આજકાલ જમાનો સતત કઈક ને કઈક નવા અનુભવો કરવાનો છે. લોકો પોતાના રોજિંદા જીવનમાં હંમેશા કશુંક નાવીન્ય ઈચ્છે છે. અને કદાચ તેના પરિણામ સ્વરૂપે જ પ્રવાસન ઉદ્યોગમાં અધધ ઉછાળો થયો છે. પોતાના ઘરેથી દૂર પોતાના દેશ કે દુનિયાના વિવિધ સ્થળોએ ફરવા લોકો કાયમ થનગનતા જ હોય છે. પરંતુ અહીં યક્ષ પ્રશ્ન એ છે કે માણસોની વ્યસ્તતામાં પણ પુષ્કળ વધારો થયો છે. સમયનો સદંતર અભાવ... હવે આવા સમયે રોજિંદા જીવનમાં અમુક કલાકનો આરામદાયક બ્રેક મેળવવા શું કરી શકાય?
અમદાવાદ અને તેની આસપાસ રહેતા લોકો પાસે આ પ્રશ્નનો બહુ સરળ અને છતાં રસપ્રદ જવાબ છે- ડ્રાઈવ ઇન સિનેમા.
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819766_sunset_drive_in_cinema.jpg)
સનસેટ ડ્રાઈવ ઇન સિનેમા, અમદાવાદ:
સૂર્યાસ્ત થયા બાદ ઓફિસના કલાકો પણ પૂર્ણ થાય એટલે કઈક હળવાફૂલ પોષકોમાં સજ્જ થઈને, કઈક ખાણી પીણીનો સામાન પેક કરો, ફોલ્ડિંગ ટેબલ કે ખુરશી હોય તો એ સાથે લો અને તમારી ગાડી લઈને નીકળી પડો ફિલ્મ જોવા! હા, ક્યાંક પિકનિક પર જતાં હોઈએ એવી જ તૈયારીઓ કરીને અમદાવાદીઓ ‘સનસેટ ડ્રાઈવ ઇન સિનેમા ખાતે ફિલ્મ જોવા જાય છે.
નાટકો ભજવાતા હોય તેવા ઓપન એર થિયેટર તમે ઘણા જોયા હશે પણ ફિલ્મો જોવા માટે ઓપન એર થિયેટર એ આજે પણ નવો કોન્સેપ્ટ છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં ડ્રાઈવ ઇન રોડ પર (હા, આ સિનેમા પરથી જ તે રસ્તાનું નામ છે) આવેલું ડ્રાઈવ ઇન સિનેમા એ એશિયાની સૌથી મોટી ઓપન એર સ્ક્રીન ધરાવે છે.
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819894_audi_3.jpg)
અમદાવાદ બહારના ઘણા વાચકોને આ વાંચીને સાનંદ આશ્ચર્ય થયું હશે કે આ તો કેવું નવું!? પણ તમને જાણીને નવાઈ લાગશે કે 21 મિ સદીમાં પણ રોમાંચિત કરી મૂકે તેવી અનોખી થીમ સાથે આ થિયેટરની શરૂઆત છેક વર્ષ 1973માં કરવામાં આવી હતી.
હા, અત્યારનો સમય તો ‘Netflix and Chill’ નો છે પણ દરેકને તેની મનપસંદ ફિલ્મો થિયેટરમાં જ જોવાની મજા આવે છે. એટલે જ અમુક ફિલ્મો ઘરે બેસીને OTT પર જોવાને બદલે લોકો થિયેટરમાં જોવા જવાનું પસંદ કરે છે. આવામાં જો તે જ મનપસંદ ફિલ્મ તમને ખુલ્લી જગ્યામાં તમારી કારમાં બેસીને અથવા બહાર ચટ્ટાઇ પાથરીને નાસ્તો પાણી કરતાં કરતાં નિરાંતે જોવા મળે તો તેનો આનંદ અને રોમાંચ અવર્ણનીય જ હોવાનો; ખરું ને?
ફિલ્મ શોઝ:
સામાન્ય રીતે સનસેટ ડ્રાઈવ ઇન સિનેમામાં સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી મોડી સાંજે અને રાતે એમ 2 શો યોજાય છે જેમાં પહેલો શો સાંજે 7 વાગ્યા આસપાસ અને બીજો રાત્રે 10 વાગ્યા આસપાસ હોય છે. અહીં કોઈ સીટ નંબરને અવકાશ નથી તેથી તમે તમારી કાર કે પિકનિક સામાન/ અન્ય જરૂરી વસ્તુઓ લઈને જે સમયે થિયેટરમાં પહોંચશો તે આધારે ત્યાં બેસવાની કે કાર ઊભી રાખવાની જગ્યા નક્કી થાય છે.
ડ્રાઈવ ઇન સિનેમામાં શું શું છે?
સનસેટ ડ્રાઈવ ઇન સિનેમામાં એક સાથે 665 કાર ઊભી રાખી શકાય છે અને આ સ્થળે 6000 જેટલા લોકો એક જ સમયે વિશાળ સ્ક્રીન પર ફિલ્મ જોઈ શકે છે.
ફૂડ કોર્ટ: રાતના શોમાં ફિલ્મ જોતી વખતે જો બહાર રેસ્ટોરાંમાં ભોજન કરવું હોય તો સામાન્ય રીતે થિયેટરમાં શક્ય બનતું નથી કેમકે ત્યાં મોંઘાદાટ પોપકોર્ન અને બીજી બે-પાંચ વસ્તુઓ સિવાય ખાસ વિવિધતા નથી હોતી. પરંતુ ડ્રાઈવ ઇન ખાતે તમે કેટલીય સ્વાદિષ્ટ વાનગીઓ પૈકી ભોજન આરોગી શકો છો અને એ પણ કોઈ બંધ રૂમમાં નહિ!
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819823_food_court_5.jpg)
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819823_food_court_4.jpg)
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819823_food_court_3.jpg)
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819823_food_court_2.jpg)
ઓડિટોરિયમ: એશિયાની સૌથી મોટી ઓપન એર સ્ક્રીન પર ફિલ્મ જોવાની કોને ન મજા આવે? અહીંની અત્યાધુનિક ડોલબી સાઉન્ડ સિસ્ટમને કારણે વિશાળ ખુલ્લી જગ્યામાં ફિલ્મ જોવાનો અનુભવ વધુ અસરકારક બની રહે છે.
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819864_audi_4.jpg)
બગીચો: ઘરેથી ફોલ્ડિંગ ટેબલ ખુરશી કે ચટ્ટાઇ લઈને આવો, અને ડબ્બામાં ઘરેથી જ કોઈ ભાવતી વાનગી લાવો અથવા ફૂડ કોર્ટમાંથી ખરીદો. ડ્રાઈવ ઇનના ખુલ્લા બગીચામાં મિત્રો કે પરિવારજનો સાથે બેસીને ફિલ્મ જોવી એ કોઈ પિકનિક કરતાં પણ વધુ યાદગાર બની રહેશે.
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819843_garder_3.jpg)
![Photo of ગુજરાતમાં જ છે એશિયાની સૌથી વિશાળ ઓપન એર સ્ક્રીન ધરાવતું થિયેટર by Jhelum Kaushal](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2027917/Image/1667819843_garder_2.jpg)
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ