સંકુ: દરેક મુસાફરે લદાખના ગુલમર્ગની મુલાકાત લેવી જોઈએ

Tripoto
Photo of સંકુ: દરેક મુસાફરે લદાખના ગુલમર્ગની મુલાકાત લેવી જોઈએ 1/2 by Romance_with_India

લદ્દાખ ભારતનું એક સુંદર રાજ્ય છે. દરેક મુસાફર એકવાર તો લદ્દાખ જવાનુ ચાહતો જ હોય છે. દરેકના બકેટ લિસ્ટમાં લદ્દાખ તો ચોક્કસપણે હોય છે. કોઈ બુલેટ કે બાઇક દ્વારા લદ્દાખ જવા માંગે છે તો કોઈ તેના પગપાળા લદ્દાખ એક્સપ્લોર કરવા માંગે છે, પરંતુ તેનાથી પણ વધુ જરુરી એ છે કે તમે લદાખમાં ક્યા સ્થળોએ જવા માંગો છો. હું માનવુ છે કે ઘુમક્કડોએ એવી જગ્યાએ જવું જોઈએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય. સંકુ લદાખની એવી જ એક જગ્યા છે. કારગિલથી થોડે દૂર આવેલા આ શહેરને લદ્દાખનું ગુલમર્ગ કહેવામાં આવે છે.

Photo of સંકુ: દરેક મુસાફરે લદાખના ગુલમર્ગની મુલાકાત લેવી જોઈએ 2/2 by Romance_with_India

કારગિલથી 40 કિ.મી. અંતરે આવેલું સંકુ ચારે બાજુ લીલાછમ પહાડોથી ઘેરાયેલું છે. નકપોછુ અને કર્ત્સે નામની બે નદીઓ સંકુમાંથી પસાર થાય છે. આ સિવાય સંકુ પિકનિક સ્પોટ માટે પ્રખ્યાત છે. કહેવામાં આવે છે કે સંકુ નગરી 16 મી સદીમાં સ્થાપિત થઈ હતી. અહીં કેટલાક ધાર્મિક સ્થળો પણ છે જેની મુલાકાત લઈ શકાય છે. જો તમે કારગિલ અથવા લદાખ આવો તો તમારે લદ્દાખના ગુલમર્ગ એવા સંકુની મુલાકાત લેવી જ જોઇએ. આ સ્થાન તમને સુંદરતાનો એક અલગ જ દ્રષ્ટિકોણ આપશે.

ક્યારે જવું ?

સંકુ લદાખની સૌથી ઠંડી જગ્યાઓમાંથી એક છે. શિયાળામાં ભારે બરફવર્ષા થાય છે. રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે તેથી તમે અહીં શિયાળામા નહીં જઈ શકો. આ સ્થાનને એક્સપ્લોર કરવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી સપ્ટેમ્બરનો છે. તે સમયે પણ હવામાન ઠંડું તો રહે જ છે પરંતુ તમારી આજુબાજુ હરિયાળી જ હરિયાળી જોવા મળશે. ઉનાળામાં તમે આસપાસના સ્થળો આરામથી જોઈ શકશો.

ક્યાં રહેવું ?

સંકુ એ કારગિલનુ એક નાનકડું શહેર છે. અહીં એક નાનું બજાર પણ છે. જો તમે સંકુની મુસાફરી કરો તો તમને રોકાવામા થોડી તકલીફ પડશે. અહીં રહેવા માટે ઓછા વિકલ્પો છે તેથી જ્યાં જગ્યા મળે ત્યાં રોકાઈ જવાનુ. આ સિવાય તમે બાસ્ગો, કારગિલ જેવા નજીકના સ્થળોએ પણ રાત વિતાવી શકો છો. તમને સંકુમા સારી હોટેલ નહીં મળે. આવા સ્થળોએ તમારે આરામ કરતાં જગ્યાને વધુ મહત્વ આપવું જોઈએ.

શું જોવું ?

1. કર્ત્સે વેલી

સંકુ નગર જ્યાં આવેલું છે તે સ્થાન કર્ત્સે વેલીમાં આવે છે. કર્ત્સે વેલી લદ્દાખની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. લીલોતરીની વચ્ચે ઊભા રહીને જ્યારે દૂર દૂર સુધી બરફથી ઢંકાયેલા શિખરો જોઈને તમે પણ આ જગ્યાના દિવાના થઈ જશો. આ વેલીમાં કર્ત્સે ખાર ગામ પણ છે. જ્યાં બુદ્ધની 7 મીટર ઊંચી પ્રતિમા છે. આ મૂર્તિ પુરાવો છે કે બૌદ્ધ ધર્મના લોકો આ સ્થળે રહેતા હતા. કર્ત્સે વેલી સુરુ નદીના મહત્વપૂર્ણ સ્રોતમાની એક છે. તમે આ જગ્યાને પગપાળા જ એક્સપ્લોર કરી શકો છો.

2. તરસર લેક

પહાડોની વચ્ચે આ તળાવ જોવું ખરેખર કમાલ છે. દરેક વ્યક્તિ આવી જગ્યાએ જવા માંગે છે. તરાસર તળાવ સંકુ નજીક આવેલું છે. આ તળાવને તુલિયન લેક પણ કહેવામાં આવે છે. આ સ્થાન સૌથી પ્રખ્યાત ટ્રેકિંગ રૂટ્સમાંનુ એક છે. તરસર લેકની આજુબાજુ ઊંચા પહાડો છે જે આ સ્થાનને વધુ સુંદર બનાવે છે. આ સ્થળે સુકુન અને શાંતિનો એહેસાસ છે. અહીં કલાકો ગાળ્યા પછી પણ તમને જવાનું મન નહીં થાય. જો તમે કારગિલ પર જાઓ તો આ સ્થાન જોવાનું ભૂલશો નહીં.

3. દ્રાંગ દ્રુંગ ગ્લેશિયર

હિમાલયથી નીકળતા ગ્લેશિયર દરેક ઘુમક્કડ જોવા માંગે છે. આ માટે તેઓ કેટલાક દિવસો ટ્રેકિંગ પણ કરે છે. સંકુથી આશરે 40 કિ.મી. દ્રાંગ દ્રુંગ ગ્લેશિયર છે. બરફથી ઢંકાયેલ પહાડો જોવા કેટલો સુંદર અહેસાસ હોય છે એ તમે આ ગ્લેશિયર જોઈને ખબર પડશે. સંકુની યાત્રામા તમે દ્રાંગ દ્રુંગ ગ્લેશિયર જોઈ શકો છો.

4. મુલ્બેક

જો તમે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે એડવેંચરના પણ શોખીન છો તો તમે અહીં ટ્રેકિંગ પણ કરી શકો છો. સંકુથી મુલ્બેક સુધીનો ટ્રેક 4 દિવસનો છે. આ ટ્રેક લદાખના સૌથી સુંદર રસ્તાઓ પરથી પસાર થાય છે. સંકુથી મુલ્બેકનો રસ્તો રશિયા લા અને ઉમ્બા લા થઈને પસાર થાય છે. આ સિવાય આ રુટ રંગદમથી પસાર થાય છે. જો તમે સંકુ પર જાઓ તો તમે આ ટ્રેક પણ કરી શકો છો. આ સિવાય તમે સંકુની યાત્રામા પનિખર, કિશ્ટવર નેશનલ પાર્ક, વિશનસર લેક, કૃષ્ણસર લેક અને નચનઈ પાસ પણ જઈ શકો છો.

કેવી રીતે પહોંચવું ?

ફ્લાઇટ દ્વારા: જો તમે ફ્લાઇટ દ્વારા આવવાનું વિચારી રહ્યા હો તો નજીકનું એરપોર્ટ લેહ છે. લેહથી સંકુનું અંતર આશરે 250 કિ.મી. છે. અહીંથી તમે સંકુ પહોંચવા માટે બસ અથવા ટેક્સી બુક કરાવી શકો છો.

ટ્રેન દ્વારા: જો તમારે ટ્રેન દ્વારા જવું હોય તો નજીકનું રેલ્વે સ્ટેશન જમ્મુ તાવી છે. જમ્મુ તાવીથી સંકુ લગભગ 520 કિ.મી. ના અંતરે છે. અહીંથી તમે બસ અને કેબથી સંકુ પહોંચી શલો છો.

વાયા રોડ: સડક દ્વારા લદ્દાખના સંકુ સુધી સરળતાથી પહોંચી શકાય છે. શ્રીનગરથી લેહ અને કારગિલ સુધીની બસો ચાલે છે. જેમાંથી તમે આરામથી સંકુ પહોંચી શકો છો. જો તમે તમારી પોતાની ગાડીમાં હોવ તો પણ તમને સંકુ સુધી પહોંચવામાં કોઈ તકલીફ નહીં પડે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads