ભારતમાં ક્યારે શું દેખાઈ જાય, કોને ખબર! આ ધરતી પર ખૂણે ખૂણે અજાયબીઓ આવેલી છે.
મેઘાલયમાં કોઈએ ચુનાની ગુફાની લંબાઈ માપવાની શરૂઆત કરી. 2016 માં જાણવા મળ્યું કે આ વિશ્વની સૌથી લાંબી ચુનાની ગુફા છે!
આ ગુફા વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષી રહી છે.
ક્રેમ પુરીની ગુફાઓ
મેઘાલય એડવેન્ચર એસોસિએશન (MAA)એ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે મેઘાલયની ક્રેમ પુરીની ગુફાઓની લંબાઈ 24583 મીટર જેટલી નોંધાઈ હતી જે હાલમાં વેનેઝુએલામાં આવેલી વિશ્વની સૌથી લાંબી ગુફા કરતાં 6000 મીટર વધુ લાંબી છે.
MAAના અધિકારીઓ ઉપરાંત 30 કેવર્સ (ગુફા ખેડનાર) દ્વારા તેની લંબાઈ માપવામાં આવી હતી. ગુફા કેટલી લાંબી હશે તેનો અંદાજ લગાવી શકાય કે તેને માપતા 25 દિવસ જેટલો સમય લાગ્યો હતો.
લોકેશન:
મેઘાલયના ઈસ્ટ ખાસી હિલ્સના લાઇટસોહમ ગામમાં આ ગુફાઓ આવેલી છે.
આમાં અનોખી વાત શું છે?
દેશની 10 માંથી 9 સૌથી લાંબી ગુફાઓ મેઘાલયમાં આવેલી છે. ક્રેમમાં આ ખૂબ જ લાંબી ગુફા ઉપરાંત અહીં સદીઓ જુના કેટલાક અવશેષો પણ મળી આવ્યા છે. હજુ પણ આવનારા સમયમાં વૈજ્ઞાનિકો આ ગુફામાંથી વધુ રોચક રહસ્યો શોધી કાઢશે તેવી શક્યતા જણાઈ રહી છે.
મુલાકાતનો શ્રેષ્ઠ સમય:
સપ્ટેમ્બરથી મે- જ્યારે વરસાદન નહિવત શક્યતા હોય. શિયાળામાં અહીંનું તાપમાન 5 ડિગ્રી જેટલું નીચ જાય છે.
કેવી રીતે પહોંચવું?
હવાઈમાર્ગ: સૌથી નજીકનું ગુવાહાટી એરપોર્ટ 5 કલાકના અંતરે આવેલું છે.
રેલવેમાર્ગ: સૌથી નજીકનું ગુવાહાટી રેલવે સ્ટેશન 5 કલાકના અંતરે આવેલું છે.
રોકાણ માટે:
લાઇસોહમમાં રહેવા માટે કોઈ જ વ્યવસ્થા નથી, પણ મેઘાલયની રાજધાની શિલોંગમાં તમામ પ્રકારની રહેવાની સગવડ છે.
ભાડું: 10,000 રૂ પ્રતિ રાત (બ્રેકફાસ્ટ સામેલ)
ભાડું: 4500 રૂ પ્રતિ રાત (બ્રેકફાસ્ટ સામેલ)
ભાડું: 350 રૂ બંક બેડ, 50 રૂ બ્રેકફાસ્ટ
તો તમારે કોઈ અનોખો અનુભવ કરવ હોય તો પહોંચી જાઓ આ જગ્યાએ!
.