![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 1/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623208661_1562061734_photo_1505662695181_d4b60363d2a3.jpg)
સિંગાપુરનું નામ આવતા જ તમારા ચહેરા પર ચમક આવી જાય છે. તમારામાંથી અનેક લોકો વર્ષોથી અહીં જવા ઇચ્છે છે. અહીંની ગગનચુંબી ઇમારતો, સુંદર, જગમગાતી ફાઇવ સ્ટાર હોટલ્સ અને રોશનીમાં ડુબેલા રસ્તાઓ આપને એક એવા અનુભવ આપશે જે તમારી ભવિષ્યની પરિકલ્પના સાથે મેળ ખાય છે.
સિંગાપુરમાં શું છે ખાસ?
અહીંના મૉલ, રોડ, ગલીઓ બધુ જ સુંદર છે. અહીંની સમૃદ્ધિ જોઇને તમારી આંખો ચકાચોંધ થઇ જશે. અહીં ભારતીય, ચીની અને મલય સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળે છે. તમારા બાળકોને આ સંસ્કૃતિનો પરિચય કરાવવો હોય તો જરુર જજો.
પોતાના સુસાશન અને પ્રામાણિકતાના કારણે પ્રસિદ્ધ આ ટાપુએ વિકાસના તમામ માપદંડો પૂર્ણ કર્યા છે. બહુમાળી ઇમારતો અને તેમાં વિશાળ મૉલ તમને શોપિંગનો અનોખો અનુભવ પૂરો પાડે છે. મુંબઇ, બેંગકોક અને હોંગકોંગ જેવી ચહલ પહલ અહીં પણ જોવા મળે છે.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 2/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623208764_1562061734_photo_1547982982_448b6fdad3a8_2.jpg)
અહીં આવો તો ઓર્કિડ રોડમાં શોપિંગ કરો, રાતે પાર્ટી કરવા ક્લાર્ક જાઓ અને ચાઇનાટાઉનમાં સ્વાદિષ્ટ પકવાન જમો. તો નૈસર્ગિક સુંદરતા જોવા માટે જુરોંગ કે મસ્તીભર્યા દિવસો પસાર કરવા સેંટોસા જાઓ. અહીં ડિઝનીલેન્ડ પણ છે.
કેવી રીતે ફરશો સિંગાપુરમાં
સિંગાપુરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સુંદર વ્યવસ્થા છે. તમે એક EZ લિંક કાર્ડ લઇ લો. આ એક ટ્રાન્સપોર્ટ કાર્ડ છે જેમાં તમે ઇચ્છો એટલી રકમ ભરી શકો છો. આખા શહેરમાં ફરવામાં આ કાર્ડ મદદરુપ થશે. આ કાર્ડ MRT અને સાર્વજનિક બસોમાં કામ આવે છે. તમે ટેક્સી પણ લઇ શકો છો અને અહીં બધી ટેક્સી મીટરથી ચાલે છે.
અહીંનું ચાંગી એરપોર્ટ પ્રસિદ્ધ છે. આ એરપોર્ટ પણ જોવાલાયક છે.
કેવી રીતે વિતાવો સિંગાપુરમાં રજાઓ
Day 1
Raffles Avenue
સિંગાપુર ફ્લાયર એક વિશાળ ઝુલો છે. અહીંથી લાયન સિટીના નામે જાણીતા સિંગાપુરના બધા દ્રશ્યો દુર દુર સુધી દેખાય છે. અહીં આવવા માટે ઑનલાઇન ટિકિટ બુક કરાવી લો. આ ફેરિસ વ્હીલ દુનિયાનું સૌથી મોટુ ઓબ્ઝર્વેશન વ્હીલ છે અને અહીં અનેક દુકાનો અને રેસ્ટોરન્ટ્સ પણ છે.
સિંગાપુર ઝૂ
આ દુનિયાનું સૌથી સુંદર પ્રાણીસંગ્રહાલય અને પક્ષીઘર છે. અહીં પ્રાણીઓને નજીકથી જોવાનો એક અનોખો અનુભવ છે. એક કાંચની દિવાલની બીજી બાજુ સફેદ વાઘ અને જિરાફ જેવા પ્રાણીઓને જોઇ શકો છો. આ પક્ષીઘરમાં નાઇટ સફારી પણ કરી શકાય છે.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 3/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623208823_1548319724_1548229089_1481101859_1481101853_singapore_zoo_entrance_15feb2010.jpg)
Day 2
જૂરોંગ બર્ડ પાર્ક
આ પક્ષીઘરમાં 400થી વધુ જાતના પક્ષીઓ છે. અહીં યોજાતો બર્ડ શો ઘણો જ મનોરંજક હોય છે. આખા વિશ્વના પક્ષીઓ આ પક્ષીઘરમાં જોવા મળે છે.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 4/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623208866_1562059458_1548229795_1481108776_1481108771_12195899434_ac4a9d782b_z.jpg)
ચાઇનાટાઉન
સિંગાપુર ઓળખાય છે તેના સ્વાદિષ્ટ ભોજન માટે. અહીંના રસ્તા પર મળતા સ્વાદિષ્ટ વ્યંજનો બીજે ક્યાંય શોધવા જશો તો પણ નહીં મળે. તમે અહીં મળતા શ્રેડેડ ચિકન સાથે સ્પાઇસી નૂડલ્સ અને ડંપ્લિંગ્સ ખાધા વગર નહીં રહી શકો.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 5/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623208895_1562060741_1548230062_1481102142_1481102137_4058184073_71c09da362_o.jpg)
મર્લાયન
સિંગાપુરનું રાષ્ટ્રીય પ્રતિચિહ્ન છે અહીં સ્તિથ ધ મર્લાયન. અધડો સિંહ અને અડધી માછલી જેવી દેખાતી આ મૂર્તિ મર્લાયન પાર્કમાં છે. સિંગાપુર જાઓ તો અહીં જરુર જજો. આ શહેરમાં ઘણી ઐતિહાસિક જગ્યાઓ છે.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 6/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623208922_1562060741_1548230415_1481108895_1481108891_merlion_50551_960_720.jpg)
Day 3
ઑર્કિડ રોડ
આ જગ્યા સિંગાપુરમાં શોપિંગ અને ફરવા માટે પ્રસિદ્ધ છે. અહીં સ્થિત મૉલ્સ ભવ્ય અને અસામાન્ય છે. અહીંના રસ્તાથી લઇને મોલની અંદર મોટા-મોટા ફેશન લેબલ્સ સુધી, શોપિંગ માટે તમારી પાસે અગણિત વિકલ્પ હશે. આનો ખુલીને આનંદ માણો.
ક્લાર્ક ક્વે
સિંગાપુરમાં એક રાત નદી કિનારે ચમકતી રોશની નીચે તમે ક્લાર્કમાં ડિનર કરી શકો છો. રંગોથી ભરેલી આ સાંજ અને અહીંની જીવંત કરનારી ઉર્જા આ જગ્યાને અનોખા અનુભવમાં બદલી નાંખે છે. તમારી રજાઓના લિસ્ટમાં આ જગ્યા જરુર હોવી જોઇએ.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 7/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623208955_1562059359_1548231003_1481109028_1481109023_clarke_quay_singapore_3171104214.jpg)
ગાર્ડન્સ બાય ધ બે
ગાર્ડન્સ બાય ધ બે સિંગાપુર સ્થિત એક પ્રાકૃતિક ઉદ્યાન છે, પરંતુ આ બગીચાની તુલના કોઇ બીજા બગીચા સાથે ન કરો. અહીં જોવામળતી ફૂલોની સજાવટ અને ભવ્ય સુપરટ્રીસ આ ઉદ્યાનને એક અનોખી જગ્યા બનાવે છે. આવા ભવ્ય ઉદ્યાનના કારણે સિંગાપુરને ઉદ્યોગોનું શહેર કે સિટી ઓફ ગાર્ડન્સ પણ કહેવાય છે. ગાર્ડન બાય ધ બે થી મરીનાના દ્રશ્યો પણ જોવા મળે છે.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 8/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623208998_1562060740_1548231408_1481108937_1481108932_singapore_164681_960_720.jpg)
સિંગાપુરમાં હોટલના સૌથી સારા વિકલ્પ
રૉયલ પ્લાઝા ઑન સ્કૉટ્સ- ₹9282
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 9/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623209030_1548232914_1481109650_1481106029_1481106023_51624690.jpg)
પેનિનસુલા એક્સેલસિયર હોટલ - ₹9,043
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 10/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623209093_1548232933_1481107601_1481103287_1459973206_excelsior.jpg)
પ્રાઇવેટ સેંક્ચુરી - ₹3584
સિંગાપુરમાં સારી રેસ્ટોરન્ટ્સ
1. રુબર્બ લ રેસ્ટોરન્ટ- 1, મિશલિન સ્ટાર રેસ્ટોરન્ટ
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 11/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623209130_1562060741_1548232963_1481103287_1459973240_airbnb.png)
Duxton Hill
આ એક ઉત્તમ કક્ષાનું રેસ્ટોરન્ટ છે જ્યાં તમને ફ્રાંસીસી સ્વાદ અને સુંદર વાઇન પણ મળશે. અહીં મળનારુ ખાવાનું સ્વાદિષ્ટ છે અને જોવામાં કોઇ કલાકૃતિથી કમ નથી. ખાવાનું તમને સીધા પેરિસની ગલીઓ સુધી પહોંચાડી દેશે.
વાઇન કનેક્શન બિસ્ત્રો
આ એક આધુનિક ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. નવા અને જુના દોસ્તો સાથે તમે અહીં થોડોક સમય શાંતિની પળો વિતાવી શકો છો. અહીનો પિઝા અને વાઇન ઘણી જ પ્રસિદ્ધ છે અને અહીંના કર્મચારી પણ ઘણાં સહનશીલ છે.
ફ્રાટિની લા ટ્રાટોરિયા
Greenwood Avenue
આ એક નવા પ્રકારનું ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. અહીં રસોઇયા જ તમારી પસંદ નક્કી કરે છે અને પોતાની પસંદના નવા વ્યંજન લાવે છે. આ રીતે તમે કેટલાક નવા વ્યંજનોનો અનુભવ કરો છો.
સેંટોસા ટાપુની યાત્રા કરો
સેંટોસા
સેંટોસામાં વિતાવેલી દરેક પળને યાદ રહેશે. અહીંની જગમગાતી હોટલ, લાજવાબ રેસ્ટોરન્ટ્સ, લાઉન્જિસ, થીમ પાર્ક અને કેસિનો, તમને સમય પસાર કરવાના ઘણા અલગ અલગ વિકલ્પ આપે છે. તમે અહીં વૉટરસ્પોર્ટ્સનો હાથ પણ અજમાવી શકો છો.
સિગાપુરના આ ખૂણામાં તમારે ટેક્સી, MRT કે શટલ બસની મદદ લેવી પડશે. આ એક આઇલેન્ડ રિસોર્ટ છે અને અહીં આવવા માટે સેન્ટોસા એક્સપ્રેસના નામથી શટલ બસ પણ ચાલે છે. અહીં એન્ટ્રી માટે તમારે ३$ ની ફિસ આપવી પડશે અને સેન્ટોસાની અંદર ટ્રાફિક મુક્ત છે.
Day 4
Sentosa Gateway
સેન્ટોસા આવો અને યુનિવર્સલ સ્ટુડિયો ન જાઓ એવું ન બની શકે. આ હોલીવુડની નકલમાં બનેલો એક બગીચો છે. અહીં 24 અલગ અલગ પ્રકારના ઝુલા છે જે તમને એક અલગ દુનિયામાં લઇને જાય છે. તમને એવું લાગશે કે તમે કોઇ હોલીવુડની એક્શન મૂવીના કિરદાર છે. સિંગાપુરમાં પર્યટકો માટે આ એક મોટું આકર્ષણ છે.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 12/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623209194_1548236546_1481109169_1481109165_5415646649_98c8b9f4db_b.jpg)
મેડમ તુસાદ વેક્સ મ્યૂઝિયમ
જાણીતી હસ્તીઓની સાથે જો એક દિવસ વિતાવવો છે તો અહીં સ્થિત મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ જરુર જાઓ. દુનિયાભરમાં જાણીતી હસ્તીઓના મીણથી બનેલા પૂતળા અહીં છે. જો કે આ વેક્સ મ્યુઝિયમ આખી દુનિયામાં છે.
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 13/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623209232_1562060740_1548237024_1481109268_1481109263_justin_timberlake_749860_960_720.jpg)
રિસોર્ટ્સ વર્લ્ડ કેસીનો
સેંટોસામાં વિતાવેલી દરેક પળ મસ્તીથી ભરેલી હોય છે એ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. આવી જ એક જગ્યા છે રિસોર્ટ વર્લ્ડ સેંટોસા કેસીનો. જો તમે કેસીનોમાં જવાનો શોખ ધરાવો છો તો અહીં જરુર જાઓ. અમે આશા રાખીએ કે તમને જેકપોટ મળી જશે.
સેંટોસામાં હોટલના સૌથી સારા વિકલ્પ
સોફિટેલ સિંગાપુર સેંટોસા રિસોર્ટ એન્ડ સ્પા- ₹16,030
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 14/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623209289_1562060740_1548237827_1481102759_1459974307_sofitel.jpg)
રિસોર્ટ્સ વર્લ્ડ સેંટોસા - હાર્ડ રૉક હોટલ - ₹13,639
![Photo of પરિવારની સાથે, સિંગાપુરમાં વિતાવો પોતાની આગામી રજાઓ, અહીં મળશે બધી જાણકારી 15/15 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1623209333_1548237889_1481103288_1459974318_hard_rock.jpg)
ફ્રેગરેંસ હોટલ - ₹2756
સેંટોસામાં ખાવાની સૌથી સારીી રેસ્ટોરેંટ્સ
ધ નૉલ્સ
જો તમે સવાર સવારમાં એક સારા નાસ્તાથી દિવસની શરુઆત કરવા માંગો છો તો ધ નોલ્સ ઇન સેંટોસા એક સારો વિક્લપ છે. આ રેસ્ટોરન્ટ કેપેલા હોટલમાં સ્થિત છે અને આ જગ્યા ફક્ત જમવા માટે જ નહીં પરંતુ તેની મહેમાનગતિ માટે પણ જાણીતી છે.
ધ ગાર્ડન રેસ્ટોરન્ટ
સિંગાપુર આવો અને અહીં મળનારા સ્વાદિષ્ટ સીફૂડ ન ખાઓ તો રજાઓ અધૂરી રહી જશે. ધ સોફિટેલ નામની હોટલમાં ધ ગાર્ડ નામનું રેસ્ટોરન્ટ પોતાના સીફૂડ માટે જાણીતી છે. અહીં આવતા પહેલા તમારે અહીં ટેબલ બુક કરવાનું જરુરી છે. અહીંનું ખાવાનું જ નહીં પરંતુ આ જગ્યા પોતાનામાં મંત્રમુગ્ધ કરનારી છે.
અહીં લખવામાં આવેલી બધી હોટલની કિંમત છેલ્લે 6 એપ્રિલ 2016ના રોજ અપડેટ કરવામાં આવી છે. સમયની સાથે હોટલના ભાડામાં ફેરફાર થઇ શકે છે.