ભારતના 8 શાનદાર ગ્લેશિયર, ગાયબ થઇ જાય તે પહેલા દરેક ટ્રેકરે જોઇ લેવા જોઇએ

Tripoto
Photo of ભારતના 8 શાનદાર ગ્લેશિયર, ગાયબ થઇ જાય તે પહેલા દરેક ટ્રેકરે જોઇ લેવા જોઇએ 1/1 by Paurav Joshi

જેમને પહાડો સાથે પ્રેમ છે તેઓ જાણે છે ટ્રેકિંગનો આનંદ શું હોય છે? આ પહાડોમાં ઠંડા ઠંડા ગ્લેશિયર હોય છે. જે આ જગ્યાને સુંદર બનાવે છે. રોમાંચના શોખીન જ ગ્લેશિયરના ટ્રેક કરવાનું વિચારી શકે છે. ગ્લેશિયરના ટ્રેકિંગમાં તમને સુંદર ખીણો, ઝરણાં, બરફથી ઢંકાયેલા જંગલો, નદીઓ, થીજી ગયેલા ઝરણાં જોવા મળે છે. સાથે જ તે તમારી મુસાફરીને કઠીન બનાવે છે.

1. ગંગોત્રી ગ્લેશિયર

ભારતના સૌથી ફેમસ ગ્લેશિયર પૈકીનું એક છે ગંગોત્રી ગ્લેશિયર. ઉત્તરાખંડના ઉત્તરકાશી ક્ષેત્રમાં સ્થિત ગંગોત્રી ગ્લેશિયર 30 કિ.મી. લાંબુ અને 2 થી 4 કિ.મી. પહોળું છે. ચૌખંભા પીકની નીચેથી નીકળીને આ ગ્લેશિયર ઉત્તર પશ્ચિમ તરફ જઇને ગાયના મુખના આકારના પાણીના રુપમાં નીકળે છે. આ કારણે તેને ગૌમુખ કહેવાય છે. ગંગોત્રી હિમાલયનું સૌથી મોટું ગ્લેશિયર હોવાથી ભાગીરથી થર્ડ, મેરુ, શિવલિંગ અને થલય સાગર જેવા શિખરોથી ઘેરાયેલું છે. ગંગોત્રી ગ્લેશિયર ગંગા નદીનો સ્ત્રોત તો છે જ. આ સિવાય ગંગાની સહાયક નદી ભાગીરથીનો પણ સ્ત્રોત છે. તમે ગંગોત્રી ગૌમુખનો ટ્રેકનો વિકલ્પ પસંદ કરી શકો છો જે લીલાછમ ઘાસના મેદાનો અને હરિયાળીમાંથી પસાર થાય છે.

સમયઃ 5-6 દિવસ, લેવલઃ મીડિયમ

2. સતોપંથ ગ્લેશિયર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું સતોપંથ ગ્લેશિયર લગભગ 13 કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. ચારેબાજુ બરફ છે. સાતોનો અર્થ સત્ય અને પંથનો અર્થ રસ્તો. ચમોલીના જોશીમઠમાં સતોપંથ ગ્લેશિયર સુધી પહોંચી શકાય છે. આ શાનદાર ટ્રેક માણા ગામથી શરુ થઇને અલકનંદા નદીના રસ્તે આગળ વધે છે. આ ટ્રેકમાં તમને 15,100 ફૂટની ઊંચાઇએ લેક જોવા મળશે. આ સરોવર ચૌખંબા, નીલકંઠ, સ્વર્ગરોહાણી અને બાલકુન જેવા શિખરોથી ઘેરાયેલું છે.

સમયઃ 5-6 દિવસ, લેવલઃ મીડિયમ

3. કોલાહોઇ ગ્લેશિયર

ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરમાં 4,700 ફૂટની ઊંચાઇ પર પહેલગામથી 26 કિ.મી. દૂર સ્થિત કોલાહોઇ ગ્લેશિયર કોઇ ચમત્કારથી કમ નથી. કાશ્મીર હિમાલયનું આ સૌથી મોટું શિખર છે. આ કારણે તેમાં ઝેલમની નદીની સહાયક નદીઓ લિદ્દર અને સિંધ આવે છે. આ ટ્રેક અરુ વેલીથી શરુ થઇને લિદ્દર ખીણને પાર કરે છે. આ ટ્રેકના અંતમાં શાનદાર કોલાહોઇ ગ્લેશિયર આવે છે. રસ્તામાં તમને દેવદારના જંગલ, ઘાસના મેદાન અને નદીઓ જોવા મળશે.

સમયઃ 5 દિવસ, લેવલઃ મધ્યમથી અઘરું

4. દ્રંગ દ્રુંગ ગ્લેશિયર

લદ્દાખ એક સુંદર જગ્યા છે. જો તમે લદ્દાખની યાત્રામાં પેન્સી લાની મુસાફરી કરો છો તો તમે કુદરતી ચમત્કારથી રુબરુ થાઓ છો જેને દ્રંગ દ્રુંગ ગ્લેશિયર કહેવાય છે. સમુદ્રની સપાટીએથી 4,780 મીટરની ઊંચાઇ પર સ્થિત આ ગ્લેશિયરને સિયાચીન ગ્લેશિયરને બાદ કરતાં લદ્દાખનું સૌથી મોટું ગ્લેશિયર કહેવાય છે. તમે કારગિલ-જાંસ્કર રોડથી આ સફરને કરી શકો છો. દ્રંગ દ્રુંગ ગ્લેશિયર એક બરફની લાંબી નદી છે જે સ્ટોડ નદીનો સ્ત્રોત છે.

સમયઃ 3 દિવસ, લેવલઃ મધ્યમથી અઘરું

5. પિંડારી ગ્લેશિયર

ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં સ્થિત પંડારી ગ્લેશિયર લગભગ 9 કિ.મી. લાંબુ છે. આ ગ્લેશિયર પિંડર નદીને જન્મ આપે છે જે પછીથી કર્ણપ્રયાગમાં અલકનંદા સાથે મળે છે. પિડારી ગ્લેશિયર ટ્રેક બાગેશ્વરથી 20 કિ.મી. દૂર એક નાનકડા ગામ લોહારખેતથી શરુ થાય છે. નંદા દેવી અભયારણ્યથી શરુ કરીને તમે ગ્લેશિયર સુધી પહોંચી શકો છો. તમને અહીં મેકટોલી અને પનવાલી દ્ધાર જેવી ટોચ જોવા મળશે.

સમયગાળોઃ 7 દિવસ, સ્તરઃ સરળથી મધ્યમ

6. મિલમ ગ્લેશિયર

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં 4,268 મીટરની ઊંચાઇ પર સ્થિત મિલમ ગ્લેશિયર 37 ચોરસ કિ.મી. વર્ગમાં ફેલાયેલું છે. આ જગ્યા દરેક ટ્રેકના લિસ્ટમાં હોવી જોઇએ. મુનસ્યારીમાં બેઝ કેમ્પથી ગ્લેશિયર સુધીનો રસ્તો ઘણો જ સુંદર છે. તમને આ સફરમાં માઉન્ટ ત્રિશુલી અને હરદેઓલ પીકના લોભામણા દ્રશ્યો જોવા મળશે. 1962માં ઇન્ડો-ચાઇના વચ્ચે લડાઇના પગલે આ ટ્રેકને બંધ કરી દેવામાં આવ્યો હતો. પછીથી 1994માં આ જગ્યા ટ્રેકિંગ માટે ખોલી નાંખવામાં આવી છે.

સમયગાળોઃ 11 દિવસ, સ્તરઃ સરળથી મધ્યમ

7. બુદ્ધબન ગ્લેશિયર

કસોલની પાસે એક શાનદાર ગ્લેશિયર છે જેને તમે જોઇ શકો છો. આ ગ્લેશિયર સુધી પહોંચવા માટે તોશથી ટ્રેક શરુ કરી શકો છો. આ ટ્રેક ઘણો સરળ છે જેને પૂરા કરવામાં લગભગ 2 કલાક લાગશે. આ રસ્તો તમને એક નાનકડા ઝરણાં સુધી લઇ જશે. જ્યાંથી તમે દૂર-દૂર સુધી બરફથી ઢંકાયેલા શિખરો જોવા મળશે. પ્રકૃતિની કારીગરી જોઇને તમારુ રોમેરોમ ખુશ થઇ જશે.

સમયઃ 1 દિવસ, સ્તરઃ સરળ

8. બનબુની ગ્લેશિયર

ખીરગંગા ભારતના સૌથી લોકપ્રિય ટ્રેકમાંનું એક છે. તે જ ક્ષેત્રમાં એક સુંદર જગ્યા છે જેને બુનબુની ગ્લેશિયર તરીકે ઓળખવામાં આવે છે. બુનબુનીની પાસે સમુદ્રની સપાટીએથી 3800 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ ટ્રેક કલગા ગામથી શરુ થાય છે. તમે ખીરગંગા થઇને પણ બુનબુની ગ્લેશિયર સુધી જઇ શકો છો. બુનબુની ગ્લેશિયર જવાનો સૌથી સારો સમય એપ્રિલથી લઇને જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીનો છે. ઓક્ટોબરથી પછી આ જગ્યા બરફથી ઢંકાઇ જાય છે.

સમયગાળોઃ કલગાથી 2 દિવસ, લેવલઃ સરળ

જો તમે એવી વ્યક્તિ છો જે પહાડો પર જવા માટે ક્યારેય ના નથી પાડી શકતા તો તમે આ ગ્લેશિયરની યાત્રા કરી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads