનો સંપર્ક કરી શકો છો.

1. ફિનિક્સ એક્સપિડિશન

ફી: વ્યક્તિ દીઠ ₹3,500

પેકેજ મા શામેલ: કાસાર રેલ્વે સ્ટેશનથી સંધન વેલી સુધીની મુસાફરી, ટેન્ટ, તકનીકી ગિયર, સાધનો અને નિષ્ણાતો.

વધુ માહિતી માટે, તમે આ નંબર 07567235577 પર ફોનિક્સ એક્સપિડિશનનો સંપર્ક કરી શકો છો અથવા તેમના ફેસબુક પેજ ની મુલાકાત લઈ શકો છો.

2. ટ્રેક અને ટ્રેઇલ્સ

ફી: વ્યક્તિ દીઠ ₹3,750

પેકેજ મા શામેલ: કસારા રેલ્વે સ્ટેશનથી સંધાન વેલી અને રિટર્ન, સમ્પૂર્ણ ભોજન, ટેન્ટ, તકનીકી ગિયર, ઉપકરણો અને નિષ્ણાંત ગાઈડ.

વધુ માહિતી માટે, 08828004949 પર તેમનો સંપર્ક કરો અથવા તેમની વેબસાઇટની મુલાકાત લો.

3. ટ્રેક મેટ્સ ભારત

ફી: વ્યક્તિ દીઠ ₹3,750

પેકેજ મા શામેલ: નાસ્તો, લંચ, ડિનર, ટેન્ટમાં રહેવું, તકનીકી ગિયર અને કાસારથી સંધાન વેલી સુધીના નિષ્ણાંત ગાઈડ

વધુ માહિતી માટે, 08422888006 પર કોલ કરો અથવા તેમના ફેસબુક પેજની મુલાકાત લો.

ક્યારે જવું?

હવામાન ઠંડુ હોય ત્યારે આ સ્થાન વધુ સુંદર દેખાય છે. તેથી, અહીં જવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનો છે. તો પછી તમે હેંગીંગ ટેન્ટનો અનુભવ ખૂબ જ સારી રીતે કરી શકશો અને ટ્રેકિંગ કરવામાં આનંદ પણ મેળવશો. સંધાન ખીણ પણ સુંદર અને સુખદ છે. વરસાદની રુતુમા અહીં આવવાનો સૌથી ખરાબ સમય માનવામાં આવે છે. વરસાદને કારણે ખીણ સંપૂર્ણ મુશ્કેલીમાં ફેરવાઈ જાય છે. તેથી મે થી ઓગસ્ટની વચ્ચે અહીં આવવાનું ટાળો. અહીં આવતાં પહેલાં કંફર્મ કરો અને એડવેન્ચર પ્લાનર સમક્ષ ખાતરી કરો કે ક્યારે શિબિરનું આયોજન કરવામાં આવે છે? તે મુજબ તમારી સફરની યોજના બનાવો.

ક્યા રહેવાનુ?

સંધાન ખીણ નાના શહેરો અને ગામડાઓથી ઘેરાયેલી છે. જેનો અર્થ એ કે આસપાસ રહેવા માટે કોઈ હોટેલ નથી. જો કે, નજીકમાં ઇગતપુરી છે જ્યાં તમે જઇ શકો છો. ઇગતપુરી સંધન ખીણથી 60 કિમી દૂર એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે.  ઇગતપુરીમાં રહેવા માટે ઘણી હોટેલો અને રિસોર્ટ્સ છે.

ટ્રિપિટલ રીટ્રીટ લક્ઝરી સ્પા અને રિસોર્ટ

Photo of શું તમે પહાડો પર લટકાવેલા ટેન્ટ પર રહેવા માંગો છો? સંધન વેલીમાં આ રોમાંચની મજા માણો! 9/11 by Romance_with_India

અહીં રાત્રિ રોકાણ માટેના રૂમ ₹ 6,500 થી પ્રારંભ થાય છે. જેમાં મહેમાનો માટે સંપૂર્ણ અંગ્રેજી નાસ્તો આપવામાં આવે છે.

મિસ્ટિક વેલી સ્પા રિસોર્ટ

Photo of શું તમે પહાડો પર લટકાવેલા ટેન્ટ પર રહેવા માંગો છો? સંધન વેલીમાં આ રોમાંચની મજા માણો! 10/11 by Romance_with_India

અહીં એક રાત માટે રૂમ ₹ 3,800 થી શરૂ થાય છે અને તેમાં કોઈ ભોજન શામેલ નથી. જો તમને સરસ નાસ્તો જોઈએ છે, તો તમારે તેના માટે અલગથી ₹ 400 ચૂકવવા પડશે.

બોધ વેલી

Photo of શું તમે પહાડો પર લટકાવેલા ટેન્ટ પર રહેવા માંગો છો? સંધન વેલીમાં આ રોમાંચની મજા માણો! 11/11 by Romance_with_India

અહીં એક રાતનાં રૂમ ₹ 1,700 થી શરૂ થાય છે અને નાસ્તા માટે અતિથિઓ અલગથી ₹ 200 ચૂકવે છે.

સંધન ખીણમાં કેવી રીતે પહોંચવું?

સંધન વેલી રેલ અને હવાઈમાર્ગ એમ બંને દ્વારા જઈ શકાય છે. અહીં તમે કેવી રીતે નવી દિલ્હીથી સંધાન વેલી પહોંચી શકો છો:

હવાઈમાર્ગ: મુંબઇ એ સંધન વેલીનું નજીકનું એરપોર્ટ છે. દિલ્હી અને મુંબઇ એકબીજા સાથે જોડાયેલી છે જેની ઘણી દૈનિક ફ્લાઇટ્સ ₹ 3,500 થી શરૂ થાય છે. એડવેન્ચર સાઇટ, મુંબઇ એરપોર્ટથી 200 કિ.મી. ના અંતરે છે. આ 200 કિ.મી. નુ અંતર 4 કલાકમાં રસ્તા દ્વારા આવરી શકાય છે.

ટ્રેન દ્વારા: જો તમે ટ્રેનથી આવવાનુ વિચારી રહ્યય છો તો તમે લગભગ 17-20 કલાકમાં નવી દિલ્હીથી ઇગતપુરી સુધીની સીધી ટ્રેન લઈ શકો છો. એકવાર તમે ઇગતપુરી રેલ્વે સ્ટેશન પર ઉતરશો, તો સંધન વેલીનું અંતર ત્યાંથી 60 કિ.મી. છે. આ 60 કિ.મી. અંતર એકથી દોઢ કલાકમાં આવરી શકાય છે. આ માટે તમારે રેલ્વે સ્ટેશનથી લોકલ ટેક્સીનો આશરો લેવો પડશે. 

વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI મોકલો અથવા અહીં ક્લિક કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads