દિવસ ૧
પ્રવાસીની ફોજ કરશે મોજ .....!
રાજ કપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મેલી તો તમે બધાએ જોઈ જ હશે.
હા અમે વાત કરવાના છીએ હર્ષિલ ઘાટીની. જો તમે પોતાને પ્રવાસી કહો છો અને હજી સુધી હર્ષિલ ઘાટી નથી ગયા તો તમે પ્રવાસીના દ્રશ્યથી કમજોર છો. અહી વન્ય વસ્તી પોતાના પ્રાકૃતિક સૌંદર્ય અને મીઠા સફરજન માટે પ્રખ્યાત છે. હર્ષિલના આકર્ષણમાં હવાદાર તેમ જ છાયાયુક્ત સડક, લાંબી કગાર, ઝરણાં, સુવર્ણ અને લીલા ગોચર વગેરે છે. તેથી આ જગ્યા બોલીવુડની પસંગીની છે.
જિલ્લા મુખ્યાલય ઉત્તરકાશીથી ૭૫ કી.મી. દૂર અને સમુદ્રતટથી ૨૬૫૦ મીટરની ઉંચાઈ પર હર્ષિલ સ્થિત છે.
હર્ષિલ ઘાટી પહોંચવામાં તમને બપોર અથવા સાંજ પડી જશે. સૌથી પહેલા અહી હોટલમાં પોતાના માટે એક રૂમ શોધી લેવો જે ખુબ જ સહેલાઈથી મળી જશે, ફ્રેશ થઈને માર્કેટમાં ફરવા માટે નીકળી જવું, સૂર્ય અસ્તના સમયના આસપાસના નજારા જોવા અને રાતના સમયે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવો ,અહીના મોમોઝ ખુબ પ્રખ્યાત છે જે તમને સહેલાઈથી ૫૦ થી ૬૦ રૂપિયામાં પ્લેટ મળી જશે.
તમારા પ્રવાસી શરીરને થોડો આરામ દેવો અને હર્ષિલ ઘાટીની ઠંડકમાં ઊંઘની મજા લેવી.
દિવસ ૨
તો ચાલો ફટાફટ ઉઠો તૈયાર થઇ જાવ હર્ષિલ ઘાટીને ફરવા માટે....!
સવારનો પ્રકાશ સોનાની ચમક જેવો પ્રતિત થાય છે. હર્ષિલના ઉંચા શિખરો બરફથી તમારી ઊંઘને એવી રીતે ગાયબ કરે છે જાણે કોઈએ જાદુ કર્યું હોય. આમ તો હર્ષિલ તમે એક દિવસમાં નહિ ફરી શકો પર અમુક મુખ્ય જગ્યા વિશે હું કહી રહ્યો છું. આજે તમે ફરવાના છો હર્ષિલ ઘાટીના સાત પુલ, બાગોરિ ગામ, બુદ્ધ મંદિર, ડાક ઘર, સફરજનના બગીચા, ભૈરવ ઘાટી, સિલ્ક રૂટ ( તિબેટ જતો પ્રાચીન માર્ગ ) , ગંગનાની , બ્રાહમીતાલ ( ૧૪ કી.મી.), લક્ષ્મિ નારાયણ મંદિર ( હરિપ્રયાગ), લાલ દેવતા મંદિર વગેરે જગ્યા ફરી શકો છો. હર્ષિલ ઘાટી દિવસના દરેક સમય અને વર્ષની દરેક ઋતુમાં પોતાનો રંગ બદલે છે જેનો તમે અહેસાસ કરશો કે ભાગીરથી નદી પણ તેવી જ રીતે પોતાનો રંગ બદલે છે જે તમને લીલો, વાદળી, આછો કાળો દેખાશે. અહીનું ઠંડુ પાણી અને ઝરણાં કોઈનું પણ મન મોહી લેશે.
દિવસ ૩
ગંગોત્રી
હર્ષિલથી ૨૫ કી.મી. દૂર ગંગોત્રી ધામ ગંગા નદીનું ઉદ્દગમ સ્થાન છે. ગંગાજીનું મંદિર સમુદ્રતટથી ૩૦૪૨ મીટરની ઉંચાઈ પર સ્થિત છે. ભાગીરથીનું જમણી બાજુનું વાતાવરણ અત્યંત આકર્ષક છે. આ સ્થાન ઉત્તરકાશીથી ૧૦૦ કી.મી. દૂર છે. દર વર્ષે મે થી ઓક્ટોબરમાં પતિત પાવની ગંગા મૈયાના દર્શન કરવા લાખોશ્રદ્ધાળુઓ તીર્થયાત્રી અહી આવે છે.
મંદિર અક્ષર તૃતીયાના પાવન પર્વ પર ખુલે છે અને દિપાવલીના દિવસે મંદિરના કપાટ બંધ હોય છે.
ગંગોત્રી ટ્રેકિંગના પ્રેમીઓની પસંદગીની જગ્યા છે અહીંથી ઘણા બધા ટ્રેક શરુ થાય છે જેવા કે :-
- ગૌમુખ , ગંગોત્રીથી ૧૯ કી.મી. દૂર ૩૮૯૨ મીટરની ઉંચાઈ પર સ્થિત ગૌમુખ ગંગોત્રી ગ્લેશિયરનું મુખ અને ભાગીરથી નદીનું ઉદ્દગમ સ્થાન છે.
- નંદનવન તપોવન, ગંગોત્રીથી ૨૫ કી.મી. દૂર ગંગોત્રી ગ્લેશિયરની ઉપર એક કઠિન ટ્રેક નંદનવનલઇ જાય છે જે ભાગીરથી શિખરનો આધાર શિવિર ગંગોત્રીથી ૨૫ કી.મી. દૂર છે. અહીંથી શિવલિંગ શિખરનું સુંદર દ્રશ્ય દેખાય છે.
- ગંગોત્રી ચિરબાસા, ગૌમુખના રસ્તા પર ૩૬૦૦ ફૂટ ઉંચા સ્થાન પર સ્થિત ચિરબાસા એક શ્રેષ્ઠ શિબિર સ્થળ છે જે વિશાળ ગૌમુખ ગ્લેશિયરનું અદભુત દ્રશ્ય કરાવે છે.
- કેદારતાલ , ગંગોત્રીથી ૧૪ કી.મી. દૂર આ સુંદર તળાવ સુધીની ચડાઈમાં અનુભવી ટ્રેકર્સની પણ પરીક્ષા થાય છે. તળાવ એકદમ સાફ છે જ્યાં વિશાળ થલયસાગર શિખર છે. આ સ્થાન સમુદ્ર તટથી ૧૫૦૦૦ ફૂટ ઉંચુ છે અને થલયસાગર જોગિન, ભૃગુપંથ તથા અન્ય શિખરો પર ચડવા માટે આ આધાર શિબિર છે.
તો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો શેર જરૂર કરવી જેથી હું આવી જ રીતે તમારા માટે નવી જગ્યાઓ ફરતો રહું અને તમને એ જગ્યા વિષે કહેતો રહું.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ